ચોર ATM માં શ્રીગણેશ કરે તે પહેલા જ પોલીસ પહોંચી, તેની પાસેથી જે મળ્યું પોલીસ પણ આશ્ચર્યચકિત
વડોદરાની તાલુકા પોલિસે એટીએમ તોડી ચોરી કરતા ઈસમને ગુનાને અંજામ આપે તે પહેલાં જ રંગેહાથ સમયાલા ગામથી ઝડપી પાડ્યો છે. પોલિસને બાતમી મળી હતી કે, સમિયાલા ગામના યુનિયન બેન્કના એટીએમને તોડવા એક ઈસમ આવ્યો છે. પોલિસ ત્વરીત સ્થળ પર પહોંચી તો એક ઈસમ શંકાસ્પદ જણાયો હતો. પોલીસે વધુ તપાસ કરતા ATM ચોર રંગેહાથે ઝડપાયો હતો.
Trending Photos
હાર્દિક દીક્ષિત/વડોદરા : વડોદરાની તાલુકા પોલિસે એટીએમ તોડી ચોરી કરતા ઈસમને ગુનાને અંજામ આપે તે પહેલાં જ રંગેહાથ સમયાલા ગામથી ઝડપી પાડ્યો છે. પોલિસને બાતમી મળી હતી કે, સમિયાલા ગામના યુનિયન બેન્કના એટીએમને તોડવા એક ઈસમ આવ્યો છે. પોલિસ ત્વરીત સ્થળ પર પહોંચી તો એક ઈસમ શંકાસ્પદ જણાયો હતો. પોલીસે વધુ તપાસ કરતા ATM ચોર રંગેહાથે ઝડપાયો હતો.
ગ્રામ્ય પોલીસે અંકિત પાટણવાડીયા નામના ઈસમની ધરપકડ કરી હતી. અંકિત પાટણવાડીયા પાસેથી ઓક્સિજન બોટલ, કટીગ કટર, બૈક્સ સ્ટુલ, લાંબી સાંકળ, શટર લોક અને ચાવીઓ અને એક્ટીવા મળી આવી હતી. પોલીસે અંકિત પાટણવાડીયાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. તપાસ કરતા સામે આવ્યું કે, અંકિત પાટણવાડીયાનું એક્ટીવા પણ ચોરીનું હતું. આ ઉપરાંત આરોપી નવાપુરા, મકરપુરા અને રાવપુરા પોલિસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં પણ ઝડપાઇ ચુકેલો છે. જેના પગલે જિલ્લા પોલીસે આરોપીનો કોરોના ટેસ્ટ કરાવી આગળની તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે