લોકડાઉનમાં વૃદ્ધનો મૃતદેહ ફ્લેટમાં સડી ગયો, કોર્પોરેશન તંત્ર સેનેટાઇઝિંગ માટે તૈયાર નથી
Trending Photos
અમદાવાદ : મેમનગર ગુરૂકુળ રોડ પર આવેલા નીલમણી એપાર્ટમેન્ટમાં રહેતા એક વૃદ્ધ તેમના જ ફ્લેટમાં શંકાસ્પદ રીતે મૃત્યુ પામ્યાની ઘટના બની હતી. જો કે આ વૃદ્ધનાં મોત બાદ મૃતદેહ અંદર સડી ગયો હતો તેમ છતા કોઇ આવ્યું નહોતું. આખરે ફ્લેટમાંથી દુર્ઘંધ આવવા લાગતા સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે દરવાજો તોડીને મૃતદેહ જોતા તેમના શરીરમાં જીવડા પડી ગયા હતા. પોલીસ દ્વારા તત્કાલ મૃતદેહનો નિકાલ કરવામાં આવ્યો હતો.
જો કે શંકાસ્પદ અવસ્થામાં થયેલા મૃત્યુ પાછળનું કારણ હજી જાણી શકાયું નથી. કોરોનાના કારણે મોત થયું કે કેમ તે અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતા થઇ શકી નથી. પરંતુ તપાસ કરતા પોલીસે જણાવ્યું કે કુદરતી રીતે વૃદ્ધ મૃત્યુ પામ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. જો કે અસહ્ય દુર્ગંધના કારણે ફ્લેટ ધારકો માટે રહેવું મુશ્કેલ બન્યું છે.
હાલ કોરોનાના કારણે જ્યારે સ્થિતી ખરાબ છે ત્યારે ફ્લેટને સેનિટાઇઝ કરવા માટે વારંવાર રજુઆત છતા પણ કોર્પોરેશન તંત્રમાંથી કોઇ જ ફરક્યું નથી. સ્થાનિકોની ફરિયાદ છે કે હવે આ દુર્ગંધ માટે કોઇ કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે. પોલીસ દ્વારા તેમની ફરજ નિષ્ઠાથી બજાવવામાં આવી છે. કોર્પોરેશન તંત્ર યોગ્ય કાર્યવાહી નથી કરી રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે