અવળી ગંગા! પુત્રનો જન્મ થતા સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું, પરણિતાએ એવું પગલું ભર્યું કે...

મહિલાઓ સાથે સાસરિયાવાળા અત્યાચાર કરતા હોવાના અનેક કિસ્સાઓ દિન પ્રતિદિન વધતા જઇ રહ્યા છે. મહિલાઓ પણ હવે ફરિયાદ કરવા ખુલીને સામે આવી રહી છે. ત્યારે આવો જ એક બનાવ રામોલ વિસ્તારમાં સામે આવ્યો છે. જયારે પરિણીતાએ પુત્રને જન્મ આપ્યો ત્યારે તેના સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરુ કરી દીધું. જોકે સાસરીયા ત્રાસથી પરણીતાએ મોતને વ્હાલું કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Updated By: Jan 9, 2021, 07:18 PM IST
અવળી ગંગા! પુત્રનો જન્મ થતા સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું, પરણિતાએ એવું પગલું ભર્યું કે...

મૌલિક ધામેચા/અમમદાવાદ : મહિલાઓ સાથે સાસરિયાવાળા અત્યાચાર કરતા હોવાના અનેક કિસ્સાઓ દિન પ્રતિદિન વધતા જઇ રહ્યા છે. મહિલાઓ પણ હવે ફરિયાદ કરવા ખુલીને સામે આવી રહી છે. ત્યારે આવો જ એક બનાવ રામોલ વિસ્તારમાં સામે આવ્યો છે. જયારે પરિણીતાએ પુત્રને જન્મ આપ્યો ત્યારે તેના સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરુ કરી દીધું. જોકે સાસરીયા ત્રાસથી પરણીતાએ મોતને વ્હાલું કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ભાવનગરને યંગેસ્ટ IPS તો મળ્યા પણ લોકોને ન્યાય ક્યારે મળશે? વિદેશી યુવતી પોલીસ તંત્રથી પરેશાન થઇ ફરિયાદ માટે ગાંધીનગર પહોંચી

અમદાવાદનાં રામોલમાં એવી ઘટના બની જેમાં સાસરિયાનાં ત્રાસને લીધે પરણીતાએ જીવન ટુકાવ્યું. સાસરીયાવાળાને પરિણીતા પાસેથી પુત્રી પ્રાપ્તિની ઘેલછા હતી અને ઈશ્વરે પરણીતાને પુત્ર આપતા તેની પર ત્રાસ આપવાનું શરુ કરી દેવાયું હતું.  દુઃખની વાત એ પણ છે કે પરિણીતાએ કંટાળીને તેના પુત્રના જન્મદિવસના બે દિવસ પહેલા જ આત્મહત્યા કરી લીધી હતી. બનાવની વિગતે મળતી માહિતી અનુસાર કાગડાપીઠમાં રહેતા એક સફાઈકર્મીનાં પરિવારમાં કુલ ચાર બહેનો રહે છે. જેમાં ભાવનાબહેનના વર્ષ 2018 માં લગ્ન વસ્ત્રાલ ખાતે રહેતા પ્રદીપભાઈના બનેવી પણ સફાઈ કામદાર સાથે થયા. 

વડોદરા: અગ્રવાલ સમાજનાં કાર્યક્રમમાં હાજર રહ્યા રાજ્યસભા સાંસદ સુભાષચંદ્રાજી

ભાવના બહેનને સંતાનમાં કાયરવ નામનો એક વર્ષનો પુત્ર છે. લગ્નના ત્રણ માસ બાદથી ભાવના બહેનને તેની સાસુ કામ બાબતે ઠપકો આપી ત્રાસ આપતા હતા. આ બાબતે ભાવના બહેન તેમના પિયરમાં ફરિયાદ કરે તો સંસાર ન બગડે તે માટે તેમને સમજાવીને પિયરજનો પરત સાસરે મોકલતા હતાં. ભાવના બહેન તેમની સાસુને કઈ કહે તો પતિ તેની માતાનું ઉપરાણું લઈને માર મારતો અને પિયર આવવા દેતો નહિ.

રાજ્ય કક્ષાની "શાસ્ત્રીય કંઠ્ય સંગીત" સ્પર્ધામાં ભરૂચનો કાન્હા પ્રથમ આવ્યો

મૃતક  ભાવના બહેને દીકરાને જન્મ આપતા તેની સાસુએ અમારે દીકરી જોઈતી હતી તે દીકરાને જન્મ આપીને બહુ ખર્ચો કરાવ્યો છે તેમ કહી મહેણાં મારતા હતા. આટલું જ નહીં ભાવના બહેનની સાસુ તેને દીકરી જણાતી ન હોય તો મરી કેમ ન ગઈ તેમ કહી ત્રાસ આપતા હતા. ગત 6 જાન્યુઆરી ના રોજ ભાવના બહેને તેમના બહેન રેખા બહેનને ફોન કરી કહ્યું હતું કે 9મીએ તેમના પુત્રનો જન્મ આપ્યો છે. જેથી કપડા અને ગિફ્ટ ખરીદવાનું કહેતા સાસુ અને પતિ ત્રાસ આપે છે. દીકરો જણ્યો છે તો પિયરમાંથી બધું લઈ આવ તેમ કહેતા ભાવના બહેને તેની બહેનને કહ્યું કે તેના પુત્રનું મોઢું જોઈને તે બેઠી છે નહીં તો ક્યારની મરી જાત. બીજે દિવસે રેખાબહેનનો ફોન પ્રદીપ ભાઈ પર આવ્યો અને કહ્યું કે ભાવના બહેનના પતિનો ફોન આવ્યો હતો અને ભાવના બહેને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. જે બાબતે પોલીસને પણ જાણ કરાઈ હતી. રામોલ પોલીસે તપાસ કર્યા બાદ ભાવના બહેન ના પતિ અને સાસુ સામે દુષપ્રેરણ નો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube