Vadodara: ડભોઈમાં અનેક જગ્યાએ કચરાના ઢગલા, પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો
ડભોઇ નગરના મુખ્ય રસ્તા ઉપર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. નગરપાલિકા દ્વારા નથી દવા કે પાઉડરનો છંટકાવ કરવામાં આવતો જેના કારણે ડભોઇ નગરમાં મચ્છરોનો ઉપદ્રવ થઈ ગયો છે.
Trending Photos
વડોદરાઃ સમગ્ર ગુજરાતભરમાં હવે ચોમાસાની ઋતુ બેસી ગઈ છે ત્યારે વરસાદી માહોલ વચ્ચે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ માઝા મૂકી છે. વડોદરા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા રોગોએ માથું ઉચક્યું છે. છેલ્લા 10 દિવસમાં 50થી વધુ કેસ નોંધાયા છે. તેવામાં વડોદરાના ડભોઇ તાલુકામાં છેલ્લા દસ દિવસથી 50થી વધારે ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસો સપાટી પર આવતાં હાહાકાર મચી ગયો છે. જેને લઇને આરોગ્ય વિભાગ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ડભોઇ નગરપાલિકાની કામગીરી માત્ર કાગળ ઉપર જોવા મળી છે.
ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર એસી ચેમ્બરમાં બેસી માત્ર વાતો કરી રહ્યા છે. તેવામાં ડભોઇ નગરના મુખ્ય રસ્તા ઉપર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. નગરપાલિકા દ્વારા નથી દવા કે પાઉડરનો છંટકાવ કરવામાં આવતો જેના કારણે ડભોઇ નગરમાં મચ્છરોનો ઉપદ્રવ થઈ ગયો છે. તેનો સામનો નગરજનો કરી રહ્યા છે. ત્યારે સ્થાનિક રહીશોમાં પણ નગરપાલિકાના આ વલણને લઇને ક્યાંકને ક્યાંક આક્રોશ જોવા મળ્યો છે.
એટલું જ નહીં પાલિકા દ્વારા અનેક વિસ્તારોની અંદર ફોગીંગ કરવામાં આવી રહી છે. પરંતુ માનીતા કોર્પોરેટર હોય અને નગરપાલિકામાં જે કોર્પોરેટરનો હોલ્ટ હોય તેવા વોર્ડની અંદર પાલિકાના સત્તાધીશો દ્વારા ફોગીંગ તેમજ દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આવનારા સમયમાં ડભોઇના તમામ વિસ્તારોની અંદર ફોગીંગ તેમજ પાઉડરનો છંટકાવ કરવામાં આવે તેવી નગરજનો માગ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે