ગુજરાતમાં કોરોનાનો વાયરો ફરી ફૂંકાયો, સુરતમાં મળ્યો યુકે સ્ટ્રેનનો કેસ
Trending Photos
- સુરતમાં બ્રિટેનના નવા સ્ટ્રેઈનની પુષ્ટિ થઈ છે. સુરતમાં તાજેતરમાં કેટલાક લોકો બ્રિટનથી પરત ફર્યા હતા
- સુરતની કોલેજો અને શાળાઓમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. જેને પગલે માંડ માંડ ધમધમતી થયેલી શાળાઓ ફરીથી બંધ થઈ રહી છે
ચેતન પટેલ/સુરત :ગુજરાતમાં કોરોનાનો વાયરો ફરી ફૂંકાયો છે. આજુબાજુ વધી રહેલા કેસોથી લોકોનો જીવ તાળવે ચોંટી રહ્યો છે. આવામાં સુરતથી મોટું ટેન્શન સામે આવ્યું છે. સુરતમાં વિદેશથી આવેલા એક વ્યક્તિમાં બ્રિટનનો નવો સ્ટ્રેઈન જોવા મળ્યો છે. ત્યારે સુરતના તંત્ર દોડતું થયું છે, સાથે જ લોકોમાં ફફડાટ ફેલાયો છે.
એક વ્યક્તિમાં બ્રિટનનો સ્ટ્રેઈન દેખાયો
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં બ્રિટેનના નવા સ્ટ્રેઈનની પુષ્ટિ થઈ છે. સુરતમાં તાજેતરમાં કેટલાક લોકો બ્રિટનથી પરત ફર્યા હતા. યુકેથી સુરત આવેલા 3 લોકોના સેમ્પલ પૂણેની લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા હતા. ત્યારે એક કેસમાં બ્રિટનના નવા સ્ટ્રેઈનની પુષ્ટિ થઈ છે. આ વિશે આરોગ્ય કમિશનર ડો. આશિષ નાઈકે માહિતી આપતા જણાવ્યું કે, યુકેથી આવેલા 3 ના સેમ્પલ ફેબ્રુઆરી મહિનામાં પૂણેમાં મોકલાયા હતા. જેમાઁથી એકમાં બ્રિટનનો નવા સ્ટ્રેઇન જોવા મળ્યો છે. રાંદેર વિસ્તારની વ્યક્તિમાં સ્ટ્રેઇન જોવા મળ્યો છે. ત્યારે તકેદારીના ભાગરૂપે વરાછા અને રાંદેર ઝોનમાં 530 ઘરોના 2 હજાર લોકોને ફરજિયાત ક્વોરેન્ટાઈન કરાયા છે. તો સાથે જ કોરોનાના કેસ વધતા પાલનપુર, પાલ, વરાછા, સરથાણામાં ફરી ક્લસ્ટર લાગુ કરાયું છે.
આ પણ વાંચો : રાજકોટમાં નવું રાજકારણ, મેયર માટે એકબીજાના પત્તા કાપવા લોબિંગ શરૂ થયું
સુરતમાં કોરોનાનો રાફડો ફાટ્યો
સુરતની કોલેજો અને શાળાઓમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. જેને પગલે માંડ માંડ ધમધમતી થયેલી શાળાઓ ફરીથી બંધ થઈ રહી છે. સ્કૂલો બાદ કોરોનાની કોલેજોમાં એન્ટ્રી થઈ છે. ભગવાન મહાવીર અને મનીબા કોલેજના બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. તો કોરોના ઈફેક્ટ યુનિવર્સિટીઓમાં પણ જોવા મળી. જેથી દક્ષિણ ગુજરાતની કોલેજોમાં નવા વિદ્યાર્થીની સંખ્યા ઘટી છે. 11.75 ટકા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે. ગત વર્ષે 58496 સામે આ વર્ષે 51622 વિદ્યાર્થીની નોંધણી થઈ છે.
આ પણ વાંચો : દાંડી માર્ચ @ 91 વર્ષ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદથી કરાવશે દાંડી માર્ચનો પ્રારંભ
કોવિડ હોસ્પિટલમાં મોકડ્રીલ
આજે સુરતની કોવિડ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાઈ હતી. જેમાં કર્મચારીઓને ટ્રેનિંગ અપાઈ હતી. મનપા ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ યોજાઈ હતી, જેમાં એક દર્દીનું રેસ્ક્યુ ઓપરેશન કરાયું હતું. આગની પરિસ્થિતિમાં કઈ રીતે સુરક્ષિત રીતે દર્દીઓને બહાર કાઢી શકાય તે અંગે ટ્રેનિંગ અપાઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે