Valsad : 80 કિલોનો ગાંજો ગુજરાતમાં ઘૂસાડવાનો હતો, તે પહેલા જ પોલીસે પાડી દીધો ખેલ

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વધુ એક નશીલા પદાર્થનું રેક્ટ ઝડપી પાડ્યું છે. વલસાડ જિલ્લા પોલીસે બે દિવસમાં 250 કિલોથી વધુના ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. ત્યારે ગાંજો લાવતા ઈસમો કોણ હતા અને ક્યાંથી ગાંજો લાવતા હતા, આટલી મોટી માત્રામાં ગાંજો કઈ રીતે હેરાફેરી કરી તેનો પોલીસે પર્દાફાશ કર્યો. 
Valsad : 80 કિલોનો ગાંજો ગુજરાતમાં ઘૂસાડવાનો હતો, તે પહેલા જ પોલીસે પાડી દીધો ખેલ

ઊમેશ પટેલ/વલસાડ :વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વધુ એક નશીલા પદાર્થનું રેક્ટ ઝડપી પાડ્યું છે. વલસાડ જિલ્લા પોલીસે બે દિવસમાં 250 કિલોથી વધુના ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. ત્યારે ગાંજો લાવતા ઈસમો કોણ હતા અને ક્યાંથી ગાંજો લાવતા હતા, આટલી મોટી માત્રામાં ગાંજો કઈ રીતે હેરાફેરી કરી તેનો પોલીસે પર્દાફાશ કર્યો. 

અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં નશીલા પદાર્થ મોટાપ્રમાણમાં લાવી ગુજરાતના યુવા ધને બરબાદ કરવા માટે અલગ અલગ ષડયંત્ર ચાલી રહ્યાં છે. ત્યારે એવું એક રેકેટ વલસાડ જિલ્લા પોલીસની SOG ની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. વલસાડ SOG ની ટીમને બાતમી મળી હતી કે, ઓરિસ્સાથી મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો લઈ ગુજરાતના સુરત તરફ લઈ જવાઈ રહ્યો છે. જેને લઈ Sog ની ટીમ દ્વારા ધરમપુર ચોકડી નજીક નેશનલ હાઇવે 48 પર નાકાબંધી કરી હતી. બાતમીવાળી કાર આવતા Sog ની ટીમ દ્વારા કારના અંદર તપાસ કરતા કારમાં બનાવવામાં આવેલ ચોર ખાનું મળ્યું હતું. તેમાંથી 81 કિલો જેટલા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેની માર્કેટ કિંમત 8 લાખ મળી આવ્યો હતો. પોલીસે 8 લાખના ગાંજાના જથ્થા સાથે ઓરિસ્સાના બે આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

No description available.

Sog પોલીસ દ્વારા કારની અંદર ચોર ખાન બનાવી લઈ જવાતા 80 કિલો ગાંજા સાથે બે આરોપીની ધરપકડ કરાઈ છે. પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા આરોપીઓ દ્વારા આ ગાંજાનો જથ્થો મુંબઈના અલતાફ નામના ઈસમના કહેવાથી ઓરિસ્સાથી લઈ સુરત લાવવામા આવ્યો હતો. વિજય મલિક નામના શખ્સને આ ગાંજો આપવા જવાનો હતો. ઓરિસ્સાથી સુરત સુધી 2 હજાર કિલોમીટર સુધીનું અંતર કાપી ગાંજો પહોંચાડવા માટે 20 હજાર રૂપિયા નક્કી કરાયા હતા. એક મહિના પહેલા ગાંજો સુરત ખાતે કાર દ્વારા પહોંચાડ્યો હોવાનું કબૂલ કરવામાં આવ્યું છે. સાથે જ પોલીસ દ્વારા પકડવામાં આવેલો ગાંજાનો જથ્થો 1 કિલો 2 કિલો અને 3 કિલોના પેકેટમાં પેક કરવામાં આવ્યો હતો. ગાંજાનું સમગ્ર રેકેટ રેલ નટેવર્કથી ચાલતું હોવાનું સામે આવ્યું છે. 

Sog પોલીસ દ્વારા પકડાયેલા આરોપી
1. ચક્રપા ગૌડા, ગંજામ-ઓરિસ્સા
2. જીપદ્મનાભ દોરા, ગંજામ ઓરિસ્સા 

Sog પોલીસે 80 લાખના ગાંજા સાથે કુલ રૂપિયા 13.32 લાખનો મુદામાલ જપ્ત કરી 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યાં છે. આ મામલે વધુ તપાસ રૂરલ પોલીસને સોંપી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news