Unique News

PM મોદીની આ તસવીરો ધ્યાનથી જુઓ, કેવી રીતે બનાવાઈ છે તે જાણીને આશ્ચર્ય પામશો
Mar 20,2023, 11:46 AM IST
SURAT માં અનોખા લગ્ન: તમારા સાત જનમનાં પાપનો થશે નાશ, ધનના ઢગલા થશે
Jan 16,2022, 18:30 PM IST
ઉતરાયણનાં દિવસે સોમનાથ મંદિરમાંથી મળી આવ્યું અનોખુ પ્રાચીન મંદિર અને પ્રતિમાઓ
Jan 14,2021, 14:21 PM IST
દાહોદ: ઝાડ પર લટકાવેલો ગોળ જે યુવક લાવે તે ઇચ્છે તે યુવતી સાથે લગ્ન કરી શકે છે
જીલ્લામાં એક અનોખો ગોળ ગધેડાનો મેળો યોજવામાં આવે છે. જેમાં યુવતીઓ યુવકો પર સોટીઓનો મારો ચલાવે છે તેમ છતાય યુવકો હિંમત દાખવીને ગોળ મેળવે છે.  દાહોદ જીલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જીલ્લો છે, અને ખુબજ અનોખી રીતે આદિવાસીઓ હોળીનો  તહેવાર મનાવતા હોય છે. આદિવાસી લોકોની પરંપરાઓ અને પ્રથાઓ પણ અનેરી જ હોય છે. એક પરંપરા એટલે કે ગોળ ગધેડાનો મેળો દાહોદ નજીક જેસાવાડા ગામે આ પરંપરાગત ગોળ ગધેડાનો મેળો યોજવામાં આવે છે. આ મેળાને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. આ અનોખા મેળાનો ભરપૂર આનંદ ઉઠાવે છે. અનેક આદિવાસી યુવકો હાથોમાં ઢોલ લઈને ગામની વચ્ચો  વચ્ચ એક સીમળાનાં ઝાડનું થડ રોપેલું હોય છે. જેને લીસ્સું કરવા માટે તેની છાલ કાઢી નાખવામાં આવે છે. તેની  ટોચ પર એક ગોળ ભરેલી પોટલી લટકાડવામાં આવે છે. આજુબાજુના તમામ ગામના યુવકો તથા યુવતીઓ આ સિમળાના ઝાડના થડની આજુબાજુ ઢોલ નગારા  સાથે ફરે છે. આદિવાસી નૃત્ય કરે છે. હાથોમાં સોટીઓ લઈને યુવતીઓ નૃત્ય કરે છે અને ઉભેલા યુવકો પર સોટીઓનો મારો પણ ચલાવે છે. 
Mar 15,2020, 23:20 PM IST
બોપલ પોલીસ અને સામાજિક કાર્યકરનું માનવીય પાસુ જોઇને ચોંકી ઉઠશો !
પોલીસ કડક હાથે કામ લેતી તમે ઘણી વાર જોઈ હશે. જો કે ક્યારેક ક્યારેક કેટલાક પોલીસ અધિકારી કે કર્મચારીનું માનવીય પાસુ પણ સામે આવી જતું હોય છે. એક 5 વર્ષનું બાળક જે બે દિવસ પેલા બોપલ બ્રીજ નીચેથી મળ્યું હતું તે બાળકની 2 દિવસથી પોલીસ સ્ટેશનમાં પરિવારની જેમ રહી રહ્યું છે. મહાશિવ રાત્રીના દિવસે એક મજુર ફેમિલીએ તેમનું 5 વરસનું બાળક તેમના એક સગાવાલાના ઘરે 2 દિવસ માટે મોકલ્યું હતું. પરંતુ તે બાળક તેમનાથી છુટુ પડી ગયું હતું. તે પછી બાળક બોપલ બ્રીજ નીચેથી મળી આવ્યું હતું. તે બાળકને પોલીસે બે દિવસ સુધી પોતાની સાથે રાખ્યું. બીજી તરફ તેના માતા પિતાની શોધખોળ શરૂ કરી. તે 2 દિવસ દરમિયાન બાળકને જરા પણ એકલા પણું લાગવા દીધું નહોતું. આ બાળકને સમગ્ર સ્ટાફ દ્વારા ખુબ જ લાડકોડથી રાખવામાં આવ્યું હતું અને સાચવવામાં આવ્યું હતું. બે દિવસ બાદ આજે સવારે આ બાળકના માતા-પિતા બાળકને શોધતા-શોધતા બોપલ પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા અને ત્યાં પોલીસ દ્વારા તેના માતા-પિતાની વેરીફાઇ કરી બાળકને માતા-પિતાની હવાલે કરવામાં આવ્યું હતું.
Feb 26,2020, 23:28 PM IST
ગૌવંશની હાજરીમાં યોજાયા અનોખા વૈદિક લગ્ન, તસ્વીરો કરતા પરંપરા પર ફોકસ
શહેરમાં એક અનોખા લગ્ન જોવા મળ્યા હતા. જ્યાં દુલ્હારાજા એ હાથમાં CAAના સમર્થનમાં મહેંદી લગાવી દુલ્હાઘોડો કાઢ્યો હતો. એટલુ જ નહી લગ્નમંડપમાં ગાય અને વાછરડા સાથે એન્ટ્રી કરી હતી અને ખાસ મહેમાન તરીકે ગૌમાતા અને વાછરડાએ ખાસ હાજરી આપી હતી. ગાય માતાની સાક્ષીમાં દુલ્હાવધુ સાત ફેરા ફર્યા હતા.સુરતનો દુલ્હા રોહિત અને વધુ અભિલાષાના લગ્ન હાલ દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયા છે. દુલ્હા રોહિતે હાથમાં CAAના સમર્થનમાં મહેંદી લગાવી ઘોડે ચડી મંડપમાં પહોંચ્યા હતા. તેમના દુલ્હાઘોડામાં આગળ હતી. ગાયમાતા અને વાછરડું સુરતના રોહિત અને અભિલાષા બંનેના વૈદિક પરંપરા અનુસાર થયેલા લગ્નમાં મુખ્ય મહેમાન તરીકે ગાય માતા અને વાછરડાએ હાજરી આપી હતી. ત્યારે દુલ્હા રોહિતે પોતાના હાથમાં ખાસ મહેંદી લગાવી હતી. આ મહેંદીમાં તેણે હાલમાં પસાર થયેલા કાયદા CAAનું સમર્થન કર્યું હતુ. રોહિતે જણાવ્યુ હતુ કે CAA કાયદાને લઈ દેશભરમાં ભ્રામક પ્રચાર કરવામાં આવી રહયો છે,  ત્યારે તે પોતાના લગ્નમાં મહેંદી ના માધ્યમથી લોકોને CAA પ્રત્યે જાગૃત કરવા માગે છે.
Feb 3,2020, 23:31 PM IST

Trending news