Vav Gujarat Chutani Result 2022: વાવ બેઠક પર કોંગ્રેસના ગેનીબેન પટેલનો વિજય

Vav Gujarat vidhan sabha Chunav Result 2022: બનાસકાંઠા જિલ્લામાં અતિમહત્ત્વની ગણાતી વાવ બેઠક નવા સીમાંકન બાદ બે ભાગમાં વિભાજિત થઈ છે. વાવ બેઠકમાં રાધનપુરનાં 32 ગામનો પણ સમાવેશ થાય છે. કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પર ચૌધરી, ક્ષત્રિય અને બ્રાહ્મણ મતદારો પ્રભુત્વ ધરાવે છે.

Vav Gujarat Chutani Result 2022: વાવ બેઠક પર કોંગ્રેસના ગેનીબેન પટેલનો વિજય

Vav Gujarat Chutani Result 2022: વાવ વિધાનસભા બેઠક ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવે છે. 1967થી 2017 સુધીમાં યોજાયેલી 12 વિધાનસભા ચૂંટણીમાં 7વાર કોંગ્રેસનો, 2વાર ભાજપનો, જ્યારે અપક્ષ, સ્વતંત્ર પક્ષ અને જનતાદળનો એક-એકવાર વિજય થયો છે.વાવ વિધાનસભા બેઠક પર સામાન્ય રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ છે, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં છે. આ જોતાં અહીં ખૂબ જ રોમાંચક હરીફાઈ થવાની છે.

બનાસકાંઠા 
4 ભાજપના ઉમેદવારો વિજેતા
કોંગ્રેસના 4 ઉમેદવારો વિજેતા
અપક્ષ એક ઉમેદવાર વિજેતા..

દિયોદર -ભાજપ -કેસાજી ચૌહાણ
થરાદ-ભાજપ -શંકર ચૌધરી 
પાલનપુર -ભાજપ -અનિકેત ઠાકર
ડીસા-ભાજપ -પ્રવીણ માળી

કાંકરેજ-કોંગ્રેસ -અમૃત ઠાકોર 
વાવ-કોંગ્રેસ -ગેનીબેન ઠાકોર
વડગામ-કોંગ્રેસ -જીગ્નેશ મેવાણી
દાંતા -કોંગ્રેસ -કાંતિ ખરાડી

ધાનેરા -અપક્ષ -માવજીભાઈ દેસાઈ

બનાસકાંઠા
વાવ વિધાનસભા
આઠમો રાઉન્ડ પૂર્ણ
કોંગ્રેસ 1741 મતથી આગળ.

વાવ વિધાનસભા બેઠક(બનાસકાંઠા)
વાવ વિધાનસભા બેઠક અંતર્ગત લગભગ 2 લાખ 39 હજાર 275 મતદારો છે. જેમાં 1 લાખ 26 હજાર 696 પુરુષ મતદારો છે. તો 1 લાખ 12 હજાર 579 મહિલા મતદારો છે. અહીં 281 મતદાન મથકો છે. અહીં ઠાકોર અને ચૌધરી સમાજના મતદારો મુખ્ય છે. એટલે આ બે સમાજ જેને સમર્થન આપે તેમની જીત નિશ્ચિત માનવામાં આવે છે. આ બેઠક પર ઠાકોર સમાજના 27.4 ટકા, ચૌધરી પટેલ 16.3 ટકા, દલિત 11.9 ટકા, બ્રાહ્મણ 9.1 ટકા અને રબારી 9.1 ટકા મતદારો છે..વાવ સામાન્ય વર્ગની બેઠક છે.

2022ની ચૂંટણી
વર્ષ 2022ની ચૂંટણીમાં આ વર્ષે ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસ તેમને ફાયરબ્રાન્ડ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને રીપિટ કર્યા છે. આમ આદમી પાર્ટીએ ડૉક્ટર ભીમ પટેલને ટિકિટ આપી છે. એટલે આ વર્ષે અહીં હાઈપ્રોફાઈલ જંગ નક્કી છે.

2017ની ચૂંટણી
2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઠાકોર ગેનીબેન નાગાજી ભાજપના શંકરભાઈ ચૌધરીને હરાવીને ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ વિસ્તારમાં ગેનીબેનની છબી લોકપ્રિય નેતાની છે.

2012ની ચૂંટણી
હવે એક દાયકો પાછળ જઈએ અને વર્ષ 2012ની ચૂંટણીની વાત કરીએ તો વર્ષ 2012માં ભાજપના શંકર ચૌધરી અહીંથી વધુ મતથી જીત્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news