રાહુલ ગાંધીએ એલન મસ્કને કહ્યું- આશા છે હવે ટ્વિટર પર નફરત ઓછી થશે, ભારતમાં વિપક્ષનો અવાજ દબાવવામાં આવશે નહીં

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હેટ સ્પીચ અને ફેક્ટ ચેકને લઈને એલન મસ્કને મોટી અપીલ કરી છે. 

રાહુલ ગાંધીએ એલન મસ્કને કહ્યું- આશા છે હવે ટ્વિટર પર નફરત ઓછી થશે, ભારતમાં વિપક્ષનો અવાજ દબાવવામાં આવશે નહીં

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટરને લઈને એલન મસ્કને શુભેચ્છા આપી છે. આ સાથે રાહુલ ગાંધીએ ટ્વિટર પર હેટ સ્પીચ અને ફેક્ટ ચેકને લઈને પણ એલન મસ્કને મોટી અપીલ કરી છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે આશા છે કે હવે પહેલાથી વધુ જવાબદારી હશે. ન તો પ્રતિકૂળ વસ્તુઓ બંધ થશે અને આ પ્લેટફોર્મ પર માત્ર ચકાસાયેલ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવશે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા કહ્યુ કે આશા છે કે ટ્વિટર હવે હેટ સ્પીચ વિરુદ્ધ કાર્યવાહી યોગ્ય રીતે કરશે અને વધુ મજબૂતી સાથે ફેક્ટ ચેક કરશે. તે આશા છે કે હવે સરકારના દબાવમાં ભારતના વિપક્ષના અવાજને દબાવવામાં આવશે નહીં. 

I hope @Twitter will now act against hate speech, fact check more robustly, and will no longer stifle the opposition’s voice in India due to government pressure. pic.twitter.com/j2unZeYYj6

— Rahul Gandhi (@RahulGandhi) October 28, 2022

નોંધનીય છે કે દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ એલન મસ્કે ટ્વિટરને ખરીદી લીધુ છે. એલન મસ્કે ટ્વિટરને 44 બિલિયન અમેરિકી ડોલરમાં ખરીદ્યું છે. હવે ટ્વિટર પર સંપૂર્ણ રીતે એલન મસ્કનું નિયંત્રણ હશે. એલન મસ્ક દ્વારા આ ડીલ ઘણા સમય પહેલા કરવામાં આવી હતી, જે હવે પૂરી થઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news