આ ટ્રેનો ડાયવર્ટ રૂટ ઉપર દોડશે તો ગાંધીનગર અને કલોલ રેલ્વે ક્રોસિંગ રહેશે બંધ
ઉત્તર પશ્ચિમ રેલ્વે (Railway) ના અજમેર મંડળના મદાર-મારવાડ સેક્શન પર બમણીકરણ કાર્યને કારણે અમદાવાદ-ગ્વાલિયર, ભુજ-બરેલી, પોરબંદર-દિલ્હી સરાય રોહિલા, ઓખા-દહેરાદૂન અને બાંદ્રા ટર્મિનસ-શ્રીગંગાનગર સ્પેશિયલ ટ્રેનો ડાયવર્ટ રૂટથી ચાલશે.
Trending Photos
અમદાવાદ: ઉત્તર પશ્ચિમ રેલ્વે (Railway) ના અજમેર મંડળના મદાર-મારવાડ સેક્શન પર બમણીકરણ કાર્યને કારણે અમદાવાદ-ગ્વાલિયર, ભુજ-બરેલી, પોરબંદર-દિલ્હી સરાય રોહિલા, ઓખા-દહેરાદૂન અને બાંદ્રા ટર્મિનસ-શ્રીગંગાનગર સ્પેશિયલ ટ્રેનો ડાયવર્ટ રૂટથી ચાલશે. તો અમદાવાદ (Ahmedabad) ડિવિઝન પર કલોલ - આદરજ મોતી રેલખંડ વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નં. 06 કિમી 6 / 14-15 ઓવર હોલિંગના કાર્ય માટે 21 માર્ચ 2021 ના રોજ સવારે 08:00 વાગ્યે થી 22 માર્ચ 2021 ના 20:00 વાગ્યે (02 દિવસ) સુધી બંધ રહેશે. માર્ગ વપરાશકર્તા આ સમયગાળા દરમિયાન આદરજ મોતીન અને ગાંધીનગર વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નં. 07 કિમી.08 / 3-4 નો ઉપયોગ કરી શકે છે.
અમદાવાદ (Ahmedabad) ડિવિઝન પર આદરજ મોતી-ગાંધીનગર (Gandhinagar) રેલખંડ વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નં. 07 કિમી 8 / 3-4 ઓવર હોલિંગના કાર્ય માટે 19 માર્ચ 2021 ના રોજ સવારે 08:00 વાગ્યે થી 20 માર્ચ 2021 ના 20:00 વાગ્યે (02 દિવસ) સુધી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન કલોલ અને આદરજ મોતીની વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નં. 06 કિમી.06 / 14-15 નો ઉપયોગ કરી શકે છે.
જેની વિગતો નીચે મુજબ છે: -
1. ટ્રેન નંબર 02248 અમદાવાદ - ગ્વાલિયર સ્પેશિયલ તારીખ 19 માર્ચ, 2021 ના રોજ ડાયવર્ટ માર્ગ મારવાડ જંકશન, જોધપુર, મેડતા રોડ અને ફુલેરા થઈને ચાલશે.
2. ટ્રેન નંબર 04312 ભુજ - બરેલી સ્પેશિયલ તારીખ 19 માર્ચ, 2021 ના રોજ ડાયવર્ટ માર્ગ મારવાડ જંકશન, જોધપુર, મેડતા રોડ અને ફુલેરા થઈને ચાલશે.
3. ટ્રેન નંબર 04321 બરેલી - ભુજ સ્પેશિયલ તારીખ 19 માર્ચ, 2021 ના રોજ ડાયવર્ટ માર્ગ ફૂલેરા, મેડતા રોડ, જોધપુર અને મારવાડ જંકશન થઈને ચાલશે.
4. ટ્રેન નંબર 09264 દિલ્હી સરાય રોહિલા - પોરબંદર સ્પેશિયલ તારીખ 18 માર્ચ, 2021 ના રોજ ડાયવર્ટ માર્ગ ફૂલેરા, મેડતા રોડ, જોધપુર અને મારવાડ જંકશન થઈને ચાલશે.
5. ટ્રેન નંબર 09269 પોરબંદર - મુઝફ્ફરપુર સ્પેશિયલ તારીખ 18 અને 19 માર્ચ, 2021 ના રોજ ડાયવર્ટ માર્ગ મારવાડ જંકશન, જોધપુર, મેડતા રોડ અને ફૂલેરા થઈને ચાલશે.
6. ટ્રેન નંબર 09565 ઓખા - દહેરાદૂન સ્પેશિયલ 19 માર્ચ, 2021 ના રોજ ડાયવર્ટ માર્ગ ફૂલેરા, મેરતા રોડ, જોધપુર અને મારવાડ જંકશન થઈને ચાલશે.
7. ટ્રેન નંબર 09566 દેહરાદૂન - ઓખા સ્પેશિયલ તારીખ 21 માર્ચ, 2021 ના રોજ ડાયવર્ટ માર્ગ મારવાડ જંકશન, જોધપુર, મેડતા રોડ અને ફુલેરા થઈને ચાલશે.
8. ટ્રેન નંબર 09707 બાંદ્રા ટર્મિનસ - શ્રીગંગાનગર સ્પેશિયલ તારીખ 18 અને 19 માર્ચ, 2021 ના રોજ (02 ટ્રીપ) ડાયવર્ટ માર્ગ મારવાડ જંકશન, જોધપુર, મેડતા રોડ અને ફુલેરા થઈને ચાલશે.
9. ટ્રેન નંબર 09708 શ્રીગંગાનગર - બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ તારીખ 18 અને 19 માર્ચ, 2021 ના રોજ (02 ટ્રીપ) ડાયવર્ટ માર્ગ ફૂલેરા, મેડતા રોડ, જોધપુર અને મારવાડ જંકશન થઈને ચાલશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે