Happy Birthday Keshubapa: રાજકારણના માહિર ખેલાડી, ખેડૂતપુત્રથી મુખ્યમંત્રીના પદ સુધી કેવી રીતે પહોંચ્યા હતા કેશુબાપા?

Happy Birthday Keshubapa: કેશુભાઈ પટેલનો જન્મ 24 જુલાઈ, 1928માં જૂનાગઢના વિસાવદરમાં થયો હતો. તેઓ 1945માં 17 વર્ષની વયે પ્રચારક તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)માં જોડાયા હતા. 1960માં તેઓ જનસંઘમાં કાર્યકર તરીકે જોડાઈને રાજકીય કારર્કિદીનો પ્રારંભ કર્યો હતો.

Happy Birthday Keshubapa: રાજકારણના માહિર ખેલાડી, ખેડૂતપુત્રથી મુખ્યમંત્રીના પદ સુધી કેવી રીતે પહોંચ્યા હતા કેશુબાપા?

ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ તો આજે આપણી વચ્ચે ઉપસ્થિત નથી, પરંતુ આજે તેમનો જન્મદિવસ છે. કેશુભાઈ પટેલ કેશુબાપા તરીકે વધુ જાણીતા હતા. તેમનું કોરોનાને કારણે મૃત્યું થયું હતું. ગુજરાતના રાજકારણનું મોટુ નામ કેશુભાઈ પટેલ ગત વર્ષે જ કોરોનાને કારણે પંચમહાભૂતમાં વિલીન થયા હતા. આજે તેમનો જન્મ દિવસ છે. ગુજરાતના રાજકાણમાં તેમનું મોટુ નામ હતુ અને લોકો તેમને કેશુબાપા તરીકે ઓળખાતા હતા.

કેશુભાઈ પટેલનો જન્મ 24 જુલાઈ, 1928માં જૂનાગઢના વિસાવદરમાં થયો હતો. તેઓ 1945માં 17 વર્ષની વયે પ્રચારક તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)માં જોડાયા હતા. 1960માં તેઓ જનસંઘમાં કાર્યકર તરીકે જોડાઈને રાજકીય કારર્કિદીનો પ્રારંભ કર્યો હતો. તેમણે કટોકટી વખતે જેલવાસ પણ ભોગવ્યો હતો. 1978થી 1995ના સમયગાળામાં કેશુભાઈ કાલાવડ, ગોંડલ અને વિસાવદરની બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. ત્યાર પછી 1980માં જનસંઘનું વિલિનીકરણ થયું હતું. ભારતીય જનતા પાર્ટીના વિચારોથી પ્રેરાઈને તેઓ ભાજપમાં જોડાયા હતા. 1995માં વિધાનસભા ચૂંટણી જીતીને ભાજપને જોરદાર જીત અપાવી હતી.

કેશુબાપાની રાજકીય સફર

  • 1978થી 1995 દરમિયાન કાલાવડ, ગોંડલ, વિસાવદર બેઠક પર ચૂંટણી જીત્યા
  • 1990માં ભાજપે ચીમનભાઈ પટેલના જનતા દળ સાથે સમજૂતી કરી
  • 1995માં કેશુબાપાના નૈતૃત્વમાં ભાજપને ઐતિહાસિક 121 બેઠકોની જંગી જીત મળી
  • 1998માં ફરી ગુજરાતમાં ભાજપની સરકાર બની
  • ઓક્ટોબર 2001માં ભૂંકપમાં નબળી કામગીરીના આક્ષેપ થવાથી કેશુબાપાએ રાજીનામું આપ્યું
  • 2020માં રાજ્યસભા સાંસદ તરીકે બિન-હરીફ ચૂંટાયા
  • 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના
  • 2012માં વિસાવરદર બેઠક પરથી જીત
  • 2014માં રાજકીય સન્યાસ લીધો

2 ગુંડાઓને પડકારવાની હિંમત કેશુભાઈની રાજકીય કારકિર્દી ઘડવામાં નિર્ણાયક બની
ગુજરાતના રાજકારણના ભીષ્મ પિતામહ કહેવાતા કેશુભાઈ પટેલના નિધનથી આજે ગુજરાતને મોટો ફટકો પડ્યો છે. સાથે જ એક શૂન્યવકાશ પણ સર્જાયો છે. જનસંધથી લઈને ભાજપના મૂળિયા રાજકારણમાં ઊંડા ઉતારવામાં કેશુબાપાનો મોટો સિંહ ફાળો છે. ભાજપના લાખો કાર્યકર્તાઓનો હાથ પકડીને તેઓએ રાજનીતિમાં ચાલતા શીખવાડ્યા હતા. કેશુભાઈને રાજકીય કારકિર્દીને વેગ આપવામાં બે ઘટનાઓ બહુ જ મહત્વની ગણાય છે.  

પહેલી ઘટના 
કેશુભાઈની કર્મભૂમિ રાજકોટ રહી હતી. પરિવારમા ખેતીની આવક બહુ જ નબળી હતી. તેથી તેઓએ મોરબીમાં લોટ દળવાની ઘંટી શરૂ કરી હતી. મોરબીમાં મચ્છુ ડેમ બંધાતો હતો, ત્યારે લોટ દળવાની ઘંટી નાંખીને તેઓએ તેમાંથી થોડી આવક રળી લીધી હતી. તેના બાદ તેઓ આરએસએસમાં જોડાયા હતા. સંઘ પ્રચારના સ્વંયસેવક તરીકે ગામડે ગામડે સાઈકલ લઈને ફરતા હતા. પ્રચાર કરવામાં તેઓએ કોઈ કચાશ બાકી ન રાખી. પરંતુ 1960ના દાયકામાં બનેલી એક ઘટના તેમને રાજકીય સ્તરે અમદાવાદ સુધી લઈ જવામાં મોટુ કારણ બની હતી.  રાજકોટમાં એક સમયે લાલિયો નામના ગુંડાની ધાક હતી. આ ગુંડો લોકોને પરેશાન કરતો હતો અને તેમની પાસેથી હપ્તો ઉઘરાવતો હતો. ત્યારે કેશુભાઈએ ભર બજારમા તેને માર માર્યો હતો. ત્યાંથી તેમનો નેતા તરીકેનો સિક્કો પડી ગયો હતો. કેશુબાપાએ જાહેરમા તેની ધોલાઈ કરી હતી. 

ગુજરાતના રાજકારણના ભીષ્મ પિતામહ 
જનસંઘથી પક્ષ સાથે સંકળાયેલા હતા. સૌરાષ્ટ્રના નેતા તરીકેની છાપ લાલિયાની ઘટના બાદ ઉભરી હતી. ત્યાર બાદ રાજકોટમાં આ દરમિયાન તેઓએ દૂધની ડેરી શરૂ કરી હતી. પછી 1980 થી ભાજપના ટોચના નેતા તરીકે રાજ્ય સ્તરે ગણતરી થવા લાગી. 

બીજી ઘટના 
અમદાવાદમા એક સમયે લતિફ નામના ગુંડાની ધાક હતી. ત્યારે અમદાવાદના દરિયાપુર, પોપટીયા વાર્ડ, જોર્ડન રોડ વગેરે વિસ્તારોમાં હિન્દુઓ તો ઠીક, પોલીસ પણ જઈ શક્તી ન હતી, ત્યાં  લતિફની દાદાગીરી સામે કેશુભાઈએ અવાજ ઉઠાવ્યો, એટલુ જ નહિ લતીફના ગઢ સમાન પોપટીયા વાર્ડમાં લોકદરબારનો જાહેર કાર્યક્રમ યોજ્યો હતો. તેનાથી નીડર અને હિમંતવાન નેતા તરીકેને છબી રાજ્યસ્તરે ઉભરી આવી. એ પછી સ્થાનિક ચૂંટણીઓમા તેઓએ લતિફને મુદ્દો બનાવ્યો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કબજો કરીને ઈતિહાસ સર્જ્યો હતો. એ જ સફળતા આજના ભાજપની મજબૂતી માટે કારણભૂત ગણાય છે. 

ભાજપની ચારેય આંગળીઓ ઘીમાં મૂકનાર કેશુબાપાને છોડવુ પડ્યું હતું મુખ્યમંત્રીનું પદ

ભાજપની ચારેય આંગળીઓ ઘીમાં મૂકનાર કેશુબાપાને છોડવુ પડ્યું હતું મુખ્યમંત્રીનું પદ
કેશુભાઈ પટેલે (keshubhai patel) પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. એટલું જ નહિ, ખેડૂત પુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોકસેવા કાર્યોથી ભાજપને અપ્રતિમ લોકચાહના અપાવી હતી. ભાજપને ગુજરાતના રાજકારણમાં ટોચ પર લઈ જવામાં અને સફળતા અપાવવામાં તેમનો મોટો ફાળો ભજવ્યો છે. સંઘના અદના કાર્યકરથી સફર શરૂ કરીને તેઓ મુખ્યમંત્રીના પદ સુધી પહોંચ્યા હતા. જોકે, જે પાર્ટીને તેઓએ રાજકીય જશ અપાવ્યો હતો, તે જ પાર્ટીમાંથી તેઓને વિદાય લેવી પડી હતી. જેના બાદ તેઓએ પોતાના નવા પક્ષની પણ રચના કરી હતી. ત્યારે તેમની રાજકીય સફર પર એક નજર કરીએ.

લાલિયાને માર મારતા અમદાવાદથી બુલાવો આવ્યો 
કેશુભાઈ વિસાવદરમાં જન્મ્યા હતા, પરંતુ તેમની કર્મભૂમિ રાજકોટ રહી હતી. પરિવારમા ખેતીની આવક બહુ જ નબળી હતી. તેથી તેઓએ મોરબીમાં લોટ દળવાની ઘંટી શરૂ કરી હતી. મોરબીમાં મચ્છુ ડેમ બંધાતો હતો, ત્યારે લોટ દળવાની ઘંટી નાંખીને તેઓએ તેમાંથી થોડી આવક રળી લીધી હતી. તેના બાદ તેઓ આરએસએસમાં જોડાયા હતા. સંઘના સ્વંયસેવક તરીકે ગામડે ગામડે સાઈકલ લઈને ફરતા હતા. પ્રચાર કરવામાં તેઓએ કોઈ કચાશ બાકી ન રાખી. પરંતુ 1960ના દાયકામાં બનેલી એક ઘટના તેમને રાજકીય સ્તરે અમદાવાદ સુધી લઈ જવામાં મોટુ કારણ બની હતી.  

PM Modi condoles death of former Gujarat Chief Minister Keshubhai  Patel|केशुभाई 'पितातुल्य' थे, उनका जाना ऐसी क्षति जो कभी पूरी नहीं हो  पाएगी: PM मोदी| Hindi News, देश

રાજકોટમાં એક સમયે લાલિયો નામના ગુંડાની ધાક હતી. આ ગુંડો લોકોને પરેશાન કરતો હતો અને તેમની પાસેથી હપ્તો ઉઘરાવતો હતો. ત્યારે કેશુભાઈએ ભર બજારમા તેને માર માર્યો હતો. ત્યાંથી તેમનો નેતા તરીકેનો સિક્કો પડી ગયો હતો. કેશુબાપાએ જાહેરમા તેની ધોલાઈ કરી હતી. જનસંઘથી પક્ષ સાથે સંકળાયેલા હતા. સૌરાષ્ટ્રના નેતા તરીકેની છાપ લાલિયાની ઘટના બાદ ઉભરી હતી. 1980માં પાટીદાર અગ્રણી તરીકે પ્રાંત કક્ષાએ તેમની નોંધ લેવાવા લાગી હતી. સૌરાષ્ટ્રના પાટીદારોને તેઓએ ભાજપની તરફેણમાં એક કર્યા હતા. 

8 મહિનામાં રાજીનામુ આપવુ પડ્યું 
કેશુભાઇ પટેલ 1945માં RSS ના પ્રચારક તરીકે સંઘમાં જોડાયા હતા. ત્યારબાદ 1960માં તેઓ જનસંઘ કાર્યકર તરીકે જોડાયા. અહીંથી તેમના રાજકીય કારકિર્દીને વેગ મળ્યો હતો. કેશુભાઇ પટેલ 1977 માં રાજકોટ લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને ત્યારબાદ 1978 થી 1980 દરમિયાન કૃષિમંત્રી તરીકે રહી ચૂક્યા હતા. વર્ષ 1978 થી 1995 દરમિયાન તેઓ ગોંડલ, કાલાવડ અને વિસાવદર બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી જીત મેળવી હતી. વર્ષ 1995 માં તેઓ ગુજરાત રાજ્યના 10માં મુખ્યમંત્રી બન્યા હતા અને શંકરસિંહ વાઘેલાએ બળવો કરતા માત્ર 8 મહિનામાં તેઓએ રાજીનામુ આપ્યું હતું અને 1998માં ફરી ભાજપની સરકારમાં જીત મેળવી મુખ્યમંત્રી બન્યા હતા.

Former Gujarat CM Keshubhai Patel dies at 92, PM Modi extends condolences |  India News | Zee News

ભૂકંપ બાદ કેશુબાપાનો વિરોધ થયો 
2001ના 26 જાન્યુઆરીમાં ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો. તેના બાદ ઓક્ટોબર 2001માં કેશુબાપા પર અનેક આરોપ લાગ્યા હતા. સત્તાનો દુરુપયોગ, ભ્રષ્ટાચાર અને ભૂકંપમાં નબળી રાહત કામગીરીના આરોપ બદલ કેશુભાઈએ રાજીનામું આપ્યું હતું. જોકે, તેનો ફાયદો નરેન્દ્ર મોદીને થયો હતો. કેશુબાપાના રાજીનામાથી પક્ષ દ્વારા નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવાયા હતા. 

બાપાએ કોરોનાને હરાવ્યો હતો
કેશુભાઈ પટેલના પરિવારમાં 5 પુત્ર અને 1 પુત્રીનો સમાવેશ થાય છે. 21 સપ્ટેમ્બર 2006ના રોજ તેમના પત્નિ લીલાબેન પટેલનું અમદાવાદ ખાતે અકસ્માતે મોત થયું હતું. અમદાવાદ ખાતે તેમના ઘરમાં આગ ફાટી નીકળતા પત્નિ લીલાબેન પટેલનું મૃત્યુ નિપજ્યું હતું. તેમના 5 પુત્ર પૈકી 2 પુત્રના મોત થયા છે. કોરોના મહામારીમાં કેશુભાઇ પટેલના નિધનથી સમગ્ર પાટીદાર સમાજ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ અને આગેવાનોમાં શોકની લાગણી છવાઇ ગઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news