ડોક્ટરીનાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરતા ચકચાર, કારણ અકબંધ

વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામ ખાતે આવેલી સુમનદિપ વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા મેડિકલની વિદ્યાર્થીનીએ હોસ્ટેલના સાતમા માળેથી પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આપઘાત કરી લેનાર વિદ્યાર્થીની કોલેજ શરૂ થતાં તારીખ 4 જાન્યુઆરીના દિવસે જ કોલેજમાં આવી હતી. કોલેજમાં આવ્યાના પાંચ દિવસમાં જ મેડિકલ સ્ટુડન્ટે આપઘાત કરી લેતા કેમ્પસમાં ચકચાર મચી હતી. વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામ ખાતે આવેલી સુમનદીપ વિદ્યાપીઠની વામા ગલ્સ હોસ્ટેલમાં રહેતી અને ફીઝીયોથેરાપીના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી શ્રૃતિબહેન નિલેશભાઇ શાખીએ (ઉં.વ.21) પોતાની હોસ્ટેલના સાતમા માળેથી મોતનો ભુસકો માર્યો હતો. 
ડોક્ટરીનાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરતા ચકચાર, કારણ અકબંધ

ચિરાગ જોશી/વડોદરા : વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામ ખાતે આવેલી સુમનદિપ વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા મેડિકલની વિદ્યાર્થીનીએ હોસ્ટેલના સાતમા માળેથી પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આપઘાત કરી લેનાર વિદ્યાર્થીની કોલેજ શરૂ થતાં તારીખ 4 જાન્યુઆરીના દિવસે જ કોલેજમાં આવી હતી. કોલેજમાં આવ્યાના પાંચ દિવસમાં જ મેડિકલ સ્ટુડન્ટે આપઘાત કરી લેતા કેમ્પસમાં ચકચાર મચી હતી. વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામ ખાતે આવેલી સુમનદીપ વિદ્યાપીઠની વામા ગલ્સ હોસ્ટેલમાં રહેતી અને ફીઝીયોથેરાપીના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી શ્રૃતિબહેન નિલેશભાઇ શાખીએ (ઉં.વ.21) પોતાની હોસ્ટેલના સાતમા માળેથી મોતનો ભુસકો માર્યો હતો. 

હોસ્ટલના નીચેથી પડ્યાનો અવાજ આવતાજ હોસ્ટેલમાં ચિફ વોર્ડન તરીકે નોકરી કરતા વિપુલભાઇ પંડ્યા, ફરજ ઉપરની સિક્યુરીટી તેમજ અન્ય સ્ટુડન્ટો લોકો દોડી આવ્યા હતા. હોસ્ટેલના સાતમા માળેથી પટકાયેલી શ્રૃતિને તુરંત જ કારમાં કેમ્પસ સ્થિત ધીરજ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. પરંતુ, હોસ્પિટલના તબીબોના ઘનિષ્ઠ પ્રયાસો છતાં, શ્રૃતિ નાયક બચી શકી ન હતી. દરમિયાન આ બનાવ અંગેની જાણ વાઘોડિયા પોલીસને કરવામાં આવી હતી. જેના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને લાશનો કબજો લઇ લાશને પોષ્ટમોર્ટમ માટે જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. 

બીજી બાજુ ચિફ વોર્ડન દ્વારા શ્રૃતિ નાયકના આપઘાતની જાણ તેઓના સુરત જિલ્લાના પલસાણા તાલુકાના શાખી ગામમાં રહેતા પરિવારને કરતા તેઓના પરિવારજનો વિદ્યાપીઠ ખાતે દોડી આવ્યા હતા. વિદ્યાપીઠમાં આવ્યા બાદ શ્રૃતિએ આપઘાત કરતા મોત નીપજ્યું હોવાના સમાચાર મળતા પરિવારજનો સ્તબ્ધ થઇ ગયા હતા. પરિવારજનોના હૈયાફાટ રૂદને વિદ્યાપીઠમાં સન્નાટો પાથરી દીધો હતો. સુમન વિદ્યાપીઠ અને ધીરજ હોસ્પિટલ કેમ્પસમાં ચકચાર જગાવી મુકી હતી. 

વિદ્યાર્થીની અંગે વિગતે મળતી માહિતી અનુસાર સુરતના પલસાના તાલુકાના શાખી ગામની રહેવાસી શ્રૃતિબહેન નિલેશભાઇ નાયક વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામ પાસે આવેલી સુમનદિપ વિદ્યાપીઠમાં ફિઝીયોથેરાપીના ફાઇનલ ઇયર (ચોથા વર્ષમાં) અભ્યાસ કરતી હતી. શ્રૃતિ નાયક વિદ્યાપીઠમાં આવેલી 7 હોસ્ટેલો પૈકી વામા હોસ્ટેલના 7 માં ફ્લોરના રૂમ નંબર-324માં રહેતી હતી. ફીઝીયોથેરાપીની સ્ટુડન્ટ શ્રૃતિ નાયકે સવારે 9 વાગ્યાના સુમારે પોતાનો રૂમ બંધ કર્યા બાદ, રૂમની બારીમાંથી ભુસકો માર્યો હતો. અવાજ આવતા ચિફ વોર્ડન અને સિક્યુરીટી દોડી આવી હતી. અને તેઓને સારવાર માટે ચિફ વોર્ડનની કારમાં ધીરજ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હાલ આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news