મહેસાણા નગરપાલિકાની અનોખી પહેલ અન્ય શહેરો માટે પ્રેરણારૂપ બનશે! જાણો કેવી રીતે?

છેલ્લા એક માસમાં 10 હજાર ટન જેટલા કચરાનો નિકાલ કરવામાં સફળતાં મળી છે, જ્યારે આવનાર બે વર્ષમાં સંપૂર્ણ કચરાનો નિકાલ થઈ જશે તેવું પાલિકા હાલમાં માની રહી છે.

મહેસાણા નગરપાલિકાની અનોખી પહેલ અન્ય શહેરો માટે પ્રેરણારૂપ બનશે! જાણો કેવી રીતે?

તેજસ દવે/મહેસાણા: મહેસાણા નગરપાલિકા દ્વારા રોજના 88 ટન કચરાનું કલેક્શન સમગ્ર મહેસાણામાંથી કરીને ડમ્પિંગ સાઈટ ઉપર ઠાલવવામાં આવે છે. અત્યાર સુધીમાં 2.30 લાખ ટન કચરાના ઢગલા સર્જાતા પાલિકાએ 1 કરોડના ખર્ચે એજન્સીને કામ આપી બાયો માઇનિંગ પદ્ધતિથી કચરાના નિકાલની કામગીરી હાથ ધરી છે. છેલ્લા એક માસમાં 10 હજાર ટન જેટલા કચરાનો નિકાલ કરવામાં સફળતાં મળી છે, જ્યારે આવનાર બે વર્ષમાં સંપૂર્ણ કચરાનો નિકાલ થઈ જશે તેવું પાલિકા હાલમાં માની રહી છે.

મહેસાણા પાલિકા દ્વારા ગંદકીની સમસ્યા ને અટકાવવા અને શહેરને સ્વચ્છ બનાવવા એજન્સી અને તંત્ર દ્વારા રોજેરોજ 88 ટન જેટલો કચરી ક્લેશન કરવામાં આવી રહ્યો છે. પાલિકા દ્વારા કલેક્શન કરતા કચરાના ડમપિંગ સાઈટ પર નિકાલ કરવામાં આવતા અત્યાર સુધીમાં 2.30 લાખ ટન જેટલો કચરો ડમપિંગ સાઈટ પર જમા થતા મસ મોટા કચરાના ઢગલા જામતા સાઈડ પર એકત્ર થયેલા કચરાના ઢગલાના નિકાલ માટે પાલિકા દ્વારા ટેન્ડર કરી યોગ્ય ભાવ નક્કી કરી પ્રતિ ટન 234 રૂપિયાના ભાવથી કુલ 1 કરોડના ખર્ચે 2.30 ટન કચરાના નિકાલનું કામ આપાતા એક માસમાં 10 હજાર ટન કચરાનો નિકાલ કરાયો છે.

એજન્સી દ્વારા કચરાને અલગ તારવી શકાય તેવી આધુનિક મશીનરીની ઉપયોગ કરતા કચરામાંથી મળતા પ્લાસ્ટિક, કોટન મેટલ વગેરે 80 ટકા જેટલી નાની મોટી ચીજ વસ્તુઓને અલગ કરી તેમાંથી પણ આવક મળે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે 20 ટકા પથ્થર માટી જેવા કચરાને પુનઃ સ્થળ પર જ ડમપિંગ સાઈડ પર લેવલ કરી દેવામાં આવશે.

પાલિકાએ રોજના 88 ટન કચરાના કલેક્શનથી એકત્ર થયેલા 2.30 લાખ ટન કચરા નિકાલ માટે એક કરોડના ખર્ચે બાઈઓ માઈન્ડિંગ પ્લાન અપનાવે છે. જેથી ડમ્પિંગ સાઈટ ઉપર કચરાનો યોગ્ય નિકાલ પણ થયો છે. બીજી તરફ પાલિકા તંત્ર આવનાર સમયમાં ફ્રેશ કચરાના નિકાલ માટે પણ આયોજન કર્યું છે. ત્યારે સ્વચ્છતા માટે મહેસાણા નગરપાલિકાની અનોખી પહેલ અન્ય શહેરો માટે પ્રેરણા રૂપ બની શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news