કરોડોના ખર્ચે બનાવવામાં આવેલી ગુજરાતની આ RTO ચેક પોસ્ટ ખાઈ રહી છે ધૂળ, 4 વર્ષથી બંધ
યાત્રાધામ અંબાજીમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી નવીન આરટીઓ ચેકપોસ્ટ સતત વાહનોથી ધમધમતી રહેતી હતી, પણ હાલ ચાર વર્ષથી બંધ કરી દેવતા આ ચેકપોસ્ટ ધુળ ખાઈ રહી છે.
Trending Photos
પરખ અગ્રવાલ/અંબાજી: અંબાજીમાં કરોડોના ખર્ચે બનાવવામાં આવેલી RTO ચેક પોસ્ટ સાવ ખંડેર બની ગઈ છે. એક સમયે જે વાહનોથી ધમધમતી રહેતી હતી તે ચેકપોસ્ટ ચાર વર્ષથી બંધ કરી દેવાઈ છે. માત્ર 10 જ મહિના આ ચેકપોસ્ટ ખુલી રહી હતી. હાલ RTO ચેક પોસ્ટના રૂમને સીલ કરી દેવાયા છે. આ ચેકપોસ્ટની દેખરેખ ન કરવામાં આવતા તેનો નજારો બદલાઈ ગયો છે. મોટા ભાગના બારી અને દરવાજા ચોરાઈ ગયા છે.
અંબાજી પંચાયત હેઠળ આવતી કેટલીક સરકારી ઓફિસો કાચા મકાનમાં ચાલે છે. જેથી માંગ કરવામાં આવી રહી છે કે, RTOનું જે મકાન ધૂળ ખાઈ રહ્યું છે તેનું સમારકામ કરી, ત્યાં પંચાયતની કચેરીઓ ખસેડવામાં આવે. આમ કરવાથી પંચાયતની કચેરીઓને કામ કરવા માટે સારી જગ્યા મળશે અને કરોડોના ખર્ચે બનેલું RTOનું બિલ્ડિંગ ઉપયોગમાં આવી જશે.
યાત્રાધામ અંબાજીમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી નવીન આરટીઓ ચેકપોસ્ટ સતત વાહનોથી ધમધમતી રહેતી હતી, પણ હાલ ચાર વર્ષથી બંધ કરી દેવતા આ ચેકપોસ્ટ ધુળ ખાઈ રહી છે. અદ્યતન સાધન સામગ્રીને સીધી રાજ્ય સ્તરની વાહન વ્યવહારની વડી કચેરીએ ઓનલાઇન તપાસ થઇ શકે તેવી આ ચેકપોસ્ટ ને 2019ના વર્ષમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લોકાર્પણ કર્યું હતું ને માત્ર 10 મહિનામાં જ રાજ્યભરની તમામ ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય લેવાતા અંબાજી નજીક ગુજરાત - રાજસ્થાનને જોડતી આંતરરાજ્ય ચેકપોસ્ટને બંધ કરી દેવામાં આવી હતી.
ચેકપોસ્ટના રૂમોને સીલ મારી દેવામાં આવ્યા હતા, પણ ચાર વર્ષ બાદ આજે સીલ મારેલી ચેકપોસ્ટનો નજારો સાવ બદલી ગયો છે. આ ચેકપોસ્ટના ઓફિસોના બારી બારણાં પણ મોટાભાગે ચોરાઈ ગયા છે. જ્યાં રાસ રચીલી ઓફિસ આખી ખેદાન મેદાન થઇ ગઈ હોય તેમ ઓફિસોમાં તોડફોડને ભારે ગંદકી જોવા મળી રહી છે, કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી આ સરકારી ઇમારત દિનપ્રતિદિન ખંડેર હાલતમાં પરિવર્તિત થતી જોવા મળી રહી છે. એક તરફ આવી કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી સરકારી ઓફિસો ખંડેર માં ફેરવાઈ રહી છે.
બીજી તરફ અંબાજીમાં પંચાયત ને પોલીસ વિભાગની કેટલીક સરકારી ઓફિસો કાચા છાપરા જેવા મકાનો માં ચાલી રહી છે, જ્યાં બેસતા અધિકારીઓને તેમજ લાભાર્થીઓને પણ અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો આવી કાચા છાપરાવાળી સરકારી ઓફિસોને RTO કચેરીના મકાન માં તબદીલ કરવામાં આવે તો ઓફિસોને પણ અદ્યતન જગ્યા મળી જશે ને ધૂળ ખાતી કરોડો રૂપિયાની સરકારી ઇમારતો પણ બચી જશે. એટલું જ નહીં નવીન મકાનમાં ઓફિસોને તબદીલ કરવામાં આવે તો RTO કચેરી સુધી માર્ગ પણ લાભાર્થીઓથી ધમધમતો બની શકે છે. નહી તો આવનારા સમયમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આરટીઓ કચેરીનું મકાન કોડીનો થઈ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે