વડોદરાની કંપનીમાં બોઈલર બ્લાસ્ટની મોટી દુર્ઘટના, 5 કામદારના મોત, 14 ઈજાગ્રસ્ત, બાળકો પણ દાઝ્યા
Trending Photos
- વડોદરાના વડસર બ્રિજ પાસે કંપનીમાં બોઈલર ફાટતા 5 કર્મચારીના મોત
- કેન્ટોન લેબોરેટરિઝ કંપનીમાં બનેલી દુર્ઘટનામાં અનેક 14 કામદારો થયા ઈજાગ્રસ્ત
રવિ અગ્રવાલ/વડોદરા :મધ્ય ગુજરાતમાં દસ દિવસના ગાળામાં બીજી મોટી દુર્ઘટના સર્જાઈ છે. પંચમહાલમાં કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ બાદ આજે વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલી કંપનીમાં બોઈલર ફાટવાની ઘટના બની હતી. બોઈલર ફાટતા કંપનીમાં કામ કરતા 14 જેટલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. તેમજ 5 કામદારના મોત થયાનુ સામે આવ્યુ છે. દોઢ કિમી સુધી બિલ્ડિંગોના કાચ તૂટ્યા હતા. એટલુ જ નહિ, આ બ્લાસ્ટમાં બાળકો પણ ઈજાગ્રસ્ત થયા છે.
વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલી કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં આજે સવારે પોણા નવ વાગ્યાની આસપાસ બોઈલર ફાટવાની ઘટના બની છે. બોઈલર ફાટતાં કંપનીમાં કામ કરતા અનેક કર્મચારીઓ દાઝ્યા છે. તમામ કર્મચારીઓને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટના બાદ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી.
આ ઘટનામાં 5 કર્મચારીના મોત નિપજ્યાની માહિતી સામે આવી છે. તો 14 જેટલા કર્મચારીઓ દાઝ્યા છે. જોકે, સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બ્લાસ્ટની ઘટનામાં નાના બાળકો પણ દાઝ્યા છે. ત્યારે સવાલ એ છે કે આખરે આ કંપનીમાં બાળકો શુ કરતા હતા. આ બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે, આસપાસની દીવાલ પણ ધરાશયી થઈ ગઈ છે. કંપની પાસેની દીવાલો તૂટી પડી હતી, તો નજીકના ઘરનો સામાન પણ વેરવિખેર થઈ ગયો હતો. આસપાસના દોઢ કિમી સુધી બિલ્ડિંગોના કાચ તૂટ્યા હતા.
ફાયર સ્ટેશન અધિકારી નિકુંજ આઝાદે જણાવ્યું કે, કંપની દ્વારા ગેરકાયદે રીતે બોઇલરની બાજુમાં ઘરો બનાવવામાં આવ્યા હતા. આ ઘરોમાં કામદારો અને તેમના પરિવાર રહે છે. બોઇલર વધુ ગરમ થતાં અને પ્રોપર મેઇન્ટન ન થતાં ફાટ્યા હોવાનું અનુમાન છે. હાલ કંપનીનું જી.ઈ.બી નું કલેક્શન કાપી નાખવામાં આવ્યું
કેન્ટોન લેબોરેટરીઝ કંપની પરિસરમાં કામદારોના રહેવા માટે વસાહત બનાવવામાં આવી હતી. વાસહતની બિલકુલ નજીક જ બોઇલર ફાટ્યું હતું. જેમાં કામદારોના નાના બાળકો સહિત પરિવારજનો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે