રાજકોટનાં આ સ્પેશ્ય પાનની કિંમત જાણીને માથુ ચકરાઇ જશે, હોય છે આ સ્પેશ્યલ પદાર્થ...

 જો આપ પાન ખાવાના શોખીન હોય તો આ સમાચાર આપના માટે છે. શું આપે કોઇ દિવસ પાનની કિંમત 18 હજાર રૂપિયા સાંભળી છે ખરી? સામાન્ય રીતે પાન 500-1000 વધીને કદાચ 5000 હોય તેવું ધારી લઇએ પરંતુ રંગીલા રાજકોટમાં પાનવાલા નામની એક દુકાનમાં 15 રૂપિયાથી લઇને 18 હજાર રૂપિયા સુધીના પાન મળે છે. આ પાન ન માત્ર રાજકોટ અને ગુજરાત પરંતુ સમગ્ર દેશ અને વિશ્વમાં પણ એક્સપોર્ટ થાય છે. અમેરિકામાં પણ આ પાનની ખુબ જ ડિમાન્ડ રહે છે.

Updated By: Feb 13, 2020, 11:07 PM IST
રાજકોટનાં આ સ્પેશ્ય પાનની કિંમત જાણીને માથુ ચકરાઇ જશે, હોય છે આ સ્પેશ્યલ પદાર્થ...

સત્યમ હંસોરા/રાજકોટ: જો આપ પાન ખાવાના શોખીન હોય તો આ સમાચાર આપના માટે છે. શું આપે કોઇ દિવસ પાનની કિંમત 18 હજાર રૂપિયા સાંભળી છે ખરી? સામાન્ય રીતે પાન 500-1000 વધીને કદાચ 5000 હોય તેવું ધારી લઇએ પરંતુ રંગીલા રાજકોટમાં પાનવાલા નામની એક દુકાનમાં 15 રૂપિયાથી લઇને 18 હજાર રૂપિયા સુધીના પાન મળે છે. આ પાન ન માત્ર રાજકોટ અને ગુજરાત પરંતુ સમગ્ર દેશ અને વિશ્વમાં પણ એક્સપોર્ટ થાય છે. અમેરિકામાં પણ આ પાનની ખુબ જ ડિમાન્ડ રહે છે.

વડોદરા: કરજણમાં યુવતીને બેભાન કરીને 2 યુવકો બાઇકમાં ઉઠાવી ગયા

રાજકોટના સર્વેશ્વર ચોકમાં આ પાનની દુકાન આવેલી છે.  દુકાન ચલાવતા વેપારી આજકાલ સોશ્યલ મિડીયામાં ધુમ મચાવી રહ્યા છે. વોટ્સઅપ હોય કે ટ્વીટર કે પછી હોય ઇન્સ્ટાગ્રામ તમામ સોશ્યલ મિડીયાના પ્લેટફોર્મ પર તેમના પાનની કિંમત આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પાનની આ દુકાનમાં 15 રૂપિયાથી લઇને  18 હજાર રૂપિયા સુધીના પાન વેચવામાં આવી રહ્યા છે. જેમાં ખાસ લગ્ન માટેના પાન કે જેની કિંમત 18 હજાર રૂપિયા છે. જે પાનમાં સોનાના વરખવાળા ખાસ તૈયાર કરાયેલા મીઠા મસાલાવાળા પાન, 300 ગુલાબ, ડ્રાયફૂટ રાખવામાં આવે છે. ખાસ રાત્રીના સમયે યુવતીઓ પણ આ પાન ખાવા આવે છે.

સોમનાથ યુનિવર્સિટી: સંસ્કૃતભાષાના સંરક્ષણમાટે ભાષ્યપરંપરા અને જ્ઞાનપ્રવાહ પર પરિષદ

જો કે પાનનાં આ વેપારીનાં વીડિયો હાલ સોશ્યલ મિડીયામાં ધૂમ મચાવી રહ્યા છે. આ વેપારી હાલ આ વીડિયોનાં કારણે જ વિવાદમાં પણ સપડાયા છે. પાનની જ એક અન્ય કંપની દ્વારા તેમનાં ચિન્હો સહિતનાં વિવિધ લોગો તેના વપરાયા હોવાનો દાવો કર્યો છે. આ કંપની દ્વારા રાજકોટના આ પાન વાળાનો વિડીયો તેમજ તેના મેનુનો વિડીયો પોતાના ઓફિશીયલ ફેસબુક પેજ પર પોસ્ટ કરી અમારી કોઈ બ્રાન્ચ રાજકોટમાં નથી તેવું પણ લખાણ તેમને તેમના ફેસબુક પેજ પર કર્યું છે. હાલ તો આ બંન્ને વેપારીઓ સામ સામે આવી ગયા છે. રાજકોટનાં વેપારીએ અમેરિકન કંપનીને કોઇપણ કાર્યવાહી કરવી હોય તો કરી શકવાની તૈયારી દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે, અમેરીકન કંપનીએ બ્રાન્ડ પોતાની હોવાનું પોતાના સોશ્યલ મિડીયા પર લખ્યુ છે,  એટલુ જ નહિ આ મુદ્દે પોતાની કોઇ બ્રાન્ડ રાજકોટમાં ન હોવાનો પણ દાવો કર્યો છે બીજી તરફ સોશ્યલ મિડીયામાં આ વિડીયો ધુમ મચાવી રહ્યો છે. ખૈર નામની ચર્ચા જે હોય પરંતુ રાજકોટના પનાવાળાએ હાલ તો ખુબ જ આશ્ચર્ય જગાવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube