fire department

વડોદરાની કંપનીમાં બોઈલર બ્લાસ્ટની મોટી દુર્ઘટના, 5 કામદારના મોત, 14 ઈજાગ્રસ્ત, બાળકો પણ દાઝ્યા

  • વડોદરાના વડસર બ્રિજ પાસે કંપનીમાં બોઈલર ફાટતા 5 કર્મચારીના મોત
  • કેન્ટોન લેબોરેટરિઝ કંપનીમાં બનેલી દુર્ઘટનામાં અનેક 14 કામદારો થયા ઈજાગ્રસ્ત

Dec 24, 2021, 10:51 AM IST

પંચમહાલની GFL કંપનીમાં ભયાનક વિસ્ફોટ, એક કિમીના વિસ્તારમાં ધુમાડો ફેલાયો

પંચમહાલની બહુમાળી ઈમારત ધરાવતી જીએફએલ કંપનીમાં ભયાનક વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટ બાદ કંપનીમાં આગ ફાટી નીકળી છે. જ્વલનશિલ કેમિકલ બનાવતી કંપનીમાં ભયાનક વિસ્ફોટ થતા ફાયર વિભાગ દોડતુ થયુ છે. આ આગ એટલી મોટી છે કે, એક કિલોમીટર સુધીના વિસ્તારમાં બ્લાસ્ટનો ધુમાડો ફેલાયો હતો. આગનુ સાયરન વાગતા જ કંપનીના તમામ કર્મચારીઓ દોડીને બહાર આવી ગયા હતા. જોકે, કંપની બ્લાસ્ટમાં મોટી જાનહાનિની શક્યતાઓ છે. 

Dec 16, 2021, 11:16 AM IST

પંચમહાલમાં ભારત ગેસના ગોડાઉનમાં લાગી આગ, બૂઝવવા ગયેલા 14 સ્થાનિકો દાઝ્યા

પંચમહાલના ડેસરના નાનકડા એવા પીપલછટ ગામમાં મોડી રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઘાસચારામાં લાગેલી આગ બાજુના ગેસના બાટલાના ગોડાઉનમાં ફેલાઈ હતી. આ આગમાં 13 જેટલા ગ્રામજનો દાઝ્યા છે. આગની ઘટનામાં દાઝેલા તમામને કાલોલની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. 

Nov 19, 2021, 03:07 PM IST

AHMEDABAD: ફાયર વિભાગમાં થશે મોટા પ્રમાણમાં ભરતી, આ પ્રકારની ચાલી રહી છે તૈયારી

શહેરમાં આગ અકસ્માતની વધતી ઘટનાઓને લઈને ફાયર સ્ટેશનની ઘટના બમણી કરવાનું આયોજન કરવા માટેની વિચારણા ચાલી રહી છે. શહેરમાં હાલ કાર્યરત 15 ફાયર સ્ટેશનની સંખ્યા વધારીને 40 ફાયર સ્ટેશન ઉભા કરવાની તૈયારી કોર્પોરેશન દ્વારા ચાલી રહી છે. આગામી બે વર્ષમાં વધુ 7 ફાયર સ્ટેશન અને 20 ફાયર ચોકી બનાવવા માટેનું આયોજન થઈ રહ્યું છે.

Nov 8, 2021, 04:58 PM IST

વલસાડના મોટરકાર વર્કશોપમાં એવી આગ ફાટી કે ફાયર ફાઈટર્સની ટીમના નાકે દમ આવી ગયો

વલસાડ (valsad) ના ગુંદલાવ નજીક એક મોટર કાર ના વર્કશોપમાં આગ (fire) લાગતાં દોડધામ મચી ગઇ હતી.  પરંતુ વર્કશોપમાં રાખવામાં આવેલો ઓઇલ અને કેમિકલનો જથ્થો મોટા પ્રમાણમાં સંગ્રહ કર્યો હોવાથી આગ બેકાબૂ બની હતી. જેને બૂઝવવા ફાયર ફાઈટરની ટીમને પણ નાકે દમ આવી ગયો હતો. 

Oct 6, 2021, 10:47 AM IST

આ VIDEO વિદેશનો નહી SURAT નો છે, પત્તાના મહેલની જેમ બિલ્ડિંગ નીચે બેસી ગયું અને...

શહેરના મજૂરા ગેટ ફાયર સ્ટેશનની ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગ્રાઉન્ડ સાથે ત્રણ માળનું બિલ્ડીંગ છેલ્લા લાંબા સમયથી જર્જરીત હોવાના કારણે કોર્પોરેશન દ્વારા તેને તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો. અત્રે નોંધનીય છે કે, તે છેલ્લા 2 વર્ષથી તો ખાલી જ હતું. જેના કારણે લાંબા સમયથી તેના ડિમોલેશનની ચર્ચા પણ ચાલી રહી હતી. જો કે આજે ફાયર વિભાગ દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતીથી બિલ્ડીંગ તોડી પાડવામાં આવ્યું હતું. 

Sep 21, 2021, 11:50 PM IST

VADODARA માં ફાયર વિભાગ કે યુદ્ધનું મેદાન, અધિકારીએ જુનિયરને લાફા મારી ગાડીને ગાભા મરાવ્યા અને...

ફાયર બ્રિગેડના સિનિયર અધિકારીએ જુનિયર અધિકારીને લાફો મારતા વિવાદ સપાટી પર આવ્યો છે. હાલ આ સમગ્ર મુદ્દો વિવાદિત બન્યો છે. જોકે સીનિયર અધિકારી લાફો મારવાની વાતને સમર્થન નથી કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. વડોદરા ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે 22 જુલાઈના રોજ બદામડી બાગ ખાતે આવેલી સીટી કમાન્ડ કંટ્રોલ ઓફિસના પાર્કિંગમાં સબ ફાયર ઓફિસર દર્શન કોઠારીને લાફો માર્યો હોવાના આક્ષેપ ખુદ પોતે દર્શન કોઠારીએ કર્યો હતો. 

Aug 21, 2021, 05:34 PM IST

અમદાવાદ: પાણીની ટાંકીમાંથી મળી આવી મહિલાની લાશ, હત્યાની આશંકા પર પોલીસ તપાસ શરૂ

અમદાવાદના (Ahmedabad) ખોખરા વિસ્તારમાં મહિલાનો મૃતદેહ (Dead Body) મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પાણીની પ્લાસ્ટીકની ટાંકીમાંથી મહિલાની લાશ મળી આવી હતી. ઘટના પર લોકોના ટોળાઓ જોવા મળ્યા હતા

Jul 6, 2021, 06:30 PM IST

અદાણી શાંતિગ્રામ સહિત અમદાવાદની 123 બિલ્ડીંગોને ફાયર વિભાગનો NOC અંગે પત્ર

શહેરના અનેક બિલ્ડીંગ પાસે ફાયર NOC ન હોવાને કારણે ગુજરાત હાઇકોર્ટે ઝાટકણી કાઢ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સફાળુ જાગ્યું છે. તમામ બિલ્ડિંગોમાં એનઓસી અંગેની તપાસ ચાલુ કરી દીધી છે. જે પણ બિલ્ડિંગો પાસે એનઓસી નથી તેમને ઝડપથી મેળવી લેવા માટેની કામગીરી આરંભી છે. 

Jul 4, 2021, 11:36 PM IST

વડોદરાના રહેણાંક કોમ્પ્લેક્ષમાં આગ લાગતા 10 રહીશોનાં જીવ જોખમમાં, ફાયરબ્રિગેડનું રેસ્ક્યુ ઓપરેશન

વડોદરામાં ગીચ રહેણાંક વિસ્તારમાં એક કોમ્પ્લેક્ષમાં આગ લાગતાં અફરાતફરી મચી હતી. આગને કારણે ત્રણ પરિવારનાં 10 જેટલાં રહીશોનાં જીવ જોખમમાં મુકાતા ફાયરબ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. 

Jul 3, 2021, 08:24 PM IST

BHAVNAGAR: મિત્રો સાથે તળાવમાં ન્હાવા પડેલા યુવાનનું મોત, ફાયર વિભાગ પાસે સાધન નથી

શહેરમાં રહેતા કેટલાક મિત્રો ઘોઘા તાલુકાના મોટા ખોખરા વિસ્તારમાં ફરવા ગયા હતા, જ્યાં તમામ મિત્રો મોટા ખોખરા પાસે આવેલા તળાવમાં નાહવા પડયા હતા. આ યુવાનો પૈકી એક યુવાન તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેનો મૃતદેહ ફાયર વિભાગની ટીમે 24 કલાકની જહેમત બાદ મળી આવ્યો હતો.

Jun 26, 2021, 06:37 PM IST

SURAT માં શોલે ફિલ્મને ટક્કર મારે તેવા દ્રશ્યો, ફાયર વિભાગે 5 કલાક ચલાવ્યું દિલધડક રેસક્યું

શહેરના ડિંડોલી વિસ્તારમાં ફિલ્મ શોલેને પણ શરમાવે તેવા દ્રશ્યો સર્જાયા હતા. એક યુવક 70 ફૂટ ઉંચા થાંભલા પર ભીના શરીરે ચડીને હોબાળો કર્યો હતો. જો કે આ યુવક ઉપર ચડી ગયા બાદ સ્થાનિકોએ ફાયર અને પોલીસને જાણ કરી હતી. ફાયરનાં જવાનોએ ભારે જહેમત બાદ તેને નીચે ઉતાર્યો હતો. 

Jun 25, 2021, 07:09 PM IST

અમદાવાદ : ઈન્ક બનાવતી કંપનીમાં વિકરાળ આગ ફાટી નીકળી, 3 ફાયરમેન ઈજાગ્રસ્ત થયા

  • ઈન્ક એનોમ નામની કંપનીમાં આગ લાગવાનો કોલ 3.30 વાગે મળ્યો હતો
  • આગની તીવ્રતા જોઈને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો
  • આગ બુઝાવવાની કામગીરી દરમ્યાન 3 ફાયરમેન કર્મચારીઓ દાઝ્યા

Jun 12, 2021, 09:01 AM IST

SURAT: હોટલ-રેસ્ટોરન્ટ ખુલતાની સાથે જ ફાયર વિભાગે ચાંદલો કર્યો, 14 હોટલ સીલ

શહેરમાં અપૂરતી સુવિધાઓ ધરાવતા કેટલાક એકમો પર ફાયર વિભાગે લાલ આંખ કરી છે. ફાયર વિભાગની કડક કાર્યવાહી યથાવત રહી છે. ફાયર વિભાગે ૧૦ જુનના રોજ ૧ હોસ્પિટલ, ૧૪ હોટેલ અને ૩ કોમર્શીયલ એકમો મળી કુલ ૧૮ એકમોમાં સીલીંગની કાર્યવાહી હાથ ધરી હતી. ફાયરની કડક કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. 

Jun 10, 2021, 04:05 PM IST

ભાવનગર મનપાનું ઓપરેશન ફાયર સેફ્ટી, ફાયર વિભાગે 8 હોસ્પિટલોને કરી સીલ

ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીની કામગીરી શરૂ કરવામાં આવી છે અને નિયમોનું પાલન ન કરતા હોય તેવી બિલ્ડિંગને સીલ કરવામાં આવી રહી છે

Jun 10, 2021, 12:59 AM IST

વેજલપુરની આગમાં ઘર બળ્યું... પોતાના ઝૂપડા ઉપર કાળો ધુમાડો ઉડતો જોઈ લોકો સામાન લેવા દોડ્યા, પણ...

ઝૂંપડપટ્ટી ગીચ વિસ્તારમાં અને આસપાસમાં મકાનો આવેલાં હોવાથી આગને કાબૂમાં કરવામાં ફાયરબ્રિગેડને મુશ્કેલી પડતાં મકાનો પર ચડી ફાયરબ્રિગેડ પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો

May 25, 2021, 01:43 PM IST

કોવિડ હોસ્પિટલોમાં રાત્રે ત્રાટકશે ફાયર વિભાગ !, ટીમો તૈયાર રાખવા સૂચના

ભરૂચમાં કોવિડ હોસ્પિટલનાં અગ્નિકાંડનાં પડઘા રાજકોટમાં પડ્યા છે. રાજકોટ મનપાનાં ફાયર વિભાગે તમામ કોવિડ હોસ્પિટલોમાં ચેકીંગ કરવાની તૈયારી આરંભી છે. અગાઉ પણ અનેક કોવિડ હોસ્પિટલોમાં આગની દૂર્ઘટના ઘટી છે.

May 1, 2021, 11:42 PM IST

Surat ની આયુષ હોસ્પિટલના ICU વોર્ડમાં આગ, પાંચ કોરોના દર્દીઓના થયા મોત

રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણના (Coronavirus) કેસોના લીધે રાજ્યના (Gujarat) મોટા શહેરોની હોસ્પિટલ દર્દીઓથી ફૂલ થઈ ગઈ છે. ત્યારે પડતામાં પાટુ માફક સુરતના ડોક્ટર હાઉસમાં (Doctor House) આવેલી કોવિડ હોસ્પિટલમાં (Covid Hospital) આગ લાગી હતી

Apr 26, 2021, 02:14 PM IST

અમદાવાદની અંકુર સ્કુલમાં લાગી આગ, જ્વાળાની લપેટમાં ફસાયેલા 3 મજૂરોને હેમખેમ બચાવાયા

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી અંકુર ઈન્ટરનેશનલ સ્કૂલમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. કોઈ અગમ્ય કારણોસર અંકુર સ્કૂલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેથી 10થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.

Apr 9, 2021, 12:06 PM IST

સેલવાસમાં ફરસાણની દુકાનમાં થયો સિલિન્ડર બ્લાસ્ટ, 2 કિલોમીટર સુધી અવાજ સંભળાયો

દાદરા નગર હવેલીના સુરંગી ગામે એક ફરસાણ અને મીઠાઈની દુકાનમાં ગેસ ચાલુ કરવા જતા અચાનક આગ પકડી લીધી હતી. સેલવાસમાં ફરસાણની એક દુકાનમાં મૂકાયેલ સિલિન્ડરમા બ્લાસ્ટ થતા જોરદાર ધમાકો થયો હતો. સાથે સામાન દૂર સુધી ફંગોળાયો હતો અને દુકાનના સંચાલકને પણ ગંભીર ઈજાઓ થઈ હતી. જેમનુ મોત નિપજ્યું છે.  

Feb 13, 2021, 04:28 PM IST