માતા પોતાની પુત્રીની ચોપડીઓ લેવા ધાબે ગઇ તો પાડોશી અર્ધનગ્ન હાલતમાં હતો અને

માતા પુત્રીની ચોપડીઓ લેવા ધાબે ગઇ અને પાડોશીએ અર્ધ નગ્ન હાલતમાં કર્યું ન કરવાનું કામ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેમના પાડોશી યુવક સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાની પુત્રી ધાબે વાંચતી હતી ત્યારે એક પાડોશી યુવક ધાબે આવી ગયો હતો જેથી તે નીચે આવી ગઇ હતી. માતાને જાણ થતાં પુત્રીના ચોપડા લેવા ઉપર ગઇ હતી. ત્યારે પાડોશી વિકૃત યુવક ત્યાં અર્ધ નગ્ન હાલતમાં બેઠો હતો. આ હાલતમાં જોઇને મહિલા સ્તબ્ધ થઇ ગઇ હતી. બાદમાં આ શખ્સે બિભત્સ ચેનચાળા કરી બિભત્સ ઇશારાઓ કરતા મહિલા નીચે દોડી આવી હતી અને પરિવારને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

Updated By: Jan 20, 2020, 10:36 PM IST
માતા પોતાની પુત્રીની ચોપડીઓ લેવા ધાબે ગઇ તો પાડોશી અર્ધનગ્ન હાલતમાં હતો અને

ઉદય રંજન/અમદાવાદ : માતા પુત્રીની ચોપડીઓ લેવા ધાબે ગઇ અને પાડોશીએ અર્ધ નગ્ન હાલતમાં કર્યું ન કરવાનું કામ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેમના પાડોશી યુવક સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાની પુત્રી ધાબે વાંચતી હતી ત્યારે એક પાડોશી યુવક ધાબે આવી ગયો હતો જેથી તે નીચે આવી ગઇ હતી. માતાને જાણ થતાં પુત્રીના ચોપડા લેવા ઉપર ગઇ હતી. ત્યારે પાડોશી વિકૃત યુવક ત્યાં અર્ધ નગ્ન હાલતમાં બેઠો હતો. આ હાલતમાં જોઇને મહિલા સ્તબ્ધ થઇ ગઇ હતી. બાદમાં આ શખ્સે બિભત્સ ચેનચાળા કરી બિભત્સ ઇશારાઓ કરતા મહિલા નીચે દોડી આવી હતી અને પરિવારને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

પરણીતાને પાડોશી સાથે આંખ મળી ગઇ અને પ્રેમી સાથે મળીને કરી નાખ્યો મોટો કાંડ

ચાંદલોડિયામાં આવેલા એક ફ્લેટમાં 35 વર્ષીય મહિલા તેના પરિવાર સાથે રહે છે. પતિ છુટક મજૂરી કામ કરે છે અને દીકરી રાણીપની એક શાળામાં અભ્યાસ કરે છે અને તેના બે પુત્રો પણ અભ્યાસ કરે છે. રવિવારે ઠંડીને કારણે તેમની પુત્રી ધાબે ભણવા ગઇ હતી. તે તેનો અભ્યાસ કરતી હતી ત્યારે જીતુભાઇ નામનો સ્થાનિક રહીશ ધાબે આવી ગયો હતો. જેથી આ વિદ્યાર્થીની નીચે ઘરે જતી રહી હતી. તેની માતાએ કેમ નીચે આવી તેમ પૂછતા તેણે કહ્યું કે પેલા જીતુભાઇ ધાબે આવી ગયા છે એટલે ચોપડા ઉપર મૂકીને નીચે આવી ગઇ છે. તે જશે બાદમાં તે ચોપડા લઇ આવશે. બાદમાં વિદ્યાર્થીની માતા ધાબે પુત્રીના ચોપડા લેવા ગઇ હતી.

તારીખ 20-01-2020 અને સમય 20.20.20 વાગ્યે સર્જાયો અનોખો સંયોગ

જો કે મહિલા ધાબે પહોંચી ત્યારે જીતુ નામનો શખ્સ પેન્ટ અને અન્ડરવિયર કાઢીને ધાબે બેઠો હતો. તે કેમ આમ અહીં બેઠો છે તેમ પૂછતા આ જીતુ નામના શખ્સે ગુપ્તાંગ પર હાથ ફેરવી મહિલાને બિભત્સ ઇશારા અને છેડતી કરી હતી. મહિલાએ તાત્કાલિક ઘરે ભાગી જઇ તેના પરિવારને જાણ કરતા પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કરતા તમામ લોકોએ સોલા પોલીસને જાણ કરી હતી. પોલીસે ત્યાં પહોંચી મહિલાની જીતુ નામના શખ્સ સામે ફરિયાદ નોંધી હતી. પોલીસે આઇપીસી 354એ, 294બી, 323 મુજબ ગુનો નોંધી આરોપી સામે કાર્યવાહી કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube