આજથી ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષાની થશે શરૂઆત, 3 હજાર જેટલા વિદ્યાર્થી રહેશે હાજર

ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોરોના કાળમાં પરીક્ષાનું આયોજન કરવું મોટો પડકાર સાબિત થઇ રહ્યો છે. તેવામાં આવતી કાલથી ઓફલાઈન પરીક્ષા પૂર્ણ થયા બાદ આખરે વિદ્યાર્થીઓની લેવાશે ઓનલાઈન પરીક્ષાનો પ્રારંભ થશે. ગુજરાત યુનિવર્સીટીમાં જુદા જુદા કોર્ષમાં અભ્યાસ કરતા અંદાજે 3 હજાર જેટલા વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપશે. M.Com., B. Com., BBA, BCA અને B.Sc. ના કેટલાક વિષય તેમજ ડિપ્લોમા લેબર લો, ડિપ્લોમા ટેકસેશન અને LLB 3rd years - 5th year ના વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપશે.
આજથી ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષાની થશે શરૂઆત, 3 હજાર જેટલા વિદ્યાર્થી રહેશે હાજર

અતુલ તિવારી/અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોરોના કાળમાં પરીક્ષાનું આયોજન કરવું મોટો પડકાર સાબિત થઇ રહ્યો છે. તેવામાં આવતી કાલથી ઓફલાઈન પરીક્ષા પૂર્ણ થયા બાદ આખરે વિદ્યાર્થીઓની લેવાશે ઓનલાઈન પરીક્ષાનો પ્રારંભ થશે. ગુજરાત યુનિવર્સીટીમાં જુદા જુદા કોર્ષમાં અભ્યાસ કરતા અંદાજે 3 હજાર જેટલા વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપશે. M.Com., B. Com., BBA, BCA અને B.Sc. ના કેટલાક વિષય તેમજ ડિપ્લોમા લેબર લો, ડિપ્લોમા ટેકસેશન અને LLB 3rd years - 5th year ના વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપશે.

MCQ બેઝડ ઓનલાઈન પરીક્ષાનો સમય 1 કલાકનો રહેશે. 50 માર્કની રહેશે ઓનલાઈન પરીક્ષા, જેમાં 35 પ્રશ્નો પુછાશે અને તેમાંથી 25 પ્રશ્ન વિદ્યાર્થીએ એટેન્ડ કરવાના રહેશે. આ ઓનલાઈન પરીક્ષા દિવસમાં ત્રણ તબક્કામાં લેવામાં આવશે. પરીક્ષાનો સમય સવારે 9.30 થી 10.30 ત્યારબાદ બપોરે 12 થી બપોરે 1 અને બપોરે 2.30 થી બપોરે 3.30 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત બાકી રહેતા કોર્ષની ઓનલાઈન પરીક્ષા 10 ઓક્ટોબરથી લેવામાં આવશે. 

10 ઓક્ટોબરથી બી.એડ., બી.એ. અને એમ.એ. અને એમ.એડ. ના અંદાજે 3 હજાર જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે બે દિવસ પહેલા ગુજરાત યુનિવર્સીટી દ્વારા લેવાયેલી ઓનલાઈન મોક ટેસ્ટમાં છબરડા સામે આવ્યા હતા. મોક ટેસ્ટમાં છબરડા થતા તમામની નજર આવતીકાલથી યોજાનારી ઓનલાઈન પરીક્ષા પર રહેશે. કોઇ છબરડો ન થાય તેવી આશા વિદ્યાર્થીઓ અને સત્તાધીશો રાખી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news