VIDEO: સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં આખલો ઘૂસ્યો, લોકો સાથે બિન્દાસ મારી રહ્યો છે આંટા

જામનગરની જી.જી.હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો વચ્ચે આખલો ઘુસી આવતા દોડધામ મચી ગઈ. સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં આખલો ઘુસી જતાં હોસ્પિટલની સિક્યોરિટી સામે અનેક સવાલો ઉભા થયા છે.

VIDEO: સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં આખલો ઘૂસ્યો, લોકો સાથે બિન્દાસ મારી રહ્યો છે આંટા

મુસ્તાદ દલ/જામનગર: રાજ્યની અનેક મોટી હોસ્પિટલોમાં બેદરકારીના સમાચાર તો આપણે સાંભળ્યા જ હશે. હોસ્પિટલમાં કૂતરા-બિલાડી જેવા પ્રાણીઓ આંટાફેરા કરતા હોય એ તો સમજ્યા, પરંતુ જામનગરની જીજી હોસ્પિટલમાં આખલાના આંટાફેરા જોવા મળ્યા છે. સાંભળીને ચોંક્યા હશો પરંતુ આ હકીકત છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો વચ્ચે આખલો ઘુસી આવતા દોડધામ મચી ગઈ. સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં આખલો ઘુસી જતાં હોસ્પિટલની સિક્યોરિટી સામે અનેક સવાલો ઉભા થયા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં આખલો ઘુસી જવાની ઘટના બની છે. શહેરમાં દિવસેને દિવસે આખલાઓનો આતંક વધતો જઈ રહ્યો છે. ત્યારે જામનગરની અને સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં આખલો પહોંચ્યો છે. હોસ્પિટલની અંદર લોકો સાથે આખલો બિન્દાસ આંટા મારતો સોશિયલ મીડિયા વીડિયો સામે આવતા ખળભળાટ મચ્યો છે. 

નોંધનીય છે કે, સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં આખલો ઘુસી જતાં હોસ્પિટલની સિક્યોરિટી સામે અનેક સવાલો ઉભા થયા છે. જો આખલો કોઈ અકસ્માત સર્જે તો જવાબદાર કોણ..? જી.જી.હોસ્પિટલમાં દરરોજ હજારોની સંખ્યમાં લોકોની અવરજવર રહે છે, ત્યારે જી.જી.હોસ્પિટલની અંદર આખલો કેવી રીતે પ્રવેશ્યો તે મોટો સવાલ છે. હાલ હોસ્પિટલની સિક્યોરિટી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news