વિસનગર: ગુજરાત એ ધર્મની ધરતી, રાષ્ટ્રને જ્યારે જરૂર પડી ત્યારે આપ્યું નેતૃત્વ- CM યોગી

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિસનગરની મુલાકાતે આવ્યાં. સીએમ યોગી આદિત્યનાથે ગુલાબનાથજીની મૂર્તિપ્રતિષ્ઠા અને ભંડારા મહોત્સવમાં હાજર આપી હતી.

વિસનગર: ગુજરાત એ ધર્મની ધરતી, રાષ્ટ્રને જ્યારે જરૂર પડી ત્યારે આપ્યું નેતૃત્વ- CM યોગી

વિસનગર/અમિત રાજપૂત: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિસનગરની મુલાકાતે આવ્યાં. સીએમ યોગી આદિત્યનાથે ગુલાબનાથજીની મૂર્તિપ્રતિષ્ઠા અને ભંડારા મહોત્સવમાં હાજર આપી હતી. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડે. સીએમ નીતિન પટેલ ઉપરાંત મોટી સંખ્યામાં સાધુ સંતો પણ હાજર રહ્યા હતા. સભા સ્થળે સીએમ યોગી આદિત્યનાથ તેમજ સીએમ રૂપાણીનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.  

ગુલાબનાથજીના મઠમાં મૂર્તિ પ્રતિષ્ઠા અને ભંડારા મહોત્સવમાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં સાધુસંતોને સંબોધતા જણાવ્યું હતું કે દુનિયામાં શાંતિ, સદભાવ અને વિકાસ માટે સનાતન હિંદુ ધર્મની વિચારધારા આગળ વધારી શકે છે. હિન્દુ ધર્મમાં કોઇ ભેદ નથી. આ ઉપરાંત તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર પણ કર્યા હતા. તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં દેશનો વિકાસ વધ્યો છે.  જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં સંતો સાથે દુરવ્યવહાર થાય છે.

યોગી આદિત્યનાથે કહ્યું કે 'ગુજરાત એ ધર્મની ધરતી છે. તમે બધા જાણો છો કે આઝાદી બાદ તરત સૌરાષ્ટ્રની ધરતી પર જ્યારે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે આવ્યાં હતાં ત્યારે તેમણે સોમનાથના મંદિરના પુર્નઉદ્ધારનો સંકલ્પ લીધો હતો. આ સંકલ્પ દેશના અન્ય ભાગોમાં પણ લઈ શકાતો હતો. પરંતુ આ ગુજરાતની માટીનો પ્રભાવ છે, ગુજરાતનો પ્રભાવ છે, ધર્મની ધરતી છે. ધર્મની ધરતીએ જ જ્યારે જ્યારે આ રાષ્ટ્ર પર સંકટ આવ્યું ત્યારે ક્યારેક બાપૂના નેતૃત્વમાં તો ક્યારેક સરદાર પટેલના નેતૃત્વમાં અંગડાઈ લીધી અને આ દેશને એક નેતૃત્વ આપ્યું અને આ દેશ એ જ રીતે એક લોહપુરુષના નેતૃત્વમાં આદરણીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં વિશ્વમાં ભારતને ઊંચાઈ પર લઈ જવા માટે પૂરેપૂરી પ્રતિબદ્ધતા સાથે આગળ વધી રહ્યો છે.'

છેલ્લે તેમણે જણાવ્યું કે યુપીમાં ભાજપની સરકાર ન હતી ત્યારે વારંવાર તોફાનો થતા તેમજ સંતો પણ સુરક્ષિત ન હતા હાલમાં તો દંગા પણ નથી થતા તેમજ વિકાસ વધી રહ્યો છે.

યોગી આદિત્યનાથના સંબોધનના મુખ્ય અંશ:
અયોધ્યા માં રામ મંદિર ની સાથે જૈન મંદિર પણ છે
ગુલાબનાથ બાપુ મારા ગુરુ ભાઈ છે, ગુલાબનાથ બાપુ ની જન્મ મુસ્લિમ સંપ્રદાય માં થયો હતો.
બાપુ ગુલાબનાથ જી મારા ગુરુ સાથે જ્ઞાન લીધું.
કોઈ પણ કહી નથી શકતું કે બાપુ મુસ્લિમ સંપ્રદાય માં જન્મ્યા હતા.
ભારત ને તોડવા વાળા જાતિવાદ,  અશપ્રશયતા થી લડવા સંતો શંખનાદ કરે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news