અમદાવાદ બની રહ્યુ છે ડ્રગ્સનું હબ? MUMBAI થી ડિલીવરી કરવા આવેલા 2 ઝડપાયા

યુવાધનને બરબાદ કરતો ડ્રગ્સ એટલે એમડી ડ્રગ્સ. શહેરમાં હાલ પણ યુવક યુવતીઓ ડ્રગ્સના નશામાં જ છે. જે આ પકડાયેલા ડ્રગ્સ અને ડ્રગ્સ ડીલર પરથી સાબિત થાય છે. શહેરમાં ગઈકાલે એમડી ડ્રગ્સ અને તેના સોદાગરોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. દાણીલીમડા પોલીસે બાતમીના આધારે મુંબઈના બે ડ્રગ્સ ડિલરોને અને અમદાવાદના એક યુવક સહિત ત્રણ આરોપીઓને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે.

અમદાવાદ બની રહ્યુ છે ડ્રગ્સનું હબ? MUMBAI થી ડિલીવરી કરવા આવેલા 2 ઝડપાયા

જાવેદ સૈયદ/અમદાવાદ : યુવાધનને બરબાદ કરતો ડ્રગ્સ એટલે એમડી ડ્રગ્સ. શહેરમાં હાલ પણ યુવક યુવતીઓ ડ્રગ્સના નશામાં જ છે. જે આ પકડાયેલા ડ્રગ્સ અને ડ્રગ્સ ડીલર પરથી સાબિત થાય છે. શહેરમાં ગઈકાલે એમડી ડ્રગ્સ અને તેના સોદાગરોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. દાણીલીમડા પોલીસે બાતમીના આધારે મુંબઈના બે ડ્રગ્સ ડિલરોને અને અમદાવાદના એક યુવક સહિત ત્રણ આરોપીઓને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે.

શહેરમાં ફરી ડ્રગ્સ માફિયાઓ બેફામ થયા છે અને બેફામ રીતે શહેરમાં ડ્રગ્સનો કારોબાર કરી રહ્યા છે. ત્યારે દાણીલીમડા પોલીસે બાતમીના આધારે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. મુંબઇનો ઈરફાન અને સર્જીલ અમદાવાદના દાણીલીમડામાં રેહતો અને એમડી અને એમડી ડ્રગ્સનો કારોબાર કરતો રઝીન સૈયદે આ ડ્રગ્સ ડિલરો પાસે મુંબઈથી ડ્રગ્સ વેચાણ માટે મંગાવ્યો હતો. જે પૈકી ગઈકાલે રાત્રે બંને ડ્રગ્સ ડિલરો રઝીંનને ડિલિવરી આપવા દાણીલીમડામાં આવેલી હોટલ માલવા પાસે આવ્યા હતા. જ્યાં વૉચમાં રહેલી પોલીસે આરોપીઓને ડીલ કરતા રંગેહાથ ઝડપી લીધા હતા.

મુંબઈના ડ્રગ્સ ડીલર ઈરફાન અને સર્જીલ અમદાવાદમાં અગાઉ પણ અનેક ડ્રગ્સ ડિલરોને એમડી ડ્રગ્સ સપ્લાય કરી ચુક્યા છે. હાલ બંને આરોપીઓની પોલીસ પૂછપરછ કરી રહી છે કે તેમણે આ અગાઉ શહેરના કયા ક્યા ડ્રગ્સ ડિલરોને એમડી આપ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news