Bhavnagar જિલ્લામાં પતિના દીર્ઘાયુષ્ય માટે બહેનોએ ઉજવ્યું વટ સાવિત્રીનું વ્રત

જેઠ માસની અજવાળી પૂનમના દિવસે વટ સાવિત્રી વ્રત (Vat Purnima) ની ઉજવણી કરવામાં આવે છે.

Bhavnagar જિલ્લામાં પતિના દીર્ઘાયુષ્ય માટે બહેનોએ ઉજવ્યું વટ સાવિત્રીનું વ્રત

નવનીત દલવાડી, ભાવનગર: પ્રાચીન હિંદુ ધર્મ સંસ્કૃતિમાં વ્રતોનું ખુબ મહત્વ રહેલું છે. વર્ષના બારેમાસ કોઈને કોઈ વાર તહેવાર કે વ્રત ધાર્મિક દૃષ્ટિએ મનાવવામાં આવતા હોય છે. જેમાં વ્રતોનું ખૂબ આગવું મહત્વ રહેલું છે. બહેનો પતિના દીર્ઘાયુષ્ય માટે વ્રત કરતી હોય છે. જેઠ માસની પૂર્ણિમાએ ઉજવવામાં આવતું એવું જ એક વ્રત એટલે વટ સાવિત્રી (Vat Purnima).

પ્રદક્ષિણા સાથે વડ ને સુતરના તાંતણા વીંટી પતિના દીર્ઘાયુ માટે મંગલ કામના
જેઠ માસની અજવાળી પૂનમના દિવસે વટ સાવિત્રી વ્રત (Vat Purnima) ની ઉજવણી કરવામાં આવે છે. વ્રતના દિવસે બહેનો સોળે શણગાર સજી મહાદેવના મંદિરે (Mahadev Temple) દર્શન કરવા જાય છે. જ્યારે આ દિવસે સૌભાગ્યવતી બહેનો પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે વડ સાવિત્રી વ્રત સાથે ઉપવાસ કરી વ્રતની ઉજવણી કરવામાં આવે છે.

યમરાજ પાસેથી પતી સત્યવાન ના પ્રાણ પાછા લાવી હતી સાવિત્રી
ભારતીય સંસ્કૃતિમાં આદિ અનાદી કાળથી વડ સાવિત્રીના વ્રત સાથે સત્યવાન અને સાવિત્રીની કથા પ્રચલિત છે. સતી સાવિત્રી યમરાજ પાસેથી પોતાના પતી ના પ્રાણ પાછા લાવી આદર્શ નારીત્વ અને પતિવ્રતા ધર્મનું દૃષ્ટાંત પૂરું પાડ્યું હતું. જેથી આજે પણ બહેનો વડ સાવિત્રી પૂજા કરી પતિના દીર્ઘાયુષ્ય માટે વડના ઝાડ ફરતે પ્રદક્ષિણા કરી સૂતરના તાંતણા બાંધી મંગળ કામના કરે છે.

ભાવનગરમાં વડ સાવિત્રી વ્રત પૂજન કરતી બહેનો
ભાવનગર (Bhavnagar) માં અનેક સ્થળો પર આજે શિવ મંદિરોમાં દર્શન કરી વડના ઝાડની પ્રદક્ષિણા કરી વ્રતધારી બહેનોએ અબીલ, ગુલાલ, કંકુ ચોખા, ફૂલો અને જળ ચડાવી પૂજન કર્યું હતું. તેમજ વડના ઝાડ ફરતે સૂતર ના તાંતણા બાંધી પ્રદક્ષિણા કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news