યુવાન

Corona LIVE : શિહોરના 10 લોકો વડોદરા ગયા, 20 વર્ષીય યુવક પોઝિટિવ આવ્યો

રાજકોટમાં એક પછી એક કોરોના પોઝિટિવ આવવા લાગ્યા છે. રાજકોટની સર ટી હોસ્પિટલ ખાતે સેમ્પલ પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યો હતો. જેમાં શિહોરનાં એક વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કુલ 18 સેમ્પલ મોકલાયા હતા જે પૈકી એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 17 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર 10 વ્યક્તિઓ વડોદરા નાગરવાડા ગયા હતા. તેના સેમ્પલ લઇને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા. શિહોરના જલુના ચોકમાં રહેતા યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જેના પગલે પરિવારજનોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

Apr 14, 2020, 01:14 AM IST

વડોદરામાં વિધર્મી યુવકે પીડિતાનો સંસાર બગાડ્યો, છુટાછેડા કરાવી બિભત્સ વીડિયો ઉતાર્યો અને...

ગુજરાતમાં એવા કેટલાય કિસ્સા છે એક ભૂલ માણસની જિંદગી બદલી નાખે છે. વડોદરાના ડભોઇ ખાતે એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે, કેટલાય પ્રેમીઓની આંખ ઉઘાડી શકે છે. ડભોઇ નગરના લઘુમતી કોમના યુવાને પરણિતા પર વારંવાર દુષ્કર્મ આચરતા કંટાળેલી પરિણીતા ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી છે. ડભોઇ નગરના એક ફળિયામાં રહેતી પીડિતાને ડભોઇના વિધર્મી યુવાન સાથે લગ્ન પહેલા સંબંધ બંધાયા હતા. આ બંને પ્રેમીઓ રોજિંદા પણે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમ ભરી વાર્તાલાપ કરતા હતા, સાથોસાથ સાથે જીવવા મરવાની કસમ ખાનાર આ બંને પ્રેમીઓ આજે પેટ ભરીને પસ્તાય છે. ડભોઇમાં રહેતી પીડિતાના તારીખ 28 ના રોજ હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન થયા હતા. જેને લઇ પીડિતા સંબંધ પર પૂર્ણવિરામ મૂકવા માંગતી હતી. જો કે પ્રેમમાં પાગલ બનેલા આરોપી મોહમ્મદ પિરુ વાણીયાવાલાને મંજૂર ન હતું.

Mar 14, 2020, 12:14 AM IST

મોજશોખ પુરા કરવા માટે વાહનોની લગાવી દીધી લાઇન, પણ વાહનો હતા ચોરીના...

આજકાલના યુવાનો ઈમાનદારી અને મહેનતથી રૂપિયા કમાવવાના બદલે શોર્ટકટથી રૂપિયા કમાવવાની લાલચે ગુનાખોરીના રવાડે ચઢી જતા હોય છે.

Mar 12, 2020, 07:38 PM IST
Surat City Bus Crushed A Man PT1M46S

સુરતમાં ચાલુ બસે ચઢવા જતા આધેડના પગ પર ફરી વળી સિટી બસ

સુરતમાં સિટી બસ દ્વારા અકસ્માત સર્જ્યો. રેલ્વે સ્ટેશન પાસે ચાલુ બસે ચઢવા આધેડ બસમાંથી પડી ગયા હતો. આધેડના બન્ને પગ પરથી બસના ટાયર ફરી વળ્યા હતા. ઈજાગ્રસ્ત આધેડને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Feb 28, 2020, 10:10 PM IST
Youth Suicide Attempt Due To Usurer In Surat PT5M22S

સુરતમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો આપઘાત

સુરતના કાપોદ્રા વિસ્તારમાં વ્યાજખોરના ત્રાસને લઈને એક યુવાને આપઘાત કર્યો. બે દિવસ પહેલા હીરાના વ્યવસાય સાથે જોડાયેલ જીતેન્દ્ર કાતરોડીયા સુસાઈટ નોટ લખી આપઘાત કર્યો. દેનદારો દ્વારા રૂપિયાના બદલામાં મકાન લખાવી લીધા બાદ પણ કરવાં પઠાની ઉઘરાણી આવતી હતી.

Feb 28, 2020, 06:15 PM IST

ભરૂચ : 7 દિવસથી કોમામાં રહેલો યુવાનનું મોત, ઘટના છે ચોંકાવનારી

એક અઠવાડિયા પહેલા ત્રણ ઈસમોએ ભેગા મળી આ યુવાનને માર માર્યો હતો. માથાના ભાગે ગંભીર ઇજાઓના કારણે ભરૂચની વેકફેર હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત યુવાને આજરોજ સારવાર દરમ્યાન દમ તોડ્યો હતો

Feb 19, 2020, 09:04 PM IST

ગોંડલ: બનેવીએ સાળાનાં દારૂમાં ઝેર પીવડાવીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો

ગોંડલમાં સગા બનેવીએ જ સાળાને મારવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. ગોંડલ સિટી પોલીસ અનુસાર સગા બનેવીએ જ પોતાનાં સાળાની પત્ની સાથે અનૈતિક સંબંધો બંધાયા હતા. જેથી આડખીલીરૂપ સાળાને મારી નાખવા માટે દારૂમાં ઝેર ભેળવીને તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે સદનસીબે યુવાન બચી ગયો હતો. અનૈતિક સંબંધનો ભાંડો ફુટી ગયો હતો. 

Feb 17, 2020, 10:49 PM IST

પોતાની પરણિત પ્રેમિકાને મળવા ગયેલો યુવાન કુવામાંથી મળ્યો, કારણ છે ચોંકાવનારુ

ચિચોડ ગામમા એક કુવામાથી ગામનાં જ એક યુવાનનો હાથ-પગ બાંધેલી હાલતમા મ્રુતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ચાર દીવસથી ઘરેથી નિકળ્યા બાદ પરત ન ફરેલા યુવાન મુકેશ રાઠવાનો મૃતદેહ મળતા ગામમા ચકચાર મચી ચુકી છે. મુકેશ રાઠવાની હત્યાના સગડ મેળવવા પોલિસે હાથ ધરેલી તપાસમાં પોલિસને પણ ચોંકાવનારી વિગતો મળી હતી. પોલિસ તપાસમાં સામે આવ્યુ કે, ચાર વર્ષ પુર્વે મુકેશ રાઠવાની તેનાજ મોટા કાકાના દીકરા શંતિલાલની પત્ની સાથે આંખો મળી ગઇ અને મુકેશ રાઠવાએ ત્રણ સંતાનોની માતા એવી પોતાની કૌટુમ્બિક ભાભી સાથે અનૈતિક સમ્બંધ બનાવ્યો. પરંતુ મુકેશના તેની ભાભી સાથેના આ અનૈતિક સમ્બંધો છુપા ન રહ્યા અને પરિવારના લોકો સામે તેમની આવાત ખુલી ગઇ. પોતાના પ્રેમ સંબંધોની બધાને જાણ થતા મુકેશ પોતાની પરિણિત પ્રેમિકાને લઇ કાઠ્યાવાડ તરફ જતો રહ્યો. ત્યાં જ પોતાની પ્રેમિકાને સાથે રાખી મંજુરી કરી પોતાનુ ગુજરાન ચલાવતો રહ્યો. 

Feb 2, 2020, 11:58 PM IST

અમદાવાદ: શાહીબાગની સુંદર યુવતી સાથે હતા 5 વર્ષથી સંબંધ જો કે અચાનક...

શાહીબાગમાં રહેતી યુવતી સાથે તેના જ પ્રેમીએ શરીર સંબંધ બાંધી તેના ફોટા અને વિડીયો મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી તેને વાયરલ કરવાની ધમકી આપ્યાની ફરિયાદ શાહીબાગ પોલીસ મથકે નોધવામાં આવી છે. યુવતીની ફરિયાદના આધારે શાહીબાગ પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી છે. શાહીબાગમાં રહેતી એક યુવતીને તેના વિસ્તારમાં જ રહેતા એક યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. બંને વચ્ચે પાંચ વર્ષ સુધી પ્રેમ રહ્યો હતો. જો કે થોડાક દિવસો અગાઉ યુવતીની અન્ય યુવક સાથે સગાઇ થઇ ગઈ હતી. 

Jan 26, 2020, 09:48 PM IST

સુરત: પોલીસ બાદ હોમગાર્ડની પણ દાદાગીરી સામે આવી, યુવકને ઢોર માર માર્યો

સુરતમાં હોમગાર્ડ જવાનો ની ગુંડાગર્દી સામે આવી છે. કામેથી પગાર લઈ ઘરે પરત ફરી રહેલા યુવકને ચોર સમજી ઢોર માર મારી લૂંટી લેવામાં આવ્યો હતો. મારનો ભોગ બનેલા યુવકને સ્થાનિક વ્યક્તિ દ્વારા સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે હોમગાર્ડ જવાનોની ગુંડાગર્દી અંગે ફરિયાદ કરવા ગયેલા યુવકને સ્થાનિક પોલીસ દ્વારા ઉદ્ધતાઈભર્યુ વર્તન કરી તગેડી મૂકવામાં આવ્યો હોવાના આરોપ પણ થયા છે. આ ઘટના ના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે,જેમાં હોમગાર્ડ ના જવાનો યુવકને ફટકારતા નજરે પડે પડે છે.

Jan 25, 2020, 05:11 PM IST

મુંબઇ જવા નિકળેલો યુવક ટ્રેનનો અવાજ સાંભલી સાબરમતીમાં પડ્યો, પિલ્લ પર ચડ્યો અને...

સાબરમતી ડી-કેબિન વિસ્તારમાં મામાના ઘરેથી કાલુપુર રેલવે સ્ટેશન જવા નીકળેલો અર્જુન આદિ દ્રવિડ નામનો યુવક મોડી રાતે સાબરમતી કેશવનગર રેલવે ઓવરબ્રિજ પરથી ટ્રેનની વ્હિસલ સાંભળી ડરી નદીમાં પડ્યો હતો. તેણે એક કલાક સુધી મદદ માટે બુમો પાડી હતી, પરંતુ કોઈ મદદે ન આવ્યું નહોતું. છેવટે તેણે પલળેલી હાલત અને કડકડતી ઠંડી અને પવનના સુસવાટા વચ્ચે નદીની વચ્ચે આવેલા પિલ્લર પર આખી રાત વિતાવી પડી હતી. 

Jan 21, 2020, 12:37 AM IST

રાજકોટ: સુખી સંપન્ને પરિવારનાં યુવાનની આત્મહત્યાનું કારણ અકબંધ, પોલીસ પણ ગુંચમા

રાજકોટ યુનિવર્સિટી રોડ પર નંદવીલેજ સોસાયટીમાં રહેતા દર્શન ચમનભાઇ રાણીપા નામનાં યુવાને પોતાના કારખાનામાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. રાધે નમકીન નામની ભાગીદારી પેઢી ચલાવતા હતા. ખેઢેરી સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વન-ડે મેચ નિહાળ્યા બાદ શુક્રવારે મોડી રાત્રે પગલું ભર્યું હતું. સુખી સંપન્ન પરિવારનાં પુત્રએ શા કારણથી જીવન ટુંકાવ્યું તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. પોલીસે કારખાનાનાં સીસીટીવી જોતા તેઓ રડી રહ્યા હોવાનું અને ત્યાર બાદ આંસુ લુંછતા જોવા મળ્યા હતા.

Jan 20, 2020, 11:14 PM IST

માતા પોતાની પુત્રીની ચોપડીઓ લેવા ધાબે ગઇ તો પાડોશી અર્ધનગ્ન હાલતમાં હતો અને

માતા પુત્રીની ચોપડીઓ લેવા ધાબે ગઇ અને પાડોશીએ અર્ધ નગ્ન હાલતમાં કર્યું ન કરવાનું કામ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેમના પાડોશી યુવક સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાની પુત્રી ધાબે વાંચતી હતી ત્યારે એક પાડોશી યુવક ધાબે આવી ગયો હતો જેથી તે નીચે આવી ગઇ હતી. માતાને જાણ થતાં પુત્રીના ચોપડા લેવા ઉપર ગઇ હતી. ત્યારે પાડોશી વિકૃત યુવક ત્યાં અર્ધ નગ્ન હાલતમાં બેઠો હતો. આ હાલતમાં જોઇને મહિલા સ્તબ્ધ થઇ ગઇ હતી. બાદમાં આ શખ્સે બિભત્સ ચેનચાળા કરી બિભત્સ ઇશારાઓ કરતા મહિલા નીચે દોડી આવી હતી અને પરિવારને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

Jan 20, 2020, 10:36 PM IST
Police Complaint File Against Acid Attack On Woman In Ahmedabad PT5M8S

અમદાવાદામાં યુવતી પર એસીડ ફેંકવાની ધમકી, નોંધાવી પોલીસ ફરિયાદ

અમદાવાદામાં યુવતી પર એસીડ ફેંકવાની ધમકીનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતી યુવતી પર એક યુવાન દ્વારા એસીડ ફેંકવાની ધમકી આપવામાં આવી છે. ત્યારે યુવતીએ આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.

Jan 13, 2020, 03:55 PM IST
Young Man Dead Body Was Found From Farm In Mahesana PT9M

મહેસાણાના દેઉસણાના ખેતરની ઓરડીમાંથી મળી યુવાનની લાશ

મહેસાણાના કડી તાલુકાના દેઉસણા ગામના ખેતરની ઓરડીમાથી યુવાનની લાશ મળી આવી હતી. યુવાનની લાશ પોતાના ખેતરની ઓરડીમા દાટેલી હાલતમા મળી હતી. આસપાસના વિસ્તારમાં દુર્ગંધ આવતા તપાસ કરતા લાશ મળી હતી. મૃતક યુવાન 30 ડિસેમ્બરના રોજથી ગુમ હતો. ઘટનાની જાણ થતાં કડી પોલીસ ઘટના સ્થળે પોહચી ગઇ હતી. FSL, ડોગ સ્કોડ બોલાવી હત્યાની આશંકા સાથે તપાસ હાથ ધરી હતી. મહેસાણા ડીવાયએસપી એલસીબી, એસઓજી ઘટના સ્થળે પહોંચી હતી. પત્ની એજ પતિની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Jan 5, 2020, 10:30 PM IST
Indian Citizenship Get 3 Pakistani Youngsters In Morbi PT2M26S

મોરબીમાં 3 પાકિસ્તાની યુવાનને મળી ભારતીય નાગરિકતા

મોરબીમાં 3 પાકિસ્તાની યુવાનને મળી ભારતીય નાગરિકતા

Dec 21, 2019, 04:50 PM IST