ભાવનગરઃ વલભીપુરના રાજવી અને માજી ધારાસભ્ય પ્રવિણસિંહજી ગોહિલનું 97 વર્ષની વયે નિધન
97 વર્ષની વયે પહોંચેલા દાદા બાપુ છેલ્લા ત્રણ દિવસથી બિમાર હતા.
Trending Photos
ભાવનગરઃ ભાવનરના વલભીપુરના રાજવી અને ગુજરાતમાં કોંગ્રેસના માજી ધારાસભ્ય મહારાજ ઠાકોર સાહેબ પ્રવિણસિંહજી ગોહિલનું નિધન થયુ છે. ત્યારે વલભીપુર ખાતે સવારે પ્રવિણસિંહજી ગોહિલની અંતિમયાત્રા કાઢવામાં આવશે. બિમારીના કારણે 97 વર્ષની જૈફ વયે પ્રવિણસિંહનું ગોહિલનું નિધન થતા સમગ્ર ભાવનગર પંથકમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. પ્રવિણસિંહ કોંગ્રેસમાંથી બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. લોકોની સેવાના કારણે દાદા બાપુ તરીકે ઓળખાતા પ્રવિણસિંહના કામોથી ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ પણ પ્રભાવિત થયા હતા. ત્યારે પ્રવિણસિંહ ગોહિલની અંતિમવિધીમાં દેશભરમાંથી રાજકીય આગેવાનો અને રાજવી પરિવારના લોકો પણ જોડાશે.
રજવાડાઓના વિલિનીકરણ વખતે વલ્લભીપુરના રાજવી ગંભીરસિંહ ગોહિલે સરદાર પટેલની આજ્ઞા માથે ચઢાવી એમના રાજ્યનું વિલિનીકરણ કર્યું હતું. ગંભીરસિંહના પુત્ર પ્રવિણસિંહ ગોહિલ લોક સેવા માટે રાજકારણમાં જોડાયા હતા અને સતત બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. સામાન્ય પ્રજા માટે તેમનું દરબાર ગઢ હંમેશાં માટે ખુલ્લો હતો. આ ઉપરાંત આસપાસના વિસ્તારના લોકો પણ જાહેર સમારંભ માટે વિનામૂલ્યે દરબાર ગઢનો ઉપયોગ કરી શકતા હતા. દાદા બાપુને નામે ઓળખાતા પ્રવિણસિંહની કામગીરીથી વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પણ પ્રભાવિત હતા. જવારલાલ નહેરુ જ્યારે પણ ગુજરાતના પ્રવાસે આવતા ત્યારે દાદા બાપુને પોતાની સાથે રાખતા હતા. 97 વર્ષની વયે પહોંચેલા દાદા બાપુ છેલ્લા ત્રણ દિવસથી બીમાર હતા. સારવાર માટે કરવામાં આવ્યા હતા, જ્યાં રવિવારના રોજ તેમનું નિધન થતાં સમગ્ર વલભીપુર અને ભાવનગર પંથકમાં શોકની લાગણી વ્યાપી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે