સોનુ ભરેલો કરોડો રૂપિયાની કિંમતનો ઘડો મહિલાએ 4 લાખમાં ખરીદી તો લીધો પણ લક્ષ્મીજી થયા નારાજ

શહેરમાં ફરી એક વખત લોકોને છેતરતી ગેંગો સક્રિય થઈ રહી છે. દિવાળી આવતાની સાથે સોસાયટીઓમાં મહિલાઓ કોઈને કોઈ બહાને આવી ચિટિંગ કરતી હોય છે. ત્યાં સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં સોનાના નામે પિત્તળ પધરાવનાર એક મહિલા ઝડપાઈ છે. 3.14 લાખ કબજે, નકલી સોનું પણ તપાસ માટે કબજે લેવાયું છે. હાલ તો પોલીસ સમગ્ર મુદ્દે તપાસ ચલાવી રહી છે.
સોનુ ભરેલો કરોડો રૂપિયાની કિંમતનો ઘડો મહિલાએ 4 લાખમાં ખરીદી તો લીધો પણ લક્ષ્મીજી થયા નારાજ

સુરત : શહેરમાં ફરી એક વખત લોકોને છેતરતી ગેંગો સક્રિય થઈ રહી છે. દિવાળી આવતાની સાથે સોસાયટીઓમાં મહિલાઓ કોઈને કોઈ બહાને આવી ચિટિંગ કરતી હોય છે. ત્યાં સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં સોનાના નામે પિત્તળ પધરાવનાર એક મહિલા ઝડપાઈ છે. 3.14 લાખ કબજે, નકલી સોનું પણ તપાસ માટે કબજે લેવાયું છે. હાલ તો પોલીસ સમગ્ર મુદ્દે તપાસ ચલાવી રહી છે.

દિવાળી અને બીજા તહેવારો નજીક આવતાની સાથે શહેરમાં મહિલા ચિટિંગ કરતી ગેંગ સક્રિય થતી હોય છે, ત્યારે સુરતમાં પણ નોકરાણી કે પછી કોઈને કોઈ બહાને સોસાયટીમાં જોઈને ઘરમાં કોઈ ન હોય ત્યારે ધરમાંથી હાથ ફેરો કરી ફરાર થઈ જતી હોય છે. આવો જ એક બનાવ સુરતના કાપોદ્રા વિસ્તારમાં બનાવ બનવા પામ્યો છે કારણ કે ઉમરા અનેં ખટોદરા વિસ્તારમાં પણ આવી રીતેજ મહિલાઓ નોકરાણી તરીકે રહી ધરમાંથી દાગીના અને રોકડ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી ત્યાં કાપોદ્રામાં પિતળની બિસ્કિટની ખરા સોનાની બિસ્કીટ કહીને ૪.૨૦ લાખ રૂપિયાની વેચીને છેતરપિંડી કરનારી બે પૈકી એક રેખા કિરણ ઉગરેજિયાની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે. 

ભાવનગરના ઉમરાળાના લંગાળામાં રહેતા અને ખેતીકામ કરતા ધીરુભાઈ માંગુકીયાના ૪૫ વર્ષીય પત્ની હંસાબેન સુરતમાં કાપોદ્રા જવાહરનગર રોડ નીલકંઠ સોસાયટીમાં પુત્રી અને પુત્ર રાજ સાથે રહે છે. તેમની સોસાયટીમાં છેલ્લા બે વર્ષથી ઘી વેચવા આવતી 30 થી 35 વર્ષની બે અજાણી મહિલા ગત રવિવારે આવી હતી. બંનેએ સોનાના બિસ્કીટ જેવા ત્રણ-ચાર ટુકડા બતાવી હંસાબેનને પૂછ્યું હતું કે આ સાચા છે? હંસાબેને સોનીને બતાવીએ તો ખબર પડે તેમ કહી ટુકડા ક્યાંથી મળ્યા? તેમ પૂછતાં બંનેએ વગડામાં અમારા ઝૂંપડાની બાજુમાં ઘી બનાવવા માટે ખાડો ખોદયો ત્યારે માટીના ઘડામાંથી ટુકડા મળ્યાનું જણાવ્યું હતું. બંને મહિલા હંસાબેનને સોનાનો એક ટુકડો આપી સોનીને બતાવવાનું કહી બે દિવસ બાદ પાછા આવીશું કહી ચાલી ગઈ હતી. 

હંસાબેને સોનીને ટુકડો બતાવતા તે સાચો હતો. બે દિવસ બાદ બંને મહિલા આવી હતી અને હંસાબેન પાસે ટુકડો સાચો છે કે ખોટો તે જાણી ટુકડો લઈ ચાલી ગઈ હતી. બીજા દિવસે સવારે 11.30 વાગ્યે હંસાબેન અને તેમની પુત્રી માધવી ઘરે હાજર હતા ત્યારે બંને ફરી આવી હતી અને સોનાના ટુકડા તમારે લેવા છે? 250 ગ્રામ સોનું છે, અત્યારના ભાવ મુજબ રૂ.4.20 લાખ થાય છે, તમે જે આપશો તે લઈ લેશું કહેતા હંસાબેને જમાઈ વિશાલ કલ્યાણભાઈ ગાબાણીને ફોન કરી બધી વાત કરી તેની પાસે પૈસા મંગાવી રૂ.4.20 લાખ બંને મહિલાને આપતા તે પૈસા લઈ ચાલી ગઈ હતી.થોડીવાર બાદ હંસાબેન નજીકની સોનીની દુકાને ગયા હતા અને ટુકડા બતાવતા તે ડુપ્લીકેટ હોવાનું સોનીએ જણાવ્યું હતું. પોતાની સાથે સસ્તામાં સોનું આપવાના બહાને છેતરપિંડી કરનાર બંને મહિલા વિરુદ્ધ હંસાબેને  કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી જેમાં બે પૈકી એક રેખા કિરણ ઉગરેજિયાની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news