ભારતીય ટીમ માટે વર્લ્ડકપ જીતનાર ખેલાડી હાલ કરે છે કડીયાકામ, રમતની આંચકાજનક વાસ્તવિકતા
અંતરીયાળ વિસ્તારનો એક બ્લાઈન્ડ ખેલાડી જે ટીમ ઈન્ડીયા માટે વર્લ્ડ કપ સહીત અનેક ક્રિકેટ મેચો રમી ચૂક્યો છે. પરંતુ તેનો પરિવાર આજે પણ એક સાદુ જીવન જીવે છે ત્યારે વર્લ્ડ રમેલા આ ક્રિકેટરને આજે પણ સરકાર દ્વારા નોકરી ન અપાતા કડીયા કામ કરવા માટે મજબુર બન્યો છે. સરકાર ખેલમહાકુંભ જેવા અનેક કાર્યક્રમો કરી રહી છે અને તેના થકી રાજયના અંતરીયાળ વિસ્તારોમાંથી અનેક ખેલાડીઓ હાલ વિશ્વ ફલક પર ચમકી રહ્યા છે. દેશ અને દુનિયામાં રાજય તેમજ દેશનુ નામ રોશન કરી રહ્યા છે.
Trending Photos
સ્નેહલ પટેલ/નવસારી : અંતરીયાળ વિસ્તારનો એક બ્લાઈન્ડ ખેલાડી જે ટીમ ઈન્ડીયા માટે વર્લ્ડ કપ સહીત અનેક ક્રિકેટ મેચો રમી ચૂક્યો છે. પરંતુ તેનો પરિવાર આજે પણ એક સાદુ જીવન જીવે છે ત્યારે વર્લ્ડ રમેલા આ ક્રિકેટરને આજે પણ સરકાર દ્વારા નોકરી ન અપાતા કડીયા કામ કરવા માટે મજબુર બન્યો છે. સરકાર ખેલમહાકુંભ જેવા અનેક કાર્યક્રમો કરી રહી છે અને તેના થકી રાજયના અંતરીયાળ વિસ્તારોમાંથી અનેક ખેલાડીઓ હાલ વિશ્વ ફલક પર ચમકી રહ્યા છે. દેશ અને દુનિયામાં રાજય તેમજ દેશનુ નામ રોશન કરી રહ્યા છે.
જેમાં કેટલાક ખેલાડીઓની આજે પણ હાલત દયનીય થવા પામી છે. નવસારીના આદિવાસી તાલુકા તરીકે જાણીતા વાંસદા તાલુકાના અંતરીયાળ ગામ એવા ખાટાઆંબા ગામે રહેતા. નરેશ ટુમડા જે પોતે બ્લાઈન્ડ હોય અને ક્રિકેટ રમવાનો શોખ ધરાવતો હોય. જે અંધજન શાળામાં અભ્યાસ અર્થે ગયો ત્યાં કેટલાક બ્લાઈન્ડ લોકોને ક્રિકેટ રમતા જોયા અને પોતે પણ આ ક્રિકેટ રમવા લાગ્યો. જ્યાંથી તે વલસાડ ખાતે પ્રથમ ક્રિકેટ મેચ રમ્યો જ્યાંથી ખેલમહાકુંભ માં રમવા ગયો. જ્યાં આગળ વધતા વધતા અંતે ગુજરાત બ્લાઈન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા તેની પસંદગી કરવામાં આવી.
(મજુરી કરવા માટે મજબુર થયેલો ડોક્ટર)
જ્યાંથી તે આજે ઈન્ડીયા બ્લાઈન્ડ ક્રિકેટ ટીમનો સ્થાન પ્રાપ્ત કર્યુ અને તે ટીમ ઈન્ડીયામાંથી અનેક ટુર્નામેન્ટમાં રમી ચૂક્યો છે. જેમાં ઈન્ડીયાની બ્લાઈન્ડ ક્રિકેટ ટીમ પાકિસ્તાન સામે ૨૦૧૮ માં વર્લ્ડ કપ રમાયો હતો એ ટીમમાં પણ એને સામેલ કરવામાં આવ્યો હતો. જે વર્લ્ડ કપ પણ ટીમ ઈન્ડીયાએ જીત્યો હતો. આ નરેશ ટુમડા અનેક વાર મેન ઓફ ધ મેચ પણ બન્યો છે. ત્યારે આજે પણ આ ખેલાડી અને તેનો પરિવાર સામાન્ય જીવન જીવે છે. અને ખેતી પર જ પોતાનુ જીવન ગુજરાન કરે છે. આ ખેલાડીનુ ઘર આજે પણ એકદમ કાચુ છે. તેના કાચા મકાનના દરવાજાની બાજુમાં પોતાની ટીમ સાથેના ના ફોટા પણ મુક્યા છે. ત્યારે આ ૨૦૧૮માં વર્લ્ડ કપમાં શાનદાર જીત મેળવ્યા બાદ અનેક વાર મુખ્યમંત્રીને મળી ને નોકરીનીમાંગ કરી છે. તેમછતાં આજદિન સુધી આ ક્રિકેટરને નોકરી મળી નથી ત્યારે આ ક્રિકેટર કડીયાકામ કરવા માટે મજબુર બન્યો છે.અને સરકાર પાસે નોકરીની આશ લઈને બેઠો છે.
નરેશ ટુમડાની સિદ્ધી થી તેની માતા,પિતા,બહેન સહિત પુરો પરિવાર અને ગામ લોકો પણ ગર્વ અનુભવે છે.પરંતુ તેની જે નોકરીની માંગ છે એ સરકાર સ્વિકારે તેવી જ માંગ તેનો પરિવાર કરી રહ્યો છે. સરકાર એક તરફ રોજગારીની વાતો કરી રહી છે ત્યારે દેશમાટે રમેલા આ બ્લાઈન્ડ ક્રિકેટરે દેશને તો વર્લ્ડ કપ અપાવ્યો પણ સરકાર તેને નોકરી ન આપી શકતા આ ક્રિકેટર ઈન્ડિયા ની ટીશર્ટ પહેરીને મજુરી કામ કરવા માટે મજબુર બન્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે