હવામાન વિભાગની આગાહી: આગામી 24 કલાક જોવા મળશે વરસાદી માહોલ, જાણો ક્યાં કેવો વરસાદ

રાજ્યમાં વરસાદને (Rain) લઇને હવામાન વિભાગે (Meteorological Department) આગાહી કરી છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વરસાદની પડી શકે છે

હવામાન વિભાગની આગાહી: આગામી 24 કલાક જોવા મળશે વરસાદી માહોલ, જાણો ક્યાં કેવો વરસાદ

અર્પણ કાયદાવાલા/ અમદાવાદ: રાજ્યમાં વરસાદને (Rain) લઇને હવામાન વિભાગે (Meteorological Department) આગાહી કરી છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વરસાદની પડી શકે છે. ત્યારે અમદાવાદમાં (Ahmedabad) પણ વરસાદી માહોલ જોવા મળશે. તેમજ રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભાર વરસાદની (Heavy Rain) સંભાવના નહીવત છે.

હવામાન વિભાગનું (Meteorological Department) અનુમાન છે કે, રાજ્યમાં હળવો વરસાદી (Rain) માહોલ રહેશે. આગામી 24 કલાક સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તો બીજા તરફ અમદાવાદમાં (Ahmedabad) સામાન્ય વરસાદી ઝાપટા પડશે અને આગામી 5 દિવસ ભારે વરસાદની (Heavy Rain) શક્યતા નહીવત છે. આ ઉપરાંત દીવ, ભાવનગર, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં બે દિવસ સામાન્ય વરસાદ રહેશે. હાલમાં વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા ભારે વરસદની સંભાવના નહીવત વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ભાવનગરમાં ગઈકાલ મોડી રાત્રે વીજળીના ચમકારા સાથે વરસાદ ખાબક્યો હતો. આખો દિવસ વાતાવરણ સ્વચ્છ રહ્યા બાદ રાત્રે વરસાદ શરૂ થયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયા બાદ અચાનક ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો. ત્યારે દિવસભર ગરમી અને ઉકળાટ બાદ વરસાદ થતાં વાતાવરણણાં ઠંડક પ્રસરી ગઈ છે.

સાબરકાંઠામાં છેલ્લા 24 કલાકમાં ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ઇડરમાં 9 મિમી, ખેડબ્રહ્મામાં 01 મિમી અને વિજયનગરમાં 01 મિમી વરસાદ નોંધાયો છે. ત્યારે પાટણના હારીજમાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવતા શહેર સહિત આરપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થયું હતું. હારીજ, માકા, જાસકા, અડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી.

પંચમહાલમાં પણ મોડી રાત્રે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. ગોધરા, હાલોલ, કાલોલ અને મોરવા હડફમાં ખેતીલાયક વરસાદ થયો હતો. ભારે ઉકળાટ વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવતા લોકોએ રાહત અનુભવી હતી. ચાર તાલુકામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે હાલોલમાં 33 મિમી, ગોધરામાં 30 મિમી, કાલોલમાં 28 મિમી, મોરવા હડફમાં 24 મિમી, ઘોઘંબામાં 11 મિમી અને શહેરમાં 07 મિમી વરસાદ નોંધાયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news