ખરેખર! 100 રૂપિયામાં તો કંઇ ઘર મળતું હશે એ પણ અમદાવાદમાં, 11 હજાર લોકો છેતરાયા

સરકારી આવાસના નામે હજારો લોકો પાસેથી 100 રૂપિયા પડાવ્યા છે. નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા મકાન માટે સરવે ફોર્મથી પૈસાની ઉઘાડી લૂંટ કરાઈ છે.

ખરેખર! 100 રૂપિયામાં તો કંઇ ઘર મળતું હશે એ પણ અમદાવાદમાં, 11 હજાર લોકો છેતરાયા

ઝી બ્યુરો/અમદાવાદ: આજકાલ દરેક લોકો પોતાના ઘરના ઘર માટે દોટ મૂકી છે, જેના કારણે અનેકવાર લોકો સાથે મોટી છેતરપીંડી થતી હોય છે. હાલ અમદાવાદમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જી હા. અમદાવાદમાં સરકારી આવાસના નામે કૌભાંડ થતું હોવાનું સામે આવ્યું છે. ઘરનું ઘર આપવાના નામે લોકો સાથે છેતરપિંડી થતી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામી છે. સરકારી આવાસના નામે હજારો લોકો પાસેથી 100 રૂપિયા પડાવ્યા છે.

નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા મકાન માટે સરવે ફોર્મથી પૈસાની ઉઘાડી લૂંટ કરાઈ છે. અમદાવાદમાં સરકારી આવાસના નામે કૌભાંડ થતું હોવાનું સામે આવ્યું છે, ઘરનું ઘર આપવાના નામે લોકો પાસેથી નવનિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટના નામે 100-100 રૂપિયા ઉઘરાવ્યા છે. ધોળા દિવસે લોકોને લૂંટતી ઠગ ટોળકી શંકાના ઘેરામાં આવી છે. અમદાવાદમાં ઘરના ઘરની લાલચ આપીને હજારો લોકો સાથે છેતરપિંડીની મોટી ઘટના નોંધાઈ છે. ફોર્મ પેટે અરજદાર પાસેથી 100 રુપિયા લેવામાં આવે છે. નવ નિર્માણ મકાન માટેના સર્વે ફોર્મનું વિતરણ ચાલે છે. વેસ્ટ બેંક કોમ્પલેક્ષમાં કેટલાક મહિનાઓથી વિતરણ ચાલતી હોવાની વાત સામે આવી છે.

આ ઘટનામાં નવ નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ આ ફોર્મનુ વિતરણ કરી રહ્યું હોવાનું ખૂલ્યું છે. જોકે, આ વિશે ટ્રસ્ટના સ્ટાફે જણાવ્યું કે નવા મકાન માટેના સર્વેના ફોર્મ છે. જે લોકો પાસે મકાન નથી તેવા લોકોનો સર્વે કરાય છે. અત્યાર સુધીમાં અનેક લોકોએ મકાન માટે ફોર્મ ભર્યાં છે. મોટી સંખ્યામાં અરજદારો ફોર્મ લેવા માટે ઉમટી પડ્યા હતા. પરંતુ હજું પણ સ્ટાફનો દાવો છે કે સરકારે અમને સર્વે માટે જણાવ્યું છે.

નવનિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટના નામે 100-100 રૂપિયા ઉઘરાવ્યા સર્વે ફોર્મ આપી વ્યક્તિ દીઠ 100 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે. નવનિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટના નામે 100-100 રૂપિયા ઉઘરાવ્યા છે. બે મહિલાઓ સરકારી આવાસ માટે 100 રૂપિયામાં સભ્યોની નોંધણી કરતા હતી અને 100 રૂપિયામાં મકાન મળશે કહીંને લોકો પાસેથી ઠગાઈ કરી છે. AMC જે મકાનના ફોર્મના 7 હજાર લે છે તે ફોર્મ માટે ગઠીયા 100 રૂપિયા જ લે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news