ગુજરાત યુનિવર્સિટી

AHMEDABAD: પરિણામ પહેલા જ ગુજરાત વિદ્યાપીઠે એડમિશન આપવાનું ચાલુ કર્યું

ગુજરાત વિદ્યાપીઠમાં એડમિશનને લઈ ઉલટી ગંગા જેવો ખેલ જોવા મળી રહ્યો છે. ધોરણ 12 નું પરિણામ હજુ જુલાઈના અંતમાં આવશે અને વિદ્યાપીઠે અત્યારથી એડમિશન શરૂ કર્યા છે. BA, B.Sc. જેવા વિષયમાં 15 જુલાઈ પહેલા એડમિશન લેવા જાહેરાત કરાઈ છે. હજુ ધોરણ 12નું પરિણામ નથી આવ્યું અને વિદ્યાપીઠે વહેલા તે પહેલાંના ધોરણે એડમિશન આપવાનું ચાલુ કર્યું છે. 

Jun 21, 2021, 07:50 PM IST

AHMEDABAD: ગુજરાત યુનિવર્સિટીને પ્રથમ ગ્રાસે મક્ષિકા, ઓનલાઇન પરીક્ષામાં છબરડો

  કોરોનાને કારણે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બી.કોમ સેમેસ્ટર-1ના વિદ્યાર્થીઓની પરીક્ષા અગાઉ ઓનલાઇન મોક ટેસ્ટ માટે વિદ્યાર્થીઓ ટેક્નીકલ ખામીના કારણે લોગ ઇન કરી શક્યા નહોતા. જેના કારણે તેઓ 11 વાગ્યે શરૂ થનારી પરીક્ષામાં 11.40 સુધી મથતા રહ્યા હતા. આખરે 11.40 વાગ્યે ટેક્નીકલ ખામીમાં સુધારો થતા પરીક્ષા ચાલુ થઇ હતી. જેથી પ્રથમ પરીક્ષામાં જ 40 મિનિટ જેટલું મોડુ થયું હતું. 

May 31, 2021, 08:48 PM IST

ગુજરાત યુનિવર્સિટીમાં કોરોનાના ભરડા બાદ 300 કોલેજના કર્મચારીઓને વર્કફ્રોમ હોમના આદેશ

ગુજરાત સહિત રાજ્યનાં ચાર મહાનગરોમાં કોરોનાએ ભરડો લીધો છે. જેના પગલે કોરોનાનું સંક્રમણ હવે ધીરે ધીરે સરકારી કચેરીઓ અને સરકારી બાબુઓને પણ પોતાનાં ભરડામાં લઇ રહ્યું છે. હવે ગુજરાત યુનિવર્સિટી પણ તેનાથી બચી શકી નથી. ગુજરાત યુનિવર્સિટીમાં પણ કોરોનાનો કહેર જોવા મળ્યો છે. પ્રો. વીસી જગદીશ ભાવસાર થયા કોરોના સંક્રમિત થતા હડકંપ મચી ગયો છે. 

Apr 9, 2021, 09:28 PM IST

વિવાદમાં આવી ગુજરાત યુનિવર્સિટી, ખાનગી કોલેજ જશ ખાટી જતી હોવાનો આરોપ ઉઠ્યો

  • ગ્રાન્ટેડ કોલેજમાં પ્રવેશ લીધા બાદ કેટલા વિદ્યાર્થીઓએ અન્ય અભ્યાસક્રમમાં પ્રવેશ લીધો અને કેટલાક વિદ્યાર્થીઓએ પ્રવેશ રદ્દ કરાવ્યો તેની કોઈ જાણકારી ઉપલબ્ધ નથી

Jan 5, 2021, 09:45 AM IST

ગુજરાત યુનિવર્સિટીમાં ખાનગી સિક્યોરીટી અને પોલીસ બાદ હવે બોડીગાર્ડ કરશે સત્તાધીશોની સુરક્ષા

  • વિદ્યાર્થી નેતાઓના વિરોધથી બચવા બોડીગાર્ડની સત્તાધીશોએ લીધી મદદ
  • શું ગુજરાત યુનિવર્સિટીને પોલસી કરતા પણ વધુ ભરોસો બોડીગાર્ડ પર છે
  • શું બોડીગાર્ડના સુરક્ષા કવચથી ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી નેતાઓના વિરોધ પ્રદર્શનને અટકાવી શકશે ખરાં?  

Dec 10, 2020, 07:57 AM IST

LLB નો અભ્યાસ કરતી મુસ્લિમ વિદ્યાર્થીનીએ RTI કરતા તેની પાસે નાગરિકતાના પુરાવા મંગાવાયા

 ગુજરાત યુનિવર્સિટીમાં એક મુસ્લિમ વિદ્યાર્થીનીએ પોતાના પરિણામ અંગેની વિગતો મેળવવા માટે RTI અરજી કરી હતી. યુનિવર્સિટી દ્વારા આપેલા જવાબના કારણે તે ચોંકી ઉઠી હતી.  યુનિવર્સિટીએ તેને જવાબ આપ્યો હતો કે, પહેલા તે ભારતીય નાગરિક છે કે કેમ તેના પુરાવા રજુ કરવા માટે જણાવાયું હતું. 

Dec 5, 2020, 06:03 PM IST

ગુજરાત યુનિ. આ તારીખથી ફરી યોજી રહી છે પરીક્ષાઓ, બાકી વિદ્યાર્થીઓ માટે વધુ એક તક

અમદાવાદ કોરોના સંક્રમણ વચ્ચે લેવાયેલી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ ફરી એકવાર લેવાશે. પરીક્ષા આપી ના શકેલા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે વધુ એક તક અપાશે. 26 ઓક્ટોબરે બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિવર્સિટી પરીક્ષાનું આયોજન કરશે.

Oct 12, 2020, 08:30 AM IST

આજથી ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષાની થશે શરૂઆત, 3 હજાર જેટલા વિદ્યાર્થી રહેશે હાજર

ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોરોના કાળમાં પરીક્ષાનું આયોજન કરવું મોટો પડકાર સાબિત થઇ રહ્યો છે. તેવામાં આવતી કાલથી ઓફલાઈન પરીક્ષા પૂર્ણ થયા બાદ આખરે વિદ્યાર્થીઓની લેવાશે ઓનલાઈન પરીક્ષાનો પ્રારંભ થશે. ગુજરાત યુનિવર્સીટીમાં જુદા જુદા કોર્ષમાં અભ્યાસ કરતા અંદાજે 3 હજાર જેટલા વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપશે. M.Com., B. Com., BBA, BCA અને B.Sc. ના કેટલાક વિષય તેમજ ડિપ્લોમા લેબર લો, ડિપ્લોમા ટેકસેશન અને LLB 3rd years - 5th year ના વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપશે.

Sep 30, 2020, 12:02 AM IST

B.Com સેમેસ્ટર 6ની પરીક્ષાનું પેપર સોશિયલ મીડિયામાં લીક, NSUIએ કર્યો આક્ષેપ

ગુજરાત યુનિવર્સિટી તથા અન્ય યુનિવર્સિટીની પરીક્ષાના પેપર લીક કરવાથી લઈને પરીક્ષા ખંડમાં કોપી કરવા સુધીના કિસ્સા બહાર આવતા હોય છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીની આજની પરીક્ષાનું પેપર લીક થયાનો NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

Sep 19, 2020, 02:04 PM IST

આજથી ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષાઓ શરૂ

ઓનલાઈન કે ઓફલાઈન પરીક્ષા લેવી તેના અસમંજસ વચ્ચે 90 હજાર જેટલા વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપવાના છે

Sep 3, 2020, 10:49 AM IST

શિક્ષણ વિભાગની સ્પષ્ટતા, રાજ્યની તમામ યુનિવર્સિટી 30 સપ્ટેમ્બર સુધી પરીક્ષાઓ પૂર્ણ કરે

ગુજરાતભરની અનેક યુનિવર્સિટીઓ દ્વારા પરીક્ષા લેવાની હજી બાકી છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા આજે આ મામલે મોટી સ્પષ્ટતા કરવામાં આવી છે 

Aug 12, 2020, 01:26 PM IST

ફરી એકવાર ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા મોકૂફ રખાઈ

ફરી એકવાર ગુજરાત યુનિવર્સિટી (gujarat university) ની ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 21 અને 31 ઓગસ્ટના રોજ બે તબક્કામાં લેવાનારી ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવાનો રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. ગુજરાત યુનિવર્સિટી હવે 31 ઓગસ્ટ બાદ ઓફલાઈન પરીક્ષાની નવી તારીખ જાહેર કરાશે. ઓનલાઈન પરીક્ષા પણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવશે. હવે ઓફલાઈન પરીક્ષા પહેલા ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેશે. વિદ્યાર્થી ઓનલાઈન અથવા ઓફલાઈન પરીક્ષા આપવા અંગે પોતે પસંદગી કરી શકશે. કોરોનાના સંક્રમણ અને સરકારના પરિપત્રને ધ્યાનમાં રાખીને વધુ એકવાર ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવાનો યુનિવર્સિટીએ નિર્ણય લીધો છે. 

Aug 10, 2020, 01:41 PM IST

ગુજરાત યુનિવર્સિટી: ટુંક સમયમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા યોજાશે

ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા યોજવા તૈયારીઓ શરૂ કરાઇ છે. ગુજરાત યુનિવર્સીટીમાં કોમર્સ, સાયન્સ અને આર્ટ્સ વિષયો સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેવા અંગે ચર્ચા થઇ છે. આગામી એક કે બે દિવસમાં ગુજરાત યુનિવર્સિટી તરફથી ઓનલાઈન પરીક્ષા યોજવા અંગે સત્તાવાર જાહેરાતની શકયતા છે. 

Aug 7, 2020, 05:04 PM IST

UPSC ની તૈયારી કરતા ગુજરાતીઓએ નહી જવું પડે દિલ્હી, સમગ્ર દેશના નિષ્ણાંતો આવશે અહીં

UPSC ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટી ખાતે IAS સ્ટડી સેન્ટર શરૂ કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ હવેથી યુપીએસસીની તૈયારી પણ કરી શકશે. યુનિવર્સિટી અને જય જય ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના ઉપક્રમે આ સ્ટડી સેન્ટર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં શરૂ થશે. 

Aug 7, 2020, 04:45 PM IST

ગુજરાત યુનિવર્સિટીને પરીક્ષા કાર્યક્રમ જાહેર, જાણો વિગતવાર કાર્યક્રમ

કોરોના મહામારીને પગલે અત્યાર સુધી મોકુફ રાખવામાં આવેલી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓની સંભવિત તારીખ જાહેર થઇ ચુકી છે. ગુજરાત યુનિવર્સિટીએ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, લો, એજ્યુકેશન વિદ્યા શાખાની અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટની વિવિધ પરીક્ષાઓની સંભવિત તારીખોની જાહેરાત કરી દીધી છે. 

Jul 21, 2020, 05:43 PM IST

હાથમાં વિવિધ પોસ્ટરો સાથે ગુજરાત યુનિવર્સિટીમાં ફરી ABVPનું વિરોધ પ્રદર્શન

આજે એબીવીપીના કાર્યકરોએ કાળા કપડા પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું ચે. નકલી નોટ સાથે કાર્યકરોએ ગુજરાત યુનિવર્સિટી પહોંચીને વિરોધ કર્યો હતો. 

Jul 20, 2020, 12:59 PM IST

ગુજરાત યુનિવર્સિટીમાં ABVPએ કુલપતિનું બેસણું યોજ્યું, વિરોધ પ્રદર્શન યથાવત

ગુજરાત યુનિવર્સિટીના વિવિધ કોર્ષની પ્રવેશ પ્રક્રિયામાં જે સભ્યોની નિમણૂક કરવામાં આવી છે, તેને બદલવાની માગ સાથે એબીવીપીના કાર્યકરો માગ કરી રહ્યાં છે. 

Jul 15, 2020, 04:00 PM IST

ABVPનું અનોખુ વિરોધ પ્રદર્શન, ગુજરાત યુનિ. તંત્રની નનામી કાઢી, કાર્યકરોની થઈ અટકાયત

 ગુજરાત યુનિવર્સીટી ખાતે ABVPનું અનોખું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું જેમાં યુનિવર્સિટી તંત્રની નનામી કાઢવામાં આવી. પ્રવેશ પ્રક્રિયામાં ગડબડી મામલે છેલ્લા 10 દિવસથી ABVP જુદી જુદી રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. જો કે પોલીસે નનામી છીનવી લઈને તમામ એબીવીપી કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. 

Jul 13, 2020, 02:05 PM IST

ગુજરાત યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય, ઓગસ્ટમાં લેવાશે પરીક્ષા

યુજીસીના નિર્દેશ બાદ ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા અંગે મહત્વનો નિર્ણય લીધો છે. ઓગસ્ટના બીજા અઠવાડિયામાં ફાઇનલ યરના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે. ઓનલાઈન પરીક્ષા કે એમસીક્યૂનો વિકલ્પ વિદ્યાર્થીઓને નહિ મળે. સેન્ટર માટે અગાઉ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું તે યથાવત રહેશે. પરીક્ષાનો સમયગાળો ત્રણ કલાકના બદલે 2 કલાકનો રહેશે. યુજીસીના સેમેસ્ટર 6 અને પીજીમાં સેમેસ્ટર 4 ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. 

Jul 10, 2020, 01:53 PM IST

ગુજરાત યુનિવર્સિટીમાં ABVPનું વિરોધ પ્રદર્શન, કુલપતિના પૂતળાનું મગજનું ઓપરેશન કરાયું

ગુજરાત યુનિવર્સિટી ખાતે ABVP દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું. પ્રવેશ પ્રક્રિયામાં ગડબડી મામલે છેલ્લા એક અઠવાડિયાથી ABVP જુદી જુદી રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. ત્યારે આજે ABVP ના કાર્યકરોએ કુલપતિ હિમાંશુ પંડ્યાના ચહેરાના ફોટાવાળું પૂતળા લાવવામાં આવ્યું હતું. પૂતળાના મગજનું ઓપરેશન કરતું નાટક ભજવવામાં આવ્યું હતું.નાટક દરમિયાન પૂતળાના માથાના ભાગમાંથી 500 રૂપિયાની નોટ, કોંગ્રેસનો ખેસ અને કેટલાક કાગળ કાઢવામાં આવ્યા હતા. 

Jul 8, 2020, 02:25 PM IST