હિંમતનગરમાં પરણિતાએ યુવકને ખેતરમાં બોલાવ્યો કહ્યું, ખેતરમાં મજા કરીશું, બીજા દિવસે મળી લાશ

શહેરના હાજીપુર નજીક કેનાલમાંથી મળેલી અજાણી યુવકની લાશનો ભેદ ઉકેલાયો છે. એક તરફી પ્રેમમાં યુવકની ગળું દબાવી હત્યા કરી નાખી હતી. પોલીસે તપાસ હાથ ધરતા હત્યા કરનારા ત્રણ જણા સામે હત્યાનો ગુનો નોધી ત્રણેય હત્યારાઓને જેલ હવાલે કર્યા છે. સાબરકાંઠાના હિમતનગર તાલુકાના હાજીપુર નજીક હાથમતી કેનાલમાંથી પાંચ દિવસ અગાઉ એક યુવકની લાશ મળી હતી. જેને લઈને એ ડીવીઝન પોલીસે ઘટના સ્થળે આવી અજાણ્યા યુવકની લાશ બહાર કાઢી હિમતનગર સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. તો બીજી તરફ અકસ્માતે મોતનો ગુનો નોધી વાલીવારસોની શોધખોળ હાથ ધરી હતી.

Updated By: Nov 8, 2020, 08:40 PM IST
હિંમતનગરમાં પરણિતાએ યુવકને ખેતરમાં બોલાવ્યો કહ્યું, ખેતરમાં મજા કરીશું, બીજા દિવસે મળી લાશ
પ્રતિકાત્મક તસવીર

શૈલેષ ચૌહાણ/હિમતનગર: શહેરના હાજીપુર નજીક કેનાલમાંથી મળેલી અજાણી યુવકની લાશનો ભેદ ઉકેલાયો છે. એક તરફી પ્રેમમાં યુવકની ગળું દબાવી હત્યા કરી નાખી હતી. પોલીસે તપાસ હાથ ધરતા હત્યા કરનારા ત્રણ જણા સામે હત્યાનો ગુનો નોધી ત્રણેય હત્યારાઓને જેલ હવાલે કર્યા છે. સાબરકાંઠાના હિમતનગર તાલુકાના હાજીપુર નજીક હાથમતી કેનાલમાંથી પાંચ દિવસ અગાઉ એક યુવકની લાશ મળી હતી. જેને લઈને એ ડીવીઝન પોલીસે ઘટના સ્થળે આવી અજાણ્યા યુવકની લાશ બહાર કાઢી હિમતનગર સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. તો બીજી તરફ અકસ્માતે મોતનો ગુનો નોધી વાલીવારસોની શોધખોળ હાથ ધરી હતી.

GUJARAT CORONA UPDATE: નવા 819 દર્દી, 1020 રિકવર થયા, 7 લોકોનાં નિપજ્યાં મોત

તો પોસ્ટમોર્ટમમાં પ્રાથમિક કારણ ગળું દબાવી હત્યા કર્યાનું બહાર આવ્યું હતું. તો પોલીસે આ તરફ અજણ્યા યુવકની લાશની ઓળખ પ્રસ્થાપિત કરી લીધી હતી. તે મૃત યુવક હતો એ તલોદના સાગપુર ગામનો હતો. જેને લઈને ઓળખ બાદ પોલીસે હત્યાને લઈને તપાસ હાથ ધરી હતી. તો યુવકની હત્યા એક તરફી પ્રેમમાં થઇ હોવાનું બહાર આવ્યું હતું. મૃતકના ભાઈની ફરિયાદ આધારે એ -ડીવીઝન પોલીસે હત્યા કરનારા ત્રણ સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

પ્રશાંત ઉપાધ્યાય યુવતીઓને મસાજ કરવા બોલાવતો અંદર અને પછી આ રીતે આચરતો કામલીલા

તલોદના સાગપુરમાં યુવક એક યુવતી સાથે પ્રેમમાં હતો, ત્યારબાદ એક તરફી પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું. યુવતીએ સાગપુરથી યુવકને ફોન કરી હિમતનગરના દલપુર પાસે એક ફેક્ટરી પાસે મળવા બોલાવ્યો હતો. યુવક ત્યાં આવ્યો ત્યારે યુવતીના પતિ, સંબધી અને મિત્રએ સાથે મળી મળવા આવેલ યુવકનું ગળું દબાવી દીધું હતું. યુવક જીતેન્દ્રસિંહનું મોત નીપજ્યા બાદ યુવકની બાઈક પર તેની લાશને પકડીને હાજીપુર નજીક કેનાલમાં ફેકી દઈને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ તો એ ડીવીઝન પોલીસે એક તરફી પ્રેમમાં હત્યા કરનારા યુવતીના પતિ સહીત ત્રણની ધરપકડ કરી છે. એક તરફી પ્રેમમાં થયેલ યુવકની હત્યા પ્રકરણમાં યુવતીનો રોલ શું તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube