GUJARAT CORONA UPDATE: નવા 819 દર્દી, 1020 રિકવર થયા, 7 લોકોનાં નિપજ્યાં મોત

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા છે. આજે રાજ્યમાં નવા 819 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 1020 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,64,596 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 91.09 ટકા થઇ ચુક્યો છે. 

Updated By: Nov 8, 2020, 08:36 PM IST
GUJARAT CORONA UPDATE: નવા 819 દર્દી, 1020 રિકવર થયા, 7 લોકોનાં નિપજ્યાં મોત

અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા છે. આજે રાજ્યમાં નવા 819 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 1020 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,64,596 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 91.09 ટકા થઇ ચુક્યો છે. 

મહેસાણા: PSI અને 2 હેડ કોન્સ્ટેબલ સહિત 21 GRD જવાનોને સસ્પેન્ડ કરાયા

રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 51,191 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 787.55 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 64,68,154 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,01,487 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,01,397 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 90 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ 91.09 ટકા છે જે ખુબ જ સારો હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યા છે.

સુરત: યુવતીને મેલેરિયાનું સર્વેક્ષણ કરવાના બહાને નર્સિંગ હોસ્ટેલના ધાબે લઇ જઇને...

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12,340 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 68 છે. જ્યારે 12272 લોકો સ્ટેબલ છે. 1,64,596 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3763 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 07 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના 2, સુરત કોર્પોરેશન 2, બનાસકાંઠા 1, ગાંધીનગર 1 અને સાબરકાંઠાના 1 દર્દી સહિત કુલ 4 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube