જતા નહીં, નહીંતર પડશે ધરમધક્કો! અમદાવાદમાં RTOથી સાબરમતી તરફ જતો રસ્તો બંધ, જાણી લેજો કારણ
RTOથી સાબરમતી તરફ જતો ચીમનભાઈ પટેલ બ્રિજ પરનો રોડ આજ રાતથી 6 નવેમ્બર સવારે 9 વાગ્યા સુધી બંધ રહેશે, જ્યારે 6 નવેમ્બરે રાતના 9 વાગ્યાથી 9 નવેમ્બર સવારે 9 વાગ્યા સુધી સાબરમતીથી RTO તરફનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ રહેશે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: શહેરમાં RTOથી સાબરમતી તરફ જતો ચીમનભાઈ પટેલ બ્રિજ પરનો રોડ આજ રાતથી 6 નવેમ્બર સવારે 9 વાગ્યા સુધી બંધ રહેશે, જ્યારે 6 નવેમ્બરે રાતના 9 વાગ્યાથી 9 નવેમ્બર સવારે 9 વાગ્યા સુધી સાબરમતીથી RTO તરફનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ રહેશે. જેનું કારણ છે રીપેરિંગની કામગીરી. જોકે રેલવે ઓવર બ્રિજ પર પેચવર્ક અને રીસરફેસિંગનું કાર્ય હોવાથી બન્ને બાજુનો રસ્તો તબક્કાવાર બંધ કરવામાં આવશે, વાહનચાલકે અન્ય વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.
બીજી બાજુ, હાલ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, મોટા ભાગના નોકરિયાત અને સામાન્ય લોકો આ રોડનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ જો આ રસ્તાઓ બંધ કરવામાં આવશે તો મોટો ટ્રાફિકજામ સર્જાઈ શકે છે. તમને જણાવી દઈએ કે આરટીઓથી સાબરમતીનો રસ્તો આખા શહેરનો હાર્દ સમાન રસ્તો છે.
જી હાં નવા રોડ બનાવવાનું અને તૂટેલા રોડની રીપેરીંગ કામગીરી કરવાની હોવાથી તબક્કાવાર રીતે રસ્તો બંધ કરવાનો આ નિર્ણય લેવાયો છે. જેથી વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, શહેરના હાર્દ સમાન આરટીઓ સર્કલથી સાબરમતી જવા માટેનો ચીમનભાઈ પટેલ રેલવે બ્રિજ બંધ રહેશે. જેના કારણે વાહનવ્યવહાર અવરોધ થશે. જાણવા મળી રહ્યું છે કે RTOથી સાબરમતી તરફ તારીખ 3 નવેમ્બર રાત્રિના 9 વાગ્યાથી 6 નવેમ્બર સવારના 9 વાગ્યા સુધી રસ્તો બંધ રહેશે. જ્યારે સાબરમતીથી RTO તરફનો રસ્તો તારીખ 6 નવેમ્બર રાત્રિના 9 વાગ્યાથી 9 નવેમ્બર સવારના 9 વાગ્યા સુધી બંધ રહેશે.
આ કારણે બંધ રહેશે રસ્તો
આ રેલવે ઓવર બ્રિજ પર પેચવર્ક અને રીસરફેસિંગનું કાર્ય હોવાથી બન્ને બાજુનો રસ્તો તબક્કાવાર બંધ કરવામાં આવશે, વાહનચાલકે અન્ય વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે