આજે દિગ્ગજ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી, મજૂરામાં હર્ષ સંઘવી, જામનગર ઉત્તરમાં રીવાબાએ રંગ જમાવ્યો

પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ છે ત્યારે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો આખરી દિવસ હોવાથી ઉમેદવારો શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા ઉમટી પડ્યા હતા. સુરતમાં ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીના ઉમેદવારો શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા ઉમટી પડ્યા હતા. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની સત્તાવાર જાહેરાત થઇ ચુકી છે. બે તબક્કામાં ગુજરાતમાં મતદાન થશે.

આજે દિગ્ગજ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી, મજૂરામાં હર્ષ સંઘવી, જામનગર ઉત્તરમાં રીવાબાએ રંગ જમાવ્યો

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. ચૂંટણી પંચની જાહેરાત બાદ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી દીધાં છે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી ઉમેદવારી નોંધાવવા ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો. એમાંય ખાસ કરીને દિગ્ગજ ઉમેદવારો અને આ ચૂંટણીમાં સામેલ થયેલાં સેલિબ્રિટિ ચહેરાઓએ ચૂંટણીની ચમક વધારી દીધી છે. ખાસ કરીને આજે સુરતની મજૂરા બેઠક પરથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જ્યારે જામનગર ઉત્તરથી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ વાજતે-ગાજતે ઉમેદવારી નોંધાવીને રંગ જમાવ્યો હતો. પત્ની રીવાબા સાથે ઉમેદવારી ફોર્મ ભરાવવા માટે ક્રિકેટ રવિન્દ્ર જાડેજા પણ હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત પૂર્વ મંત્રી અને સુરતના દિગ્ગજ નેતા કુમારકાનાણીએ ઘોડે ચઢીને ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતાં.

પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ છે ત્યારે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો આખરી દિવસ હોવાથી ઉમેદવારો શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા ઉમટી પડ્યા હતા. સુરતમાં ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીના ઉમેદવારો શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા ઉમટી પડ્યા હતા. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની સત્તાવાર જાહેરાત થઇ ચુકી છે. બે તબક્કામાં ગુજરાતમાં મતદાન થશે. 1 અને 5 ડિસેમ્બરે ગુજરાતમાં મતદાન થશે. ત્યારે રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે. જાહેર થયેલા ઉમેદવારો શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે. ત્યારે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો આખરી દિવસ હોય સુરતમાં રાજકીય પાર્ટીના ઉમેદવારો અલગ-અલગ રીતે શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે.

હર્ષ સંઘવીઃ
ભાજપના મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ આજે ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભરતા પહેલા તેઓએ પોતાના કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. ખુલ્લા ગ્રાઉન્ડમાં સંમેલન યોજ્યું હતું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં તેઓના સમર્થકો હાજર રહ્યા હતા.

રીવાબા જાડેજાઃ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા જામનગર ઉત્તર બેઠક પરથી ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા હતાં. તેમની સાથે રવિન્દ્ર જાડેજા પણ કેસરી વસ્ત્રોમાં સજ્જ થઈને ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતાં. ઢોલ-નગારા સાથે વાજતે-ગાજતે રીવાબાએ ભાજપમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

કુમાર કાનાણી:
સુરતમાં 161 વરાછા વિધાનસભાના ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીને ભાજપે રીપીટ કર્યા છે. કુમાર કાનાણી આજે ફોર્મ ભરવા પોતાના સમર્થકો સાથે નીકળ્યા હતા. તેઓએ ઘોડે સવારી કરી રેલી યોજી હતી અને બાદમાં તેઓ પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા નીકળ્યા હતા.

કેતન ઈનામદારઃ
સાવલી બેઠક પરથી કેતન ઈનામદારે ભાજપમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. કેતન ઈનામદાર માથે સાફો બાંધીને બ્લેક ગોગ્લર્સ ચઢાવીને એકદમ ફિલ્મી સ્ટાઈલમાં ભાજપમાંથી ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા હતાં.

 

પ્રફુલ પાનસેરીયા:
સુરતમાં ભાજપે કામરેજના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનસેરીયાને ટિકિટ આપી છે. કામરેજ બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય વી. ડી. ઝાલાવડિયાની ટિકિટ કાપી પ્રફુલ પાનસેરિયાને ટિકિટ આપવામાં આવી હતી. આજે પ્રફુલ પાનસેરિયા રેલી યોજી પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ફોર્મ ભરવા જતા પહેલા તેઓએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કર્યા હતા અને ત્યારબાદ ખુલ્લી જીપમાં પોતાના સમર્થકો સાથે રેલી યોજી ફોર્મ ભરવા પહોંચ્યા હતા.

કાંતિ પટેલ:
સુરત ચોર્યાસી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કાંતિ પટેલ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. તેઓએ પોતાના સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન કર્યું હતું અને પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

ભારતી પટેલ:
કોંગ્રેસે કરંજ વિધાનસભાના ઉમેદવાર તરીકે ભારતી પટેલને ટિકિટ આપી છે. ભારતી પટેલ આજે પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. તેઓએ પોતાના મત વિસ્તારમાંથી રેલી યોજી હતી. અને રેલી થકી તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news