105 વર્ષની 'દાદી'એ વડોદરામાં લગાવી દોડ, નેશનલ લેવલે જીત્યો ગોલ્ડમેડલ

ચરખી દાદરી જિલ્લાના કદમા ગામની રામબાઇએ વડોદરામાં આયોજિત રાષ્ટ્રીય ઓપન માસ્ટર્સ એથલેટિક્સ ચેમ્પિયનશિપના શરૂરી દિવસ 100 અને 200 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીતીને નવો કીર્તિમાન સ્થાપિત કરવાની સાથે ઉંમરને નાની સાબિત કરી દીધી. 

105 વર્ષની 'દાદી'એ વડોદરામાં લગાવી દોડ, નેશનલ લેવલે જીત્યો ગોલ્ડમેડલ

વડોદરા: આત્મવિશ્વાસ મજબૂત હોય અને કંઇક કરી બતાવવાની ઇચ્છા હોય તો ઉંમરની કોઇ બાધા નડતી નથી અને હરિયાણાની 105 વર્ષની દોડવીર રામબાઇએ 100 અને 200 મીટરની રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી આ સાચું સાબિત કરી દીધું છે. ચરખી દાદરી જિલ્લાના કદમા ગામની રામબાઇએ વડોદરામાં આયોજિત રાષ્ટ્રીય ઓપન માસ્ટર્સ એથલેટિક્સ ચેમ્પિયનશિપના શરૂરી દિવસ 100 અને 200 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીતીને નવો કીર્તિમાન સ્થાપિત કરવાની સાથે ઉંમરને નાની સાબિત કરી દીધી. 

રામબાઇએ આ સાથે જ દિવંગત માન કૌરના રેકોર્ડને તોડી દીધો જેમણે 101 વર્ષની ઉંમરમાં આ પ્રકારની દોડમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં બધાની નજરો રામબાઇ પર જ હતી અને તેમણે 100 મીટરની દોડને 45.40 સેકન્ડ અને 200 મીટર દોડને એક મિનિટ 52.17 સેકન્ડમાં પુરી કરી 'ગોલ્ડન ડબલ' પ્રાપ્ત કર્યો. તેમણે પહેલા માન કૌરને 2017 માં 101 વર્ષની ઉંમરમાં 100 મીટરની દોડને 74 સેકન્ડમાં પુરી કરી હતી. 

પોતાની આ ઉપલબ્ધિ બાદ રામબાઇએ કહ્યું કે હવે મને કોઇ રોકી ન શકે. હું ખૂબ ખુશ છું. આ એક દુર્લભ અહેસાસ છે. ઉમરના આ પડાવ પર પણ પોતાને એટલી ફિટ રાખવા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે 'હું દરરોજ સવારે જલદી ઉઠું છું અને જોજિંગ કરુ છું. હું ઘરના બધા કામ કરુ ચુહં. હું ખેતરોમાં પણ દરરોજ કામ કરુ છું. 

રામબાઇનો જન્મ 1917 માં થયો હતો, જ્યારે પ્રથમ વિશ્વ યુદ્ધ પોતાના ચરમ પર હતું અને જોર્જ પંચમ (મહારાની એલિઝાબેથ દ્રિતિયના દાદા) નું ભારત પર શાસન હતું. રામબાઇએ એક વર્ષ પહેલાં જ દોડવાનું શરૂ કર્યું છે અને કહ્યું કે 'મારું આ પ્રદર્શન મને સારું કરવા માટે પ્રેરિત કરશે. હવે મને કોઇ રોકી શકશે અંહી. મને પોતાના પર વિશ્વાસ છે. હું હવે વિદેશમાં પ્રતિયોગિતાઓમાં ભાગ લેવા માંગુ છું. રામબાઇની પૌત્રી શર્મિલા સાંગવાને કહ્યું કે આ સ્પર્ધામાં તેમની દાદી બાદ બીજી સૌથી ઉંમરલાયક દોડવીરની ઉમર 84 વર્ષ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news