VADODARA: લક્ષ્મીપુરા ગામમાં 14 વર્ષીય સગીરા પર 7 લોકોનો દુષ્કર્મનો પ્રયાસ

નજીક આવેલા લક્ષ્મીપુરા ગામમાં સામુહિક દુષ્કર્મની ઘટના બનતા બનતા બચી ગઇ છે. 14 વર્ષની સગીરાનું મોઢુ દબાવીને સાત હવસખોરોએ આબરૂ લેવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. સામુહિક દુષ્કર્મનો ભોગ બનતા બચી ગયેલી સગીરાએ ફરિયાદના આધારે તાલુકા પોલીસે ગુનો નોંધીને હવસખોરોને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે. 
VADODARA: લક્ષ્મીપુરા ગામમાં 14 વર્ષીય સગીરા પર 7 લોકોનો દુષ્કર્મનો પ્રયાસ

વડોદરા : નજીક આવેલા લક્ષ્મીપુરા ગામમાં સામુહિક દુષ્કર્મની ઘટના બનતા બનતા બચી ગઇ છે. 14 વર્ષની સગીરાનું મોઢુ દબાવીને સાત હવસખોરોએ આબરૂ લેવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. સામુહિક દુષ્કર્મનો ભોગ બનતા બચી ગયેલી સગીરાએ ફરિયાદના આધારે તાલુકા પોલીસે ગુનો નોંધીને હવસખોરોને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે. 

વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના અનુસાર 27 મેના રોજ રાત્રે 11.30 વાગ્યે લક્ષ્મીપુરા ગામમાં રહેતા ચિરાગ સુરેશભાઇ પઢિયાર, જયદીપ પઢીયાર, સુરેશ પઢીયાર, ચંદ્રકાંત પઢીયાર, મહેશ પઢીયાર અને સમીયાલા ગામમાં રહેતા કનુ ગોહિલ અને રમેશ રોહિત સગીરાનાં વાડામાં સંતાઇ ગયા હતા. સગીરા વાડામાં આવી તો તેને પકડીને તેના પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જો કે સગીરાએ બુમરાણ મચાવતા તમામ હવસખોરોને સ્થળ પર છોડીને ફરાર થઇ ગયા હતા. 

દરમિયાન સામુહિક દુષ્કર્મનો ભોગ બનતા બચી ગયેલી સગીરાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે લક્ષ્મીપુરા ગામમાં રહેતા હવસખોર ચિરાગ પઢીયાર, જયદીપ પઢીયાર, સુરેશ પઢીયાર, ચંદ્રકાંત પઢીયાર, મહેશ પઢીયાર સહિતનાં તમામ આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. 

અત્રે નોંધનીય છે કે, હાલમાં જ સાવલી તાલુકાના ડેસર પંથકમાં સગીરા પર સામુહિક દુષ્કર્મનો બનાવ બન્યો હતો. આ બનાવમાં સંડોવાયેલો તમામ આરોપીઓની ધરપકડ કરી જેલનાં હવાલે કર્યો હતો. જ્યારે લક્ષ્મીપુરા ગામમાં સગીરાની સમય સુચકતાથી સામુહિક દુષ્કર્મકાંડ બચી ગયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news