વાવાઝોડાને કારણે રાજ્યમાં વધુ એકવખત વેક્સીનેશન સ્થગિત, જાણો ક્યારથી શરૂ થશે કામગીરી

ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડાએ (Tauktae Cyclone) સમગ્ર રાજ્યમાં ભારે તબાહી સર્જી છે. જો કે, તૌકતે વાવાઝોડાને કારણે ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા બે દિવસ વેક્સીનેશનની કામગીરી સ્થગિત રાખવામાં આવી હતી

વાવાઝોડાને કારણે રાજ્યમાં વધુ એકવખત વેક્સીનેશન સ્થગિત, જાણો ક્યારથી શરૂ થશે કામગીરી

ગાંધીનગર: ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડાએ (Tauktae Cyclone) સમગ્ર રાજ્યમાં ભારે તબાહી સર્જી છે. જો કે, તૌકતે વાવાઝોડાને કારણે ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા બે દિવસ વેક્સીનેશનની કામગીરી સ્થગિત રાખવામાં આવી હતી. પરંતુ વાવાઝોડાને લઇને ગુજરાતમાં સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા માટે વધુ એક દિવસ વેક્સીનેશનની (Vaccination) કામગીરીને સ્થગિત રાખવામાં આવી છે.

તૌકતે વાવાઝોડાએ (Tauktae Cyclone) રાજ્યમાં વધુ તબાહી સર્જી છે. માત્ર સૌરાષ્ટ્રના જ જિલ્લાઓ નહીં, પણ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ તેની અસર દેખાઈ છે. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થવા, મકાનોની છત અને પતરા ઉડી ગયા છે. વીજ પોલ તૂટી પડ્યા છે. તો વાહનોને નુકસાન પહોંચ્યું છે. ત્યારે વાવાઝોડાની (Cyclone) અસરને કારણે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.

આ ઉપરાંત અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે રાજ્યમાં ત્રાટકેલા વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતિમાં આરોગ્ય તંત્ર સ્ટેન્ડ બાય હોવાને કારણે સમગ્ર રાજ્યમાં કોરોના વેક્સીનેશન કામગીરી આવતી કાલે પણ સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કામગીરી હવે તા. 20 મે 2021 ગુરૂવારથી ફરી શરૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, તૌક્તે વાવાઝોડાની (Tauktae Cyclone) સંભાવનાને પગલે સમગ્ર ગુજરાતમાં (Gujarat) તા. 17 અને 18 મે, 2021 સોમવાર અને મંગળવાર દરમિયાન કોરોના વેક્સિનેશનની કામગીરી સ્થગિત રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (Vijay Rupani) વાવાઝોડાની (Cyclone) સંભાવનાને પગલે વહીવટી તંત્રની સજ્જતાની સમીક્ષા કરતાં આ નિર્ણયની જાહેરાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ વાવાઝોડાથી ઉભી થનારી સંભવિત કામગીરી માટે સ્ટેન્ડ-ટુ રાખવામાં આવ્યા છે. એટલે આ બે દિવસો દરમિયાન તમામ બૂથમાં વેક્સિનેશનની કામગીરી સ્થગિત કરવામાં આવી છે. આ ઉપરાંત નાગરિકોને આ બે દિવસો દરમ્યાન પોતાના ઘરથી બહાર નહીં નીકળવા પણ અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (Vijay Rupani) કહ્યું હતું કે, સમગ્ર ગુજરાત (Gujarat) રાજ્યમાં વાવાઝોડા (Cyclone) સાથે અતિવૃષ્ટિની પણ સંભાવના છે. આવી પરિસ્થિતિમાં તમામ લોકોની સલામતી ખૂબ જરૂરી છે. નાગરિકો પોતપોતાના ઘરમાં રહે, માત્રને માત્ર ફરજ પર હોય એવા લોકો જ ઘરની બહાર નીકળે. બાકીના લોકો ઘરમાં જ રહી અને પોતાની સલામતી જાળવે એ જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news