આ રહ્યું ભૂપેન્દ્ર પટેલનું નવુ મંત્રીમંડળ, આ સામાજીક અને રાજકીય ફેક્ટરના આધારે સોંપાશે જવાબદારી

ભૂપેન્દ્ર પટેલે રવિવારે નવા મુખ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળી લીધો છે. જ્યારે તેમના નામની જાહેરાત થઈ ત્યારે મોટાભાગના તમામ લોકો માટે આ સરપ્રાઈઝિંગ એલિમેન્ટ હતું. તેવું જ કઈ હવે મંત્રીમંડળમાં પણ નવા જૂની થાય તેવા એંધાણ લાગી રહ્યા છે. રૂપાણી સરકારના જૂના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી રૂપાણી સહિત 23 મંત્રીઓ હતા. ત્યારે, આ વખતેના મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યા ઓછી રહેશે. સાથે જ ગુજરાતના જૂના મંત્રીમંડળમાંથી 10થી 12 મંત્રીઓના પત્તા કપાઈ શકે છે. ત્યારે, તેમની સામે નવા અને યુવા ચહેરાઓને સ્થાન મળશે.

આ રહ્યું ભૂપેન્દ્ર પટેલનું નવુ મંત્રીમંડળ, આ સામાજીક અને રાજકીય ફેક્ટરના આધારે સોંપાશે જવાબદારી

* આ રહ્યું ગુજરાત નવા CM નું મંત્રીમંડળ, આ સામાજીક અને રાજકીય ફેક્ટરના આધારે સોંપાશે જવાબદારી
* નવા CM બાદ નવા મંત્રીમંડળમાં આ ચહેરાઓને મળશે સ્થાન, આ ફેક્ટરના આધારે સોંપાશે જવાબદારી

યશ કંસારા/અમદાવાદ : ભૂપેન્દ્ર પટેલે રવિવારે નવા મુખ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળી લીધો છે. જ્યારે તેમના નામની જાહેરાત થઈ ત્યારે મોટાભાગના તમામ લોકો માટે આ સરપ્રાઈઝિંગ એલિમેન્ટ હતું. તેવું જ કઈ હવે મંત્રીમંડળમાં પણ નવા જૂની થાય તેવા એંધાણ લાગી રહ્યા છે. રૂપાણી સરકારના જૂના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી રૂપાણી સહિત 23 મંત્રીઓ હતા. ત્યારે, આ વખતેના મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યા ઓછી રહેશે. સાથે જ ગુજરાતના જૂના મંત્રીમંડળમાંથી 10થી 12 મંત્રીઓના પત્તા કપાઈ શકે છે. ત્યારે, તેમની સામે નવા અને યુવા ચહેરાઓને સ્થાન મળશે.

અત્રે નોંધનીય છે કે, સરકારમાં નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની વરણી કરવામાં આવી અને જેટલું આશ્ચર્ય થયું તેટલું જ આશ્ચર્ય મંત્રીમંડળ મુદ્દે પણ થઇ શકે છે. હાઇકમાન્ડ અને અમિત શાહ સાથે બેક ટુ બેક મેરેથોન મુલાકાતો બાદ મંત્રીમંડળ પર મંથન થઇ ચુક્યું છે. કાલે ધારાસભ્ય દળની બેઠક બાદ આ નિર્ણય પર અંતિમ મહોર લાગી જશે. જો કે જેમને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે તેવા કેટલાક ચહેરાઓ પૈકી આ ચહેરાઓને સ્થાન મળી શકે છે. 

BHARUCH માં ગણેશજીના પંડાલ બહાર બે લોકો મળી આવ્યા, એકનું મોત, એક ઘાયલ
નવા સંભવિત મંત્રીઓ
દક્ષિણ ગુજરાત
1. હર્ષ સંઘવી ધારાસભ્ય મજૂરા
2. વી. ડી. ઝાલાવડિયા ધારાસભ્ય કામરેજ
3. ડાંગ ધારાસભ્ય વિજય પટેલ

ઉત્તર ગુજરાત
1. ઋષિકેશ પટેલ ધારાસભ્ય વિસનગર 
2. શશીકાંત પંડ્યા ધારાસભ્ય ડિસા
3. રાજેન્દ્રસિંહ ચાવડા ધારાસભ્ય હિંમતનગર 

સૌરાષ્ટ્ર
1. ડૉ. નીમાબેન આચાર્ય ધારાસભ્ય કચ્છ
2. જીતુભાઈ વાઘાણી ધારાસભ્ય ભાવનગર
3. ગોવિંદ પટેલ ધારાસભ્ય રાજકોટ
4. આત્મારામ પરમાર ધારાસભ્ય ગઢડા

મધ્ય ગુજરાત
1. મયુર રાવલ ધારાસભ્ય ખંભાત
2. રાજેન્દ્ર ત્રિવેદી ધારાસભ્ય રાવપુરા
3. પંકજ દેસાઈ ધારાસભ્ય નડિયાદ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news