પઠાણ ફિલ્મના વિવાદ વચ્ચે ડાયરામાં માયાભાઈ આહીર બગડ્યા! કહ્યું; 'ફિલ્મવાળાઓ પણ જોવું જોઈએ કે કયું લુગડું ક્યાં સારું લાગે?
ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ એવા લોક ડાયરામાં સેવાકીય ભાવનાઓથી યોજાતા લોકડાયરાઓમાં લોકો મન મૂકીને રૂપિયાનો વરસાદ કરે છે.અને આ લોકડાયરાઓમાં ઉડતા રૂપિયા લોકસેવામાં વપરાતા હોવાથી ગુજરાતની આ સંસ્કૃતિ ભવ્ય અને સરાહની હોવાનું આ લોક કલાકારોએ જણાવ્યું હતું.
Trending Photos
નિલેશ જોશી/વાપી: ઔદ્યોગિક નગરી વાપીમાં 51 શક્તિપીઠ મંદિર અને ગૌશાળાના લાભાર્થે એક ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. જેમાં રાજ્યના જાણીતા લોક કલાકાર માયાભાઈ આહીર અને લોકગાયિકા ગીતાબેન રબારીએ લોકસંગીતની રમઝટ બોલાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે સેવાના ભાવનાથી યોજાયેલા લોક ડાયરામાં લોકોએ મન મૂકીને રૂપિયા ઉડાવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી પઠાન ફિલ્મને લઈને ચાલી રહેલા વિરોધમાં પણ આ લોક કલાકારોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ નજીક આવેલા ઇન્ડિયાપાડામાં 51 શક્તિપીઠ મંદિર અને ગૌશાળાના લાભાર્થે શ્રી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપીના વીઆઇએ ગ્રાઉન્ડમાં યોજાયેલા લોક ડાયરામાં શ્રી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગજાનંદ મહારાજ સહિત સાધુ સંતો અને રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાતના જાણીતા લોકગાયકો ગીતાબેન રબારી અને લોક કલાકાર માયાભાઈ આહીર એ લોકસંગીત અને હાસ્યની છોડો ઉડાવી શ્રોતાઓને માત્ર મુક્ત કર્યા હતા.
મહત્વપૂર્ણ છે કે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ એવા લોક ડાયરામાં સેવાકીય ભાવનાઓથી યોજાતા લોકડાયરાઓમાં લોકો મન મૂકીને રૂપિયાનો વરસાદ કરે છે.અને આ લોકડાયરાઓમાં ઉડતા રૂપિયા લોકસેવામાં વપરાતા હોવાથી ગુજરાતની આ સંસ્કૃતિ ભવ્ય અને સરાહની હોવાનું આ લોક કલાકારોએ જણાવ્યું હતું. મહત્વપૂર્ણ છે કે ડાન્સ બાર સહિત અનેક જગ્યાએ રૂપિયા ઉડતા હોય છે. પરંતુ ગુજરાતના આ ભવ્ય ભાતીગળ લોકડાયરોમાં ઉડતા રૂપિયા સેવાના કામોમાં વપરાય છે.
આ પણ વાંચો:
આથી લોકો હોશે હોશે પોતાની સંપત્તિ આવા લોકડાયરાઓમાં કામ આવે તે માટે રૂપિયા ઉડાવી પોતાનો હર્ષ વ્યક્ત કરે છે. આથી ગુજરાતની આ ભાતીગળ સંસ્કૃતિની માયાભાઈ આહીર અને ગીતાબેન રબારી એ સરાહના કરી હતી. વાપીમાં યોજાયેલા લોક ડાયરામાં પણ લોકોએ મન મૂકીને સેવાના ભાવનાથી યોજાયેલા ડાયરામાં રૂપિયા નો વરસાદ કર્યો હતો.
મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી દેશમાં બોલીવુડમાં જે વિષયો પર ફિલ્મો બની રહી છે. તેને લઈને અનેક વખત વિવાદો ઉભા થાય છે. અત્યારે પણ પઠાન ફિલ્મને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતના જાણીતા લોક કલાકાર માયાભાઈ આહીર અને લોકગાયિકા ગીતાબેન રબારી એ પણ પઠાન ફિલ્મને લઈને પોતાની ટીપ્પણી કરી હતી.
આ પણ વાંચો:
માયાભાઈ આહીર એ જણાવ્યું હતું કે ફિલ્મવાળાઓ પણ જોવું જોઈએ કે કયું લુગડું ક્યાં સારું લાગે? અને લોકોની ધાર્મિક ભાવનાઓનો ખ્યાલ રાખવો જોઈએ. આવું જણાવી અને પઠાણ ફિલ્મના બોયકોટના ચાલી રહેલા ટ્રેન્ડ અંગે પણ આડકતરી રીતે માયાભાઈ આહીર એ બોયકોટ ટ્રેન્ડ અંગે સહમતી જતાવી હતી. તો ગીતાબેન રબારીએ પણ ફિલ્મને લઈને ટિપ્પણી કરી બોલીવુડ એ પણ લોકોની ધાર્મિક ભાવનાઓનો ખ્યાલ રાખવો જોઈએ તેવું જણાવ્યું હતુ.
વાપીના વીઆઇએ ગ્રાઉન્ડમાં યોજાયેલા આ લોક ડાયરામાં રાજ્યના જાણીતા કલાકારોએ લોકગીતો અને ભજનોની રમઝટ બોલાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. મોટી સંખ્યામાં લોકો આ લોક ડાયરો માણવા ઊમટ્યા હતા. અને સેવાના કામમાં પોતાનું યોગદાન આપ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે