ચૂંટણીનું રણશીંગુ ફૂંકાતા પાટીદારો એક થયા, અમદાવાદમાં મળશે મોટી બેઠક

Gujarat Elections : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં પાટીદાર સંસ્થાઓની અમદાવાદના ઉમિયા કેમ્પસમાં મળશે બેઠક.... અનેક પાટીદાર સંસ્થાના પ્રમુખ અને મંત્રી સહિતના ટ્રસ્ટીઓ રહેશે હાજર....

ચૂંટણીનું રણશીંગુ ફૂંકાતા પાટીદારો એક થયા, અમદાવાદમાં મળશે મોટી બેઠક

ગૌરવ પટેલ/અમદાવાદ :ચૂંટણી પહેલા પાટીદાર સમાજમાં મોટી હલચલ જોવા મળી છે. ગુજરાતની ચૂંટણીમાં પાટીદારોનો મોટો રોલ હોય છે. ચૂંટણીનું બ્યૂગલ વાગી ચૂક્યુ છે, ત્યારે હવે ગુજરાતના પાટીદારો મેદાનમાં આવી ગયા છે. અત્યારથી જ પાટીદારે બેડામાં મોટી હલચલ શરૂ થઈ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર સંસ્થાઓની અમદાવાદના ઉમિયા કેમ્પસ સોલા ખાતે બેઠક મળવાની છે. મંગળવારે બપોરે 12 વાગ્યે મળનારી આ બેઠકમાં પાટીદારોની અનેક સંસ્થાઓના પ્રમુખ અને મંત્રી સહિત ટ્રસ્ટીઓ પણ હાજર રહેશે. જોકે, બાદમાં જાહેરાત થઈ કે, ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ બેઠકમાં હાજર નહિ રહે. 

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં પાટીદાર સંસ્થાઓની આવતીકાલે બેઠક મળવાની છે. અમદાવાદના ઉમિયા કેમ્પસમાં આવતી કાલે આ બેઠક મળશે. જેમાં વિશ્વ પાટીદાર ફાઉન્ડેશનની બપોરે 12 વાગ્યે સોલા કેમ્પસ ખાતે બેઠક મળવાની છે. પરંતુ ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ બેઠકમાં હાજર નહીં રહે. 

ઉલ્લેખનીય છે કે, વિશ્વ પાટીદાર ફાઉન્ડેશન સંસ્થાના પ્રમુખ સી. કે. પટેલ છે. ખોડલધામ ટ્રસ્ટમાંથી નરેશ પટેલ, દિનેશ કુંભાણી અને રમેશ ટીલાળા વિશ્વ પાટીદાર ફાઉન્ડેશનના સભ્ય છે. સાથે જેરામ પટેલ પર વિશ્વ પાટીદાર ફાઉન્ડેશનના સભ્ય છે. પરંતુ પાટીદાર સંસ્થાઓની બેઠકમાં નરેશ પટેલની ગેરહાજરી સૂચક બનશે.

જોકે, પાટીદાર સંસ્થાઓની બેઠકમાં એક સંસ્થાની ગેરહાજરી જોવા મળશે. માત્ર બે સંસ્થા ઉમિયાધામ ઊંઝા અને સિદસર જ બેઠકમાં હાજર રહેશે. વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલે જણાવ્યું કે, અમે હાજર રહી શકીએમ તેમ નથી. તો ખોડલધામના ટ્રસ્ટી દિનેશ કુંભાણીએ જણાવ્યું કે, અમને પૂછ્યા વગર આ મિંટિગનું આયોજન, અમે હાજર નહિ શકીએ. તો ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ કહ્યું કે, નરેશભાઈ પટેલ પણ હાજર નહીં રહે, તેઓ બહાર છે. આ ઉપરાંત સરદાર ધામના પ્રમુખ ગગજી સુતરિયાએ કહ્યું કે, અમે તો શૈક્ષણિક સંસ્થા છીએ, તેથી અમે આ બેઠકમાં હાજર નહીં રહીએ. તો ઉંઝા ઉમિયાધામના પ્રમુખ બાબુ જમના પટેલે કહ્યું કે, હું પુનમ હોવાથી વહેલી સવારથી બહાર જઇ રહ્યો છું. આમ, પાટીદારોની અનેક સંસ્થાના પ્રમુખોએ બેઠકમાં હાજરી આપવાની ના પાડી હતી. જોકે આ પાછળ આંતરિક કલેહ કે રાજકીય કારણ હોઈ શકે તે હજી જાણ શકાયુ નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news