Vaccination અભિયાનમાં ગુજરાતે કમર કસી, આજથી 45 વર્ષથી ઉપરના લોકોને મળશે રસી

રસી આવી તેમ છતાં કેમ કોરોના કમજોર નથી પડ્યો? શું રસીકરણ ધીમું છે કે તમામ લોકો રસી નથી લઈ રહ્યા તે મોટું કારણ છે? કે પછી કોરોના વાયરસનો નવો સ્ટ્રેન અને નવા વેરિએન્ટ આવતાં વધુ વકરી રહ્યો છે કોરોના? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોને સૂચના આપી છે કે વેક્સીનેશનની ઝડપ વધારવામાં આવે. આ માટે ગુજરાતે પણ કમર કસી છે અને આજે 1 એપ્રિલથી 45 વર્ષથી ઉપરના તમામ સામાન્ય લોકો રસી લે તે માટે મુખ્યમંત્રીએ અપીલ કરી છે. આજથી 45 વર્ષથી વધુની ઉંમરના લોકોને રસી મળશે.

Vaccination અભિયાનમાં ગુજરાતે કમર કસી, આજથી 45 વર્ષથી ઉપરના લોકોને મળશે રસી

ઝી મીડિયા/બ્યૂરો :રસી આવી તેમ છતાં કેમ કોરોના કમજોર નથી પડ્યો? શું રસીકરણ ધીમું છે કે તમામ લોકો રસી નથી લઈ રહ્યા તે મોટું કારણ છે? કે પછી કોરોના વાયરસનો નવો સ્ટ્રેન અને નવા વેરિએન્ટ આવતાં વધુ વકરી રહ્યો છે કોરોના? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોને સૂચના આપી છે કે વેક્સીનેશનની ઝડપ વધારવામાં આવે. આ માટે ગુજરાતે પણ કમર કસી છે અને આજે 1 એપ્રિલથી 45 વર્ષથી ઉપરના તમામ સામાન્ય લોકો રસી લે તે માટે મુખ્યમંત્રીએ અપીલ કરી છે. આજથી 45 વર્ષથી વધુની ઉંમરના લોકોને રસી મળશે.

આજથી ગુજરાતમાં 45 વર્ષથી વધુના તમામ લોકોને રસી અપાશે. કોરોના રસીકરણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને આહ્વાન કર્યું છે. સાથે જ સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓને આહ્વાન કર્યું છે. ગુજરાતના કમામ લોકો રસીકરણ મહાઅભિયાનમાં જોડાય તે માટે અપીલ કરીને કહ્યું કે, રસીકરણ મહાઅભિયાનથી કોરોના હારશે, ગુજરાત જીતશે. 

રોજગારી ધંધા ચાલુ રહે તે જરૂરી છે 
નીતિન પટેલે (nitin patel) કહ્યું કે, સમગ્ર દેશમાં જે કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ કેસ વધી રહ્યા છે. વધતા કેસોને ધ્યાનમાં રાખીને કરફ્યૂની મુદત વધારવામાં આવી છે. રોજગારી ધંધા ચાલુ રહે તે પણ ધ્યાન રાખી રહ્યા છે. જાહેર જમાવડા ન થાય તે માટે ગુજરાતના અલગ અલગ શહેરોના કમિશ્નરો પોતાની રીતે નિર્ણય લઈ રહ્યા છે. આવામાં જાહેર જનતાને માસ્ક પહેરવા અપીલ કરું છું. વિધાનસભા સચિવાલયમાં હજારો નાગરિકો કામ કરવામાં માટે આવતા હોય છે. ગઈ કાલે જે ટેસ્ટ કર્યા છે તેમાં ઘણા કર્મચારીઓ પોઝિટિવ આવ્યા છે. ત્યારે અહીં કામ વગર કોઈ નાગરિક ન આવે તેવી અપીલ કરું છું. 

તો બીજી તરફ, ગુજરાતમાં વેક્સિનેશન ધીમી ગતિએ ચાલતું હોવાથી પીએમઓમાં નારાજગી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આથી જ હવે વડાપ્રધાનના ખાસ ગણાતા કૈલાસનાથન સહિતના અધિકારીઓની ટીમને સમગ્ર કામગીરી સોંપી દેવાઇ છે. આગામી દિવસોમાં કોઇપણ ભોગે ગુજરાતમાં કોરોનાને ફરી કાબૂમાં લઇ લેવા તથા વેક્સિનેશનને ઝડપી બનાવવા વડાપ્રધાન દ્વારા ખાસ સૂચના અપાઈ છે. 

આ પણ વાંચો : ગુજરાતના ફેમસ સિંગરે રસોઈ કરીને સાબિત કર્યું કે, પુરુષો પણ ઘરકામ કરી શકે છે 
   
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પ્રવેશનાર લોકો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત કરાયો છે. આજથી RTPCR ટેસ્ટ વગર ગુજરાતમાં પ્રવેશ નહિ મળે. રાજ્ય બહારથી આવતા લોકોએ RTPCR બતાવવો પડશે. રાજસ્થાન, MP, મહારાષ્ટ્રથી આવતા લોકોને હવે ગુજરાતમાં એન્ટ્રી પહેલા ટેસ્ટ બતાવવો પડશે. RTPCR ટેસ્ટ નેગેટિવ આવશે તેને જ ગુજરાતમાં પ્રવેશ મળશે. સાથે જ અન્ય રાજ્યમાંથી પ્રવેશતા તમામ લોકોનું સ્ક્રિનિંગ કરાશે. પ્રવાસના 72 કલાક પહેલા RTPCR ટેસ્ટ કરાવવો જરૂરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news