વલસાડમાં યુવતી સાથે હેવાને વારંવાર શરીરસુખ માણ્યું, જાણો કેવી રીતે સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો

ડુંગરી પોલીસ દ્વારા હેવાન ઈસમની ધરપકડ કરવામાં આવી છે. સૌપ્રથમ તેની ઓળખ કરીએ તો આરોપીનું નામ અનિલ બચુ પટેલ છે અને તેણે તેના પાડોશમાં આવેલ એક યુવતીનું વારંવાર શારીરિક શોષણ કર્યું છે.

વલસાડમાં યુવતી સાથે હેવાને વારંવાર શરીરસુખ માણ્યું, જાણો કેવી રીતે સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો

ઉમેશ પટેલ/વલસાડ: રાજ્યમાં સ્ત્રી સુરક્ષા અને મહિલા સશક્તિકરણના મોટા મોટા દાવો થઈ રહ્યા છે, તેમ છતાં પણ આજે પણ કોઈપણ ઉંમરની મહિલાઓ સલામત નથી. મહિલાઓના શોષણ અટકાવવા માટે સરકાર કડક કાયદાઓ પણ લાવવામાં આવ્યા છે. તેમ છતાં પણ પણ રાજ્યમાં મહિલાઓનું શોષણ અટકતું નથી. ત્યારે રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લામાં ફરી એકવાર એક યુવતી સાથે વારંવાર દુસ્કર્મ આચરવામાં આવ્યું છે. ફરી એકવાર એક પાડોશીએ પીડાતાની એકલતાનો લાભ લઇ પાશવી બળાત્કાર કર્યો છે. 

ડુંગરી પોલીસ દ્વારા હેવાન ઈસમની ધરપકડ કરવામાં આવી છે. સૌપ્રથમ તેની ઓળખ કરીએ તો આરોપીનું નામ અનિલ બચુ પટેલ છે અને તેણે તેના પાડોશમાં આવેલ એક યુવતીનું વારંવાર શારીરિક શોષણ કર્યું છે. સામાન્ય રીતે પહેલો સગો પાડોશી માનવામાં આવે છે. પરંતુ અનિલ પટેલ જેવા પાડોશી ભગવાન કોઈને પણ ન આપે. ડુંગરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક યુવતી તેની વૃદ્ધ દાદી અને નાની બહેન સાથે રહેતી હતી. પીડિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી પીડિતા લોકોના ઘરમાં કામ કરી ગુજરાન ચલાવતી હતી. 

પાડોશી અનિલના ઘરે પણ આ પીડિતા ઘરકામ માટે જતી હતી. ત્યારે આ હેવાન ઈસમ દ્વારા પાડોસમાં રહેતી આ પીડિતાને ઘરે કોઈ ન હોય ત્યારે ઘાક ધમકી આપી પાશવી બળાત્કાર આચરતો હતો અને જયારે જયારે આરોપી એની પત્ની બહાર હોય રે મોકાનો લાભ લઈને આ હેવાન ઈસમ પીડિતા સાથે દુષ્કર્મમાં આચારતો હતો. 

આ મામલે જો કોઈને ફરિયાદ કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પીડિતાએ પોતાની આપવીતી કોઈને જણાવી ન હતી પરંતુ સમય જતા પીડિતાનું પેટ વધતા આખો મામલો બહાર આવ્યો હતો. પીડિતાનું મેડિકલ કરાવતા પીડિતાને 8 માસનો ગર્ભ રહી જતા અંતે પૂછપરછમાં અનિલ પટેલનું સમગ્ર કારસ્તાન બહાર આવ્યું છે. 

આ ઘટનામાં પીડીતા શરૂઆતમાં ચૂપ રહી હતી. પરંતુ આ હેવાન ઈસમ પીડિતા સાથે વારંવાર બળાત્કાર કરતો રહ્યો. પોતાની સાથે થયેલી હેવાનિયતની જાણ પરિવારને કહી શકતી નહોતી. પરિવારમાં 80 વર્ષીય દાદી અને નાની બહેન સિવાય પરિવારમાં એવું કોઈ નહોતું. જેથી મૂંગે મોઢે પીડિતા અનિલનો ત્રાસ સહન કરતી હતી. જોકે આ પીડિતાને 8 માસનો ગર્ભ રહી જતા અંતે આખો મામલો બહાર આવ્યો હતો. આ મામલે પરિવારે ડુંગરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ડુંગરી પોલીસે પણ ગણતરીના સમયમાં આરોપી અનિલ પટેલની ધરપકડ કરી લીધી છે. 

આપણા સભ્ય સમાજમાં બળાત્કાર અને છેડતીની ઘટનામાં મોટા ભાગે કોઈ પરિચિત જ હોવાનું બહાર આવ્યું છે. આ કિસ્સામાં પણ પીડિતાના પાડોશી દ્વારા જ પીડિતાની ગરીબાઈનો લાભ લઇ વારંવાર બળાત્કાર કર્યો હતો. પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી આપવાના કારણે પીડિતા કોઈને કહી પણ શકતી નહોતી. જો કે હવે આરોપી ડુંગરી પોલીસની ગિરફ્તમાં આવી ગયો છે. પોલીસે આરોપી વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આરોપી અને પીડિતાને મેડિકલ અર્થે પણ મોકલી દેવામાં આવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news