વડોદરા શહેરની કઈ પાંચ સીટ પરથી ચૂંટણી લડવા દાવેદારોનો રાફડો ફાટયો, કુલ 232 દાવેદાર નોંધાયા

Gujarat Election 2022: વડોદરા શહેરની 5 વિધાનસભા બેઠક પર નિરીક્ષકો શંકર ચૌધરી, જનક પટેલ અને ડો વીણાબેન પ્રજાપતિએ સતત 2 દિવસ સુધી દાવેદારોની સેન્સ લીધી. કલાકો સુધી ચાલેલી સેન્સ પ્રક્રિયામાં 5 બેઠક પર 232 દાવેદારોએ ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી છે.

 વડોદરા શહેરની કઈ પાંચ સીટ પરથી ચૂંટણી લડવા દાવેદારોનો રાફડો ફાટયો, કુલ 232 દાવેદાર નોંધાયા

રવિ અગ્રવાલ/વડોદરા: શહેરની 5 વિધાનસભા બેઠક પર ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટયો છે. વડોદરા શહેરમાં 1995થી ભાજપના જ ઉમેદવારો જીતે છે જેને લઈ ભાજપમાં દરેક કાર્યકર અને હોદ્દેદારોને વિધાનસભા ચૂંટણી લડવી હોય તેમ લાગે છે.

વડોદરા શહેરની 5 વિધાનસભા બેઠક પર નિરીક્ષકો શંકર ચૌધરી, જનક પટેલ અને ડો વીણાબેન પ્રજાપતિએ સતત 2 દિવસ સુધી દાવેદારોની સેન્સ લીધી. કલાકો સુધી ચાલેલી સેન્સ પ્રક્રિયામાં 5 બેઠક પર 232 દાવેદારોએ ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી છે. જેને લઇ ભાજપની સામે હવે કોણે ટિકિટ આપવી અને કોણી ટિકિટ કાપવી તેને લઈ મૂંઝવણ ઊભી થઈ છે. કારણ કે 232 દાવેદારોમાંથી માત્ર 5 દાવેદારોને જ ટિકિટ આપવામાં આવશે, તેવામાં બાકીના લોકો નારાજ થઈ પક્ષને ડેમેજ કન્ટ્રોલ ન કરે તે ભાજપ માટે ચેલેંજીંગ બની રહેશે.

વડોદરા શહેરની 5 બેઠક પર જેમની ટિકિટ માંગી તેમાં સૌથી વધુ ચર્ચાસ્પદ નામ પ્રદેશ ભાજપ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, મંત્રી મનીષા વકીલ, મેયર કેયુર રોકડીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ, પ્રદેશ સહપ્રવકતા ભરત ડાંગર, ધારાસભ્ય યોગેશ પટેલના છે. શહેરના 5 વિધાનસભા બેઠક પર દાવેદારોની વાત કરીએ અને મુખ્ય ચહેરાની વાત કરીએ તો...

વડોદરા શહેરની 5 બેઠકો પર કુલ 232 દાવેદાર

સયાજીગંજ (61 દાવેદારો)
1. કેયુર રોકડીયા - મેયર - વડોદરા
2. ભરત ડાંગર - પ્રદેશ સહપ્રવકતા
3. જીગર ઈનામદાર - સિન્ડિકેટ સભ્ય - એમ એસ યુનિ.
4. રાજેશ આયરે - પૂર્વ કોર્પોરેટર અને ભાજપ નેતા
5. પરાક્રમસિંહ જાડેજા - કોર્પોરેટર અને વડોદરા જિલ્લા પ્રભારી ભાજપ
6. વિષ્ણુ પ્રજાપતિ - ભાજપ નેતા
7. જીતેન્દ્ર પટેલ ( લાલાભાઈ) - પૂર્વ કોર્પોરેટર અને શહેર મંત્રી ભાજપ

અકોટા (38 દાવેદારો)
1. સીમા મોહીલે - ધારાસભ્ય
2. ડો. જિગીષા શેઠ - પૂર્વ મેયર
3. ડો વિજય શાહ - શહેર ભાજપ પ્રમુખ - વડોદરા
4. અતુલ પટેલ - ચેરમેન - બરોડા સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેંક
5. નીતિનભાઈ દોંગા - કોર્પોરેટર

રાવપુરા (44 દાવેદારો)
1. ભાર્ગવ ભટ્ટ - પ્રદેશ ભાજપ મહામંત્રી
2. રાજેન્દ્ર ત્રિવેદી - કેબિનેટ મંત્રી - ગુજરાત સરકાર
3. ડો જ્યોતિબેન પંડ્યા - રાષ્ટ્રીય ભાજપ મહિલા મોરચા ઉપપ્રમુખ
4. મનોજ પટેલ - કોર્પોરેટર
5. ડો શીતલ મિસ્ત્રી - કોર્પોરેટર અને જાણીતા તબીબ
6. ભૂપેન્દ્ર લાખાવાલા - પૂર્વ ધારાસભ્ય
7. નીરજ જૈન - હિંદુવાદી નેતા

માંજલપુર વિધાનસભા (52 દાવેદારો)
1. યોગેશ પટેલ - ધારાસભ્ય
2. બાળુ શુક્લ - પૂર્વ સાંસદ
3. જશવંતસિંહ સોલંકી - મહામંત્રી - વડોદરા ભાજપ
4. શૈલેષ પાટીલ - કોર્પોરેટર
5. કલ્પેશ પટેલ ( જય રણછોડ ) - કોર્પોરેટર
6. કૃણાલ પટેલ - યુવા મોરચા પૂર્વ પ્રમુખ

શહેર વાડી (37 દાવેદારો)
1. મનીષા વકીલ - મંત્રી - ગુજરાત સરકાર
2. સુનીલ સોલંકી - (પૂર્વ મેયર અને શહેર મહામંત્રી)
3. લલિત રાજ - (પૂર્વ કોર્પોરેટર)
4.જીવરાજ ચૌહાણ - (પૂર્વ ડેપ્યુટી મેયર)
5. અનિલ દેસાઈ- સરકારી વકીલ અને પૂર્વ કાઉન્સિલર
6.શર્મિષ્ઠા સોલંકી - શિક્ષણવિદ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news