Breaking: કાનપુરના હ્રદય રોગ સંસ્થાનના ICU માં ભીષણ આગ લાગી, અનેક દર્દીઓ ફસાયા
કાનપુર (Kanpur) ની એક હોસ્પિટલ આગની ઝપેટમાં આવી ગઈ છે. મળતી માહિતી મુજબ કાનપુરની LPS ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી (LPS Institute Of Cardiology) ના આઈસીયુમાં આગ લાગી છે.
Trending Photos
કાનપુર: કાનપુર (Kanpur) ની એક હોસ્પિટલ આગની ઝપેટમાં આવી ગઈ છે. મળતી માહિતી મુજબ કાનપુરની LPS ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી (LPS Institute Of Cardiology) ના આઈસીયુમાં આગ લાગી છે. આજે સવારે અચાનક આગ ફાટી નીકળી. અફડાતફડીમાં દર્દીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે. જો કે હજુ પણ અનેક દર્દીઓ હોસ્પિટલમાં ફસાયેલા છે. ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે.
સૂત્રોનું માનીએ તો હજુ પણ હોસ્પિટલમાં 50થી 100 જેટલા દર્દીઓ અને અન્ય લોકો ફસાયેલા છે. આગની સૂચના મળતા ફાયરની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ કોઈ જાનહાનિના અહેવાલ નથી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી પરંતુ પ્રથમ દ્રષ્ટિએ આ મામલો શોર્ટસર્કિટનો લાગી રહ્યો છે. ફર્સ્ટ ફ્લોર પર આવેલા આઈસીયુમાંથી હજુ પણ ધૂમાડા નીકળી રહ્યા છે. દર્દીઓની બહાર રોડ પર સારવાર ચાલુ છે.
આ બાજુ પોલીસના જણાવ્યાં મુજબ આઈસીયુમાંથી તમામ દર્દીઓને હેમખેમ કાઢી લેવાયા છે. બાકીના દર્દીઓને તથા અન્ય લોકોને રેસ્ક્યૂ કરાઈ રહ્યા છે. કમિશનરે જણાવ્યું કે સવારે 7.55 વાગે આગ લાગવાની સૂચના મળી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે. કોઈ જાનહાનિના અહેવાલ નથી. તેમણે એમ પણ કહ્યું કે જો કોઈ પણ પ્રકારની બેદરકારી સામે આવી તો તેના પર કડક કાર્યવાહી કરાશે.
Fire breaks out at the cardiology department of LPS Institute Of Cardiology in Kanpur. More details awaited.
— ANI UP (@ANINewsUP) March 28, 2021
કાનપુરના સ્વરૂપનગર હદ વિસ્તારમાં કાર્ડિયોલોજી મોટી સરકારી હોસ્પિટલ છે. અહીં મોટી સંખ્યામાં હ્રદયરોગના દર્દીઓનો ઓપેરશન અને સારવાર માટે આવે છે. કાનપુર ગ્રામીણ અને આસપાસના વિસ્તારોમાંથી પણ લોકો અહીં સારવાર માટે આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે