MS University ની ફાઈન આર્ટસ ફેકલ્ટી ફરી વિવાદમાં, દેવી-દેવતાના અશોભનીય ચિત્રો બનાવાયા

વડોદરાની MS યુનિવર્સિટીની ફાઈન આર્ટસ કોલેજ ફરી વખત વિવાદમાં, ડિસ્પ્લેમાં હિંદુ દેવી દેવતાઓના અશોભનીય કટઆઉટ લગાવાયા, હિન્દુ સંગઠન, સિન્ડિકેટ સભ્યો, ABVPએ કર્યો વિરોધ

MS University ની ફાઈન આર્ટસ ફેકલ્ટી ફરી વિવાદમાં, દેવી-દેવતાના અશોભનીય ચિત્રો બનાવાયા

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાની MS યુનિવર્સિટીની ફાઈન આર્ટસ કોલેજ ફરી એક વખત વિવાદમાં આવી છે. કોલેજના ડિસ્પ્લેમાં હિન્દુ દેવી દેવતાઓને અશોભનિય કટઆઉટ લગાવવામાં  આવતા વિવાદ થયો છે. દુષ્કર્મના સમાચારને લગતા ન્યૂઝ પેપર કટિંગમાંથી હિન્દુ દેવીદેવતાઓના કટઆઉટ ડિસ્પ્લેમાં લગાવાયા છે. જે મામલે આજે હિન્દુ સંગઠન, કોલેજના સિન્ડિકેટ સભ્યો, ABVPના કાર્યકરોએ વિરોધ કર્યો છે. વિવાદ બાદ ABVPના કાર્યકરોએ કોલેજની ડીનની ઓફિસમાં તોડફોડ કરી હતી.

હિન્દુ દેવી દેવતાઓના અશોભનીય કટાઉટ ડિસ્પ્લે કરાયાના વિવાદ મામલે AVBP એ ફાઈન આર્ટસ ફેકલ્ટીના ડીનની ઑફિસમાં તોડફોડ કરી હતી. ડીનને આવેદનપત્ર આપતા સમયે ડીનની ઑફિસમાં જ તોડફોડ કરી હતી. ઓફિસના ટેબલના કાંચ તોડી નાખ્યાં, તસવીર તોડી નાંખી હતી. તેમજ ઑફિસમાં મુકેલી ફાઈલના કાગળો ફાડી નાંખ્યા હતા. પોલીસની હાજરીમાં જ ABVP કાર્યકરોએ ડીન ઑફિસમાં તોડફોડ કરી હતી. ABVP એ ફેકલ્ટી ડીનનું રાજીનામું માંગ્યું હતું. 

સિન્ડિકેટ સભ્ય હસમુખ વાઘેલાએ ડીનને સવાલ કરતા કહ્યું કે, આઈનોગ્રાફીમાં માત્ર હિન્દુ દેવી દેવતાઓને જ કેમ લેવાયા? ABVP એ ફાઈન આર્ટસ ફેકલ્ટીના ડીનનું રાજીનામું માગ્યું છે. સમગ્ર મામલે ઉગ્ર વિવાદ થતા ફેકલ્ટીના ડીન જયરામ પોડવાલએ કહ્યું કે, અમારી ફેકલ્ટીમાં આવા ડિસ્પ્લે નથી, બીજી જગ્યાના ફોટા વાયરલ થઈ રહ્યા છે. 

બીજી તરફ, આ મામલો પોલીસ સ્ટેશન પહોચ્યો હતો. વિવાદ વચ્ચે એક યુવકે પોલીસ કર્મીને માર માર્યો હતો. યુવકે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભરતભાઈને માર માર્યો હતો. યુવકે ઘર્ષણ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલને ત્રણ લાફા ઝીંકી દીધા હતા. પોલીસે લાફો મારનાર શખ્સની અટકાયત કરી છે. પોલીસ કર્મીએ બાદમાં યુવકને પણ માર માર્યો હતો.

મહત્વનું છે કે, અગાઉ પણ ડિસ્પ્લે મામલે યુનિવર્સિટી વિવાદમાં આવી છે. અગાઉ પર ફાઈન આર્ટ ફેકલ્ટીમાં ડિસ્પ્લેમાં હિન્દુ દેવી દેવતાઓના બિભત્સ ફોટા મૂકવામાં આવ્યા હતા. ત્યારે સવાલ એ છે કે, કોલેજમાં આ પ્રકારનું કૃત્ય કેટલુ યોગ્ય છે? કોલેજની ડિસ્પ્લેમાં આ પ્રકારના કટઆઉટ કોણે લગાવ્યા? શું આ ઘટના મામલે કોલેજના ડીનને જાણ નથી? દેવી દેવતાઓના ફોટા લગાવનાર સામે કાર્યવાહી કરાશે? ઘટના બાદ કોલેજના ડીન કાર્યવાહી કરશે?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news