Police arrived News

વીમો પકવવા માટે અજબ તરકીબ, ભંગારના ડેલામાં પોલીસ પહોંચી તો ચોંકી ઉઠી
વીમો પકવવા માટે જૂના ટ્રકને ભંગારમાં વેચી દઈ વલસાડ પારડી પોલીસ મથકમાં ટ્રક ચોરી અંગેની ખોટી ફરિયાદ નોંધાવ્યા બાદ વલસાડ એલ.સી.બી.એ તપાસ કરતાં ટ્રક અને ટ્રેલર ચોરીના ગુના ધુલે મહારાષ્ટ્રનો વોન્ટેડ આરોપી સહિત પાંચ આરોપીની ધરપકડ કરી આશરે ૧૦ લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, કિલ્લા-પારડીના વિપુલ કોમ્પલેકસમાં રહેતા કપ્તાન સિંહ રામનિયાદ સિંહ રાજપૂતન વલસાડના ગુંદલાવ હાઈવે પર આવેલ શેરે પંજાબ નામની હોટલની બાજુમાં ભારત બેન્ઝ ટ્રક નંબર જીજે 15 /એટી / 9996 વળી 8 લાખની કિંમતની ટ્રક ચોરી અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ માલિકની ૩ ટ્રકો પારડી વિસ્તારમાંથી પણ ચોરી થતાં પારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ટ્રક ચોરી અંગે વલસાડ એલસીબી ટીમ દ્વારા ટ્રક ચોરી અંગે તપાસ કરાવતા ચોરીના ગુનામાં ટ્રક હઝરત ઉર્ફે રાજુ રહે મહારાષ્ટ્ર ધુલિયામાં મુંબઈ આગરા હાઇવે ઉપર સ્ક્રેપનું ગોડાઉન ચલાવે છે. 
Dec 29,2020, 22:16 PM IST

Trending news