Vadodara: લાખો લોકોને એકત્ર કરનાર મંત્રીએ કહ્યું, મે તો રસી લઇ લીધી, કોઇને કોરોના થાય તો મહાદેવ જવાબદાર
વડોદરાના મોટા ભાગના ધારાસભ્યો સનકી હોય તેવું લાગી રહ્યું છે. પોતાના વિવાદિત નિવેદનોના કારણે સતત વિવાદોમાં રહેતામધુ શ્રીવાસ્તવ બાદ હવે વધારે એક ધારાસભ્ય બજારમાં આવ્યા છે. જેઓ પોતાનાં વિવાદિત નિવેદનનાં કારણે ચર્ચામાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા શિવજી કી સવારીનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં લાખોની સંખ્યામાં જનમેદની ભેગી કરી હતી. જેમાં કોરોના સહિત તમામ કોરોના ગાઇડ લાઇનને નેવે મુકવામાં આવી હતી.
Trending Photos
વડોદરા : વડોદરાના મોટા ભાગના ધારાસભ્યો સનકી હોય તેવું લાગી રહ્યું છે. પોતાના વિવાદિત નિવેદનોના કારણે સતત વિવાદોમાં રહેતામધુ શ્રીવાસ્તવ બાદ હવે વધારે એક ધારાસભ્ય બજારમાં આવ્યા છે. જેઓ પોતાનાં વિવાદિત નિવેદનનાં કારણે ચર્ચામાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા શિવજી કી સવારીનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં લાખોની સંખ્યામાં જનમેદની ભેગી કરી હતી. જેમાં કોરોના સહિત તમામ કોરોના ગાઇડ લાઇનને નેવે મુકવામાં આવી હતી.
કોરોનાની સ્થિતી છતા લાખોની જનમેદની એકત્ર કરી
જો કે જ્યારે આજે રાજ્ય કક્ષાના મંત્રી પહોચ્યા કોરોના રસી લેવા પહોંચી ગયા હતા. મંત્રી યોગેશ પટેલે કોરોનાની રસી લીધી હતી. જ્યારે તેમને શિવજીકી યાત્રામાં સેંકડો લોકોને એકત્ર કરવા અંગે પુછવામાં આવ્યું તો તેમણે ખુબ જ વિચિત્ર જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, મે કોઇને ઘરે ઘરે જઇને આમંત્રણ આપ્યું નહોતું. પ્રતિ વર્ષ શિવજીકી સવારીનું આયોજન થાય છે. જેમાં સ્વયંભુ રીતે જ લોકો ઉમટી પડે છે. તેમાં મે કોઇને ઘરે જઇને કીધું નથી કે તમે શિવજીની સવારીમાં આવો.
કોઇને કોરોના થાય તો જવાબદાર શિવજી
જો કે પોતાને શિવજીના ભક્ત કહેવડાવતા નેતાજી પોતાના પર આવી પડ્યું તો તેમણે શિવજી પર જ બધુ ઢોળી દીધું હતું. યાત્રામાં સંક્રમણ ફેલાય તો કોણ જવાબદાર તેમ પુછવામાં આવતા તેમણે કહ્યું કે, મે કોઇને પણ આમંત્રણ આપ્યું નહોતું. સંક્રમણ ફેલાય તો તેના માટે ભગવાન મહાદેવ જવાબદાર. આયોજન મારુ નહોતું પરંતુ સત્યમ શિવમ સુદરમ પરીવારનું આયોજન હતું. ભીડ ભેગી થઇ હતી એટલે જ મે તો કોરોના રસી લઇ લીધી છે. તેવું જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે