VIDEO: ફિલ્મ ''શમશેરા'' માં શું હશે? રણબીર અને વાણીએ આપ્યા આ સંકેત
શમશેરાની સ્ટોરી કાઝાના કાલ્પનિક શહેરમાં સેટ કરવામાં આવી છે, જ્યાં એક યોદ્ધા આદિજાતિને નિર્દયી સરમુખત્યારશાહી જનરલ શુધ સિંહ દ્વારા કેદ કરવામાં આવે છે અને એમને ગુલામ બનાવી ત્રાસ આપવામાં આવે છે.
Trending Photos
જયંતિ સોલંકી/વડોદરા: યશરાજ ફિલ્મ્સના આગામી એક્શન એન્ટરટેઈનર શમશેરાના સ્ટાર્સ દ્વારા 24મી જૂનના રોજ શહેરમાં એક મોલ ખાતે પોતાના ચાહકો સમક્ષ તેનું ફિલ્મ ટ્રેલરનું લોન્ચ કરવામાં આવ્યું. આ ફિલ્મમાં એક્ટર રણબીર કપૂરે તેની કારકિર્દીમાં પ્રથમ વખત ભવ્ય એક્શન એન્ટરટેઈનર શમશેરા સાથે લાર્જર-થી-લાઈફ હિન્દી ફિલ્મ હીરોની ભૂમિકા ભજવી છે.
આ એક મેગા ફિલ્મ જે શ્રેષ્ઠ હિન્દી ફિલ્મોના આકર્ષણને સલામ કરે છે. રણબીર કપૂર જે પોતાના બ્લોકબસ્ટર ફિલ્મ સંજુને ડિલિવર કર્યાના ચાર વર્ષ પછી મોટા પડદા પર પાછા આવી રહ્યો છે, તે સંજય દત્ત, વાણી કપૂર અને દિગ્દર્શક કરણ મલ્હોત્રાની બનેલી શમશેરાની આખી ટીમ સાથે ટ્રેલર લૉન્ચ કરવા ત્રણ અલગ-અલગ શહેરોની મુસાફરી કરવા તૈયાર છે. શમશેરાનું મેગા ટ્રેલર મુંબઈ અને ઈન્દોરની સાથે સાથે વડોદરા નગરીમાં પણ લોન્ચ કર્યું.
શમશેરાની સ્ટોરી કાઝાના કાલ્પનિક શહેરમાં સેટ કરવામાં આવી છે, જ્યાં એક યોદ્ધા આદિજાતિને નિર્દયી સરમુખત્યારશાહી જનરલ શુધ સિંહ દ્વારા કેદ કરવામાં આવે છે અને એમને ગુલામ બનાવી ત્રાસ આપવામાં આવે છે. આ એક એવા માણસની સ્ટોરી છે જે ગુલામ બન્યો, અને એક એવા ગુલામ જે નેતા બન્યો અને પછી તેની આદિજાતિ માટે દંતકથાના જેમ એમના આદિજાતિની સ્વતંત્રતા અને ગૌરવ માટે લડ્યો. આ જ શકશિયતનું નામ છે શમશેરા.
આ હાઇ-ઓક્ટેન, એડ્રેનાલિન-પમ્પિંગ એન્ટરટેઇનર મુવી 1800ના દાયકાના ભારતના હાર્ટલેન્ડમાં સેટ છે. ફિલ્મમાં શમશેરાની ભૂમિકા ભજવનાર રણબીર કપૂર પહેલાં ક્યારેય ન જોયો હોય તેવું મોટું કિરદારમાં જોવામાં આવશે. સંજય દત્ત આ ભવ્ય કાસ્ટિંગ કૂપમાં રણબીરના કટ્ટર-દુશ્મનની ભૂમિકા ભજવે છે અને રણબીર સાથેનો તેમનો શોડાઉન એ આ ફિલ્મનું એક જોવા જેવું ક્ષણ હશે કારણ કે તેઓ કોઈ દયા વિના વિકરાળપણે એકબીજાની પાછળ જશે.
કરણ મલ્હોત્રા દ્વારા દિગ્દર્શિત, આ એક્શન એક્સ્ટ્રાવેગેન્ઝા મુવી આદિત્ય ચોપરા દ્વારા બનાવવામાં આવી છે અને તે 22 જુલાઈ, 2022 ના રોજ દેશભરમાં હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે