આ સુસાઈડ નોટ વાંચી રૂવાડા ઉભા થશે! વિધર્મી યુવકથી કંટાળી પરિણીતાએ જિંદગી ટૂંકાવી, લગાવ્યો મોટો આરોપ

પરિણીતાએ સ્યુસાઇડ નોટમાં લખ્યું, 'આ તોસીફ પઠાણે મારી જીંદગી બરબાદ કરી છે, કોલ કરી બ્લેકમેલ કરી પૈસાની માંગણી કરે છે અને પૈસાની વાત ન સ્વીકારુ તો મારા પતિને પતાવી દેવાની ધમકી આપી હતી.

આ સુસાઈડ નોટ વાંચી રૂવાડા ઉભા થશે! વિધર્મી યુવકથી કંટાળી પરિણીતાએ જિંદગી ટૂંકાવી, લગાવ્યો મોટો આરોપ

નચિકેત મહેતા/ખેડા: મહેમદાવાદમાં રહેતી એક હિંદુ પરણિતાએ મુસ્લિમ યુવકના ત્રાસથી કંટાળી જઈ ગળે ફાંસો ખાઇ જીવનનો અંત આણતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની  કાર્યવાહી હાથ ધરી છે.

મુસ્લિમ યુવકના ત્રાસથી આત્મહત્યા કરનાર હિંદુ પરણિતાએ સુસાઇડ નોટમાં લખેલી વાત..આ તોસીફ પઠાણે મારી જીંદગી બરબાદ કરી છે, કોલ કરી બ્લેકમેલ કરી પૈસાની માંગણી કરે છે અને પૈસાની વાત ન સ્વીકારુ તો મારા પતિને પતાવી દેવાની ધમકી આપે છે આ તોસીફ પઠાણનો કેસ બંધ ના કરશો તેણે સજા અપાવશો, મારૂ આત્મહત્યાનું કારણ તોસીફ પઠાણ છે.

અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા 34 વર્ષિય પરેશભાઈ કાંતિભાઈ પ્રજાપતિ અમદાવાદ સરદારનગર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે. તેઓની મોટી બેન પારૂલબેન ઉર્ફે કાજલના લગ્ન મહેમદાવાદ ખાતે રહેતા પ્રકાશભાઈ કનુભાઈ પ્રજાપતિ સાથે થયેલા હતા. આ દંપતિને  બે દિકરીઓ જે પૈકી એક 12 વર્ષની અને એક 9 વર્ષની છે. આજથી આશરે 5 મહિના ઉપર આ પારૂલબેન ઉર્ફે કાજલ પર  શહેરના વાવ ફળિયા ખાતે રહેતો તોસીફખાન શરીફખાન પઠાણે પારૂલબેન ઉર્ફે કાજલના મોબાઈલ નંબર મેળવી પારુલને ફોન કરી હેરાન કરતો  હતો.

જેથી ગત માર્ચ મહિનામાં આ  મામલો મહેમદાવાદ પોલીસમાં પહોંચ્યો હતો,અને પીડીતાએ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કાર્યવાહી કરી અને આરોપીની ધરપકડ  કરી કાયદેસરની  કાર્યવાહી કરી હતી, પરંતુ  કાર્યવાહી બાદ પણ પોલીસનો ડર ન હોય તેમ તોસીફખાન શરીફખાન પઠાણે મૃતક  પરીણીતાને હેરાન પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું. અવારનવાર મેસેજ તેમજ અજાણ્યા મોબાઈલ નંબરથી ફોન કરી હેરાન કરતો હતો. આથી પારૂલબેન ઉર્ફે કાજલ અને તેમના પતિ પ્રકાશભાઈ કનુભાઈ પ્રજાપતિ બંન્ને આ યુવાનના અસહ્ય ત્રાસથી કંટાળી ગયા હતા.

જેથી ગત 14 ઓગસ્ટના  સાંજના સુમારે મહેમદાવાદ ખાતે રહેતી આ પારૂલબેન ઉર્ફે કાજલે પોતાના ઘરે પંખે લટકી જીવન ટૂંકાવી દેતા  સ્કૂલેથી છુટીને આવેલી મોટી દિકરી જ્યારે દરવાજા ખોલ્યો તો પોતાની માતા આ રીતે ગળાફાંસો ખાધેલી હાલતમાં જોઈ હેબતાઈ ગઈ હતી. અને પોતાના પિતા તેમજ અન્ય લોકોને જાણ કરી હતી. આ બાદ પરિવારજનો તુરંત પારૂલબેન ઉર્ફે કાજલને લઈને સરકારી દવાખાનામાં દોડ્યા હતા. જ્યાં ડોક્ટરે પારૂલબેનને મૃત જાહેર કર્યા હતા બાદમાં પોલીસ તપાસમાં મૃતકના ઘરેથી  એક  ડાયરી મળી આવી  હતી જેમાં પોલીસને સ્યૂસાઈડ નોટ હાથે લાગી હતી.

જેથી  સમગ્ર મામલે મરણજનાર મહિલાના ભાઈ પરેશભાઈ કાંતિભાઈ પ્રજાપતિએ મુસ્લિમ  યુવક  તોસીફખાન શરીફખાન પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 306 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે. હાલ મહેમદાવાદ પોલીસે આરોપીની ધરપકડ  કરી રિમાન્ડ મેળવવાની તજવીજ  હાથ  ધરી  આરોપી તથા મૃતક ના મોબાઈલો કબ્જે લઇ  કોલ ડિટેલ્સ સહીતના પુરાવા એકત્ર કરવા  વધુ  તપાસ હાથ  ધરી  છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news