Varachha Road Gujarat Chutani Result 2022 વરાછા બેઠક પર કાકાએ ભત્રીજાને પછાડ્યો, કુમાર કાનાણીની ભવ્ય જીત, કથિરીયાની કારમી હાર

Varacha Road Gujarat Chutani Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.

Varachha Road Gujarat Chutani Result 2022 વરાછા બેઠક પર કાકાએ ભત્રીજાને પછાડ્યો, કુમાર કાનાણીની ભવ્ય જીત, કથિરીયાની કારમી હાર

Varacha Road Gujarat Chunav Result 2022:  વરાછા વિધાનસભા બેઠક (સુરત) પાટિદારોનું વર્ચસ્વ ધરાવતી સીટ પર આ વખતે શું થશે તેના પર સૌ કોઇની નજર છે. 2017માં પાટીદાર અનામત આંદોલનની અસર વચ્ચે પણ ભાજપે આ પાટીદાર બહુલ બેઠક જીતી હતી. પાટીદાર નેતા અલ્પેશ કથીરીયા આપ તરફથી ચૂંટણી લડી રહ્યા હોવાથી ત્રીપાંખીયો જંગ આ બેઠક પર જોવા મળી રહ્યો છે.

આખરે વરાછા બેઠક પર કાકાએ ભત્રીજાને પછાડ્યો છે અને કુમાર કાનાણીની ભવ્ય જીત થઈ છે. કથિરીયાની કારમી હાર થઈ છે. 16754 મતથી કુમાર કાણાનીની ભવ્ય જીત થઈ છે. અલ્પેશ કથિરીયા કુમારભાઈને ફરી આજે પગે લાગ્યો અને જીત માટે અભિનંદન પાઠવ્યા. 

જીલ્લો -સુરત
બેઠક-વરાછા
પક્ષ-ભાજપ
ઉમેદવાર-કુમાર કાણાની
રાઉન્ડ -10
મતથી આગળ-8201

2022ની ચૂંટણી
2022ના ગુજરાત ચૂંટણી મહાસંગ્રામમાં ભાજપે ધારાસભ્ય કિશોર કાનાણીને રીપીટ કર્યા છે. જ્યારે કોંગ્રેસે પ્રફુલ તોગડીયાને ટીકીટ આપી છે. તો આમ આદમી પાર્ટી તરફથી પાટિદાર નેતા અલ્પેશ કથીરીયા ચૂંટણી મેદાને છે.  આ બેઠક પર આશરે કુલ 1,98634 જેટલા મતદારો છે.

2017ની ચૂંટણી
વરાછા બેઠકના ઇતિહાસની વાત કરીએ તો 2017માં પાટીદાર અનામત આંદોલનની અસર વચ્ચે પણ ભાજપે આ પાટીદાર બહુલ બેઠક જીતી હતી. ભાજપના કિશોર કાનાણીએ કોંગ્રેસના ધીરુભાઇ ગજેરાને 13998 મતથી હાર આપી હતી. 

2012ની ચૂંટણી
2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કિશોર કાનાણીએ કોંગ્રેસના ધીરુભાઇ ગજેરાને 20359 મતથી હરાવી વરાછા બેઠક જીતી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news